નેપાળમાં સત્તા મળ્યા પછી નેતાઓએ માત્ર ‘જલસા’ કરવા હતા

પ્રજાની અપેક્ષાઓ પૂર્ણ થવી જ જોઈએ -નેપાળમાં પરિવારવાદ, બેરોજગારી, ગરીબી, મોંઘવારી અને ભ્રષ્ટાચારે માઝા મુકતા લોકોમાં ભારે અક્રોશ ફેલાયો છે
પાડોશી દેશ નેપાળમાં સરકાર વિરૂધ્ધ ચાલતું ઓનલાઈન અભિયાન અન્ય દેશોના હસ્તક્ષેપને કારણે હતું અથવા સરકાર પ્રત્યે પ્રજાની નારાજગી હતી આથી આંદોલન થયુ છે તે હકીકત ધીરે ધીરે ઉજાગર થશે પરંતુ આ તબક્કે જણાવી શકાય કે, લોકશાહીમાં પ્રજાની માંગ દરેક સરકારે પુરી કરવી જોઈએ.
અને આ જ બાબત સરકારના દરેક કાર્યમાં પ્રથમ ક્રમે રહેવી જોઈએ પ્રજાને સરકાર પ્રત્યે કોઈપણ પ્રકારનો અસંતોષ રહેવો જોઈે નહી જો કદાચ કોઈ બાબતે અસંતોષ હોય તો તેના કારણો જાણીને પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ સરકારના દરેક કામ પ્રજાલક્ષી જ હોવા જોઈએ કારણ કે, પ્રજાએ જ તેમને મત આપ્યા છે અને તેઓ કામ કરશે તેવો વિશ્વાસ મુક્યો હોય છે આ વિશ્વાસ જ્યારે ખંડિત થાય છે ત્યારે પ્રજાનો આક્રોશ ફાટી નીકળતો હોય છે
સામાન્ય રીતે એકવાર સત્તા મળી ગયા પછી નેતાઓ પોતાની મનમાની કરતા હોય છે. તેમના માટે પ્રજાના પ્રશ્નો અને પ્રજાની વાત ગૌણ બનતી હોય છે જે તેમના વિનાશનું કારણ બને છે.ચૂંટાયા બાદ દરેક નેતાની આ ફરજ હોય છે. કે તેઓ પ્રજાની વચ્ચે રહેવું જોઈએ અને પ્રજાના પ્રશ્નોને વાંચા આપવી જોઈએ તેના સ્થાને સીક્યુરીટી ગાર્ડના કાફલા, કાર, પોલીસ બંદોબસ્ત વચ્ચે નેતાઓ ફરતા થઈ જાય છે
આથી નેતા અને પ્રજા વચ્ચેનું અંતર વધતુ હોય છે. નેતાઓને પ્રજાના વાજબી પ્રશ્નોની જાણ રહેતી નથી તેના સ્થાને તેઓ માત્ર ખુરશી ટકાવી રાખવા અને અન્ય રાજકીય પક્ષો વચ્ચે ખેંચાખેચી કરી સમય પસાર કરે છે. જ્યારે પાંચ વર્ષ બાદ ચૂંટણી આવે છે ત્યારે તેમને પ્રજા યાદ આવે છે અને પાંચ વર્ષ અગાઉ આપેલા પ્રજાને વચનો પણ યાદ આવે છે. સત્તા મેળવવા ફરીથી તેઓ ધમપછાડા કરતા હોય છે
આ માટે પક્ષ પલ્ટો, ચૂંટણી જીતવા મતદારોને વિવિધ પ્રલોભનો, ઔદ્યોગિક ગૃહોને ટેક્સમાં વધુ રાહત જેવા પોતાનો ઉપયોગી થાય તેવા પગલાં લઈ ફરી શાસન પર આવવાનું સ્વપ્ન જોતા હોય છે. આથી પ્રજાને અને છેવટે દેશને વધુ નુકશાન થાય છે. નેપાળમાં આ જ સ્થિતિ થઈ છે. કાઠમંડુ સળગી રહ્યું છે. આથી નેપાળના પ્રધાનમંત્રીએ પદ પરથી રાજીનામુ આપવું પડ્યું છે.
પ્રદર્શનકારીઓનો ગુસ્સો એટલી હદ સુધી ફેલાયો હતો કે તેઓએ સંસદ ભવનમાં તોડફોડ કરી હતી અને ઘણા નેતાઓને ઘરમાં આગ ચંપી કરી હતી. કાઠમંડુની સાથે નેપાળના અન્ય શહેરોમાં સડકો પર ઉતરેલા આંદોલનકારીઓએ આંદોલનને જેન ઝેડ પ્રોટેસ્ટ નામ આપ્યુ છે.
આ અગાઉ સોÂશ્યલ મીડિયામાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં નેતાઓના બાળકોની ઐયાશી વાળી જીંદગીની તસવીરો વાયરલ કરવામાં આવી હતી. પ્રજાનુ માનવું એવું હતું કે સત્તાધારી પક્ષના લોકો પોતાના બાળકો અને સગા વ્હાલાને ફાયદો કરાવી રહ્યા છે અને પ્રજાની દરેક ક્ષેત્રે અવગણના થઈ રહી છે. આથી પ્રજાને આ બાબત અયોગ્ય લાગી હતી કારણ કે પ્રજા પણ શાંતિથી જીવન પસાર કરી શક્તિ ન હતી.
લોકશાહીમાં જનપ્રતિનિધિ ઈમાનદાર તથા પારદર્શક શાસનો વાયદો કરી સત્તામાં આવે છે આથી તેમની નૈતિક ફરજ બને છે કે તેઓ પ્રજાની અપેક્ષાઓ મુજબ કામકાજ કરે. અને પ્રજાને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપે. નેપાળમાં રાજાશાહી લોકશાહી પધ્ધતિ સફળ થશે તે આશયથી અમલમાં મુકાઈ છે. પરંતુ પ્રજાની અપેક્ષાઓ પૂર્ણ ન થતા તેઓ સડક પર ઉતરી પડ્યાછે. આ આંદોલનમાં ૧૩થી ૨૮ વર્ષ સુધીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં છે
જેઓ સોશ્યલ મિડીયા પર મુકાયેલા પ્રતિબંધને અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થયો છે તેમ ગણાવી રહ્યા છે. અલબત્ત સ્થિતિ બેકાબુ બનતા નેપાળ સરકારે પ્રતિબંધો દુર કર્યા છે. સમગ્ર ઘટનાક્રમ એકાએક થયો હોય તેવું નથી. નેપાળમાં સોશ્યલ મિડિયા પર મુકાયેલો પ્રતિંબધ તેનું મુખ્ય કારણ જરૂર હશે.
પરંતુ મુખ્ય બાબત આ છે કે, નેપાળના યુવાનોમાં લાંબા સમયથી ભ્રષ્ટાચાર તરફનો આક્રોશ અને દરેક સ્તરે પ્રજાની વાત સામે આંખ આડા કાન કરવાની નીતી સરકારને ભરખી ગઈ છે. સડક પર ઉતરી આંદોલન કરનારાઓના જણાવ્યા મુજબ સરકાર વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સરકારે સોÂશ્યલ મીડિયા પર પ્રતિબંધ મુક્યો હતો એક વાત જાણવી જરૂરી છે કે સોશ્યલ મીડિયાના ફાયદા અને નુકશાન પણ છે.
નુકશાન આ વાતનું છે કે કોઈપણ રીલ મુકી પ્રજાને ભડકાવી શકાય છે. આગામી દિવસોમાં નેપાળમાં રાજકીય ઉથલ પાથલ થશે આ વચ્ચે ભારત સરકારે ભારતીય નાગરિકો માટે નેપાળની યાત્રા સ્થગિત કરી છે અને નેપાળમાં વસવાટ કરતા ભારતીયોને સાવધ રહેના જણાવ્યું છે નેપાલમાં છેલ્લા બે દિવસમાં જે બન્યુ છે દુનિયાના નકશામાં જોવા મળતો સાવ નાનકડો દેશ છે. જ્યાં વસતી નહિવત છે ત્યાં મોટી ક્રાંતિ થઈ છે.