Western Times News

Gujarati News

મારી પ્રજા જ મારા ભગવાનઃ મારા ભગવાન પાસે મારા આત્માનો અવાજ નહીં નીકળે તો બીજે ક્યાં નીકળશે: PM

File

કોઈ મને ગમે તેટલા અપશબ્દો કહે, હું શિવ ભક્ત, ઝેર પી જાઉં છુંઃ મોદી

નરેન્દ્ર મોદીએ આસામના દરાંગ જિલ્લામાં મંગલદોઈ ખાતે રૂ. ૬૩૦૦ કરોડના હેલ્થકેર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સનો શિલાન્યાસ કર્યો

દરાંગ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૪ સપ્ટેમ્બરના રોજ આસામના દરાંગ જિલ્લામાં મંગલદોઈ ખાતે રૂ. ૬૩૦૦ કરોડના હેલ્થકેર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સનો શિલાન્યાસ કર્યો છે. તેમણે દરાંગ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ન‹સગ કોલેજ અને જીએનએમ સ્કૂલના બાંધકામનો શુભારંભ કરાવ્યો છે. આ હેલ્થકેર પ્રોજેક્ટ પાછળ રૂ. ૫૭૦ કરોડનું રોકાણ કરવામાં આવશે. Darang: PM launched projects : ‘I’m Lord Shiva’s devotee, 

આ ઉદ્વાટન દરમિયાન વડાપ્રધાન મોદીએ આસામની પ્રજાને સંબોધતાં પોતાને ભગવાન શિવના ભક્ત તરીકે દર્શાવ્યા છે. તેમણે કહ્યું કે, કોઈ મને ગમે તેટલી ગાળો આપે, હું બધુ ઝેર પચાવી જઉ છું. તેમણે કોંગ્રેસ પાર્ટી પર કટાક્ષ કરતાં કહ્યું કે, મારુ રિમોટ કંટ્રોલ દેશની ૧૪૦ કરોડ જનતા છે. તે મારી માલિક છે. હું શિવ ભક્ત છું. ગમે તેવુ ઝેર પચાવી જઉ છું.

પીએમ મોદીએ કહ્યું કે, મારા માટે તો મારી પ્રજા જ મારો ભગવાન છે. મારા ભગવાન પાસે મારા આત્માનો અવાજ નહીં નીકળે તો બીજે ક્્યાં નીકળશે. તેઓ મારા માલિક છે. મારા માટે પૂજનીય છે. મારો રિમોટ કંટ્રોલ છે.

થોડા દિવસ પહેલાં બિહારના દરભંગામાં ઈન્ડી. ગઠબંધનની વોટર અધિકાર યાત્રા દરમિયાન વિપક્ષના અમુક કાર્યકરોએ પીએમ મોદી અને તેમની માતાને અપશબ્દો કર્યા હતા. જેનો વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયો પર આકરી પ્રતિક્રિયા આપતાં વડાપ્રધાને આસામથી કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરાંગ અને ગોલાઘાટ જિલ્લામાં રૂ. ૧૮૫૩૦ કરોડની પરિયોજનાઓનું ઉદ્ધાટન કર્યું છે. તેમણે બે જનસભાને સંબોધી હતી. જેમાં કહ્યું હતું કે, આસામ ૧૩ ટકાના દરે ઝડપથી વિકસી રહ્યું છે. આસામના લોકોના આકરા પરિશ્રમ અને ભાજપની ડબલ એન્જિન સરકારના યોગદાનનું આ પરિણામ છે. આજે વિશ્વમાં ભારત સૌથી ઝડપથી વિકસતો દેશ બન્યો છે અને તેમાં આસામ સૌથી ઝડપથી વિકસતુ રાજ્ય.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામની મુલાકાતે છે. તેમણે દારંગમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે તાજેતરમાં પૂર્ણ થયેલા ઓપરેશન સિંદૂર વિશે વાત કરતા કહ્યું કે, ઓપરેશન સિંદૂર મા કામાખ્યાના આશીર્વાદથી જબરદસ્ત સફળતા મળી છે.

તેમણે કોંગ્રેસ પાર્ટી પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, “હું ભગવાન શિવનો ભક્ત છું, હું બધુ ઝેર પીય જાઉં છું. પીએમ મોદીએ કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકાર આસામ અને ઉત્તર પૂર્વના વિકાસ માટે સંપૂર્ણ પ્રામાણિકતા સાથે કામ કરી રહી છે. ભૂપેન હજારિકાને યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, થોડા દિવસો પહેલા તેમના જન્મદિવસ પર આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવી તેમના માટે સૌભાગ્યની વાત છે.

પીએમ મોદીએ કહ્યું કે, સરકાર આસામના મહાન સંતાનો અને પૂર્વજોએ જોયેલા સ્વપ્નને સાકાર કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. પીએમએ કોંગ્રેસ પાર્ટી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે યાદ અપાવ્યું કે, જે દિવસે ભારત સરકારે ભૂપેન હજારિકાને ભારત રત્ન આપ્યો હતો, તે જ દિવસે કોંગ્રેસ અધ્યક્ષે તેમનું અપમાન કરીને કહ્યું હતું કે, મોદી નાચવા-ગાવા વાળાને ભારત રત્ન આપી રહ્યા છે.

પીએમે કહ્યું કે, આ નિવેદન આસામ અને તેના લોકોના યોગદાનનું પણ અપમાન છે. ૧૯૬૨ માં ચીન સાથેના યુદ્ધનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, તે સમયે પંડિત નેહરુ દ્વારા આપવામાં આવેલા નિવેદન પછી, ઉત્તર પૂર્વનો ઘા આજ સુધી રૂઝાયો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.