ટોમી રોબિન્સન કોણ છે અને શા માટે લંડનમાં 1 લાખથી વધુ લોકો ભેગા કરી વિરોધ પ્રદર્શન કર્યુ?

લંડનમાં એન્ટી-ઈમિગ્રેશન સામે લોકો રસ્તા પર ઉતર્યા-પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઠેર-ઠેર ઘર્ષણ- કમજોર પડી રહેલી અર્થવ્યવસ્થા છતાં સામાન્ય લોકો માટે ચિંતાનું કેન્દ્ર આ વિષય છે.
ટોમી રોબિન્સનના નેતૃત્વમાં એક લાખથી પણ વધુ પ્રદર્શનકારીઓએ એન્ટી-ઇમિગ્રેશન સામે માર્ચ કાઢી હતી.
(એજન્સી)લંડન, એશિયાના શ્રીલંકા અને બાંગ્લાદેશ બાદ નેપાળમાં સરકારની સામે લોકો રસ્તા ઉતરી આવ્યા હતા અને સત્તા પલટો કરાવ્યો હતો ત્યારબાદ હવે યુરોપના દેશોમાં પણ આ જ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ફ્રાન્સમાં બે દિવસ પહેલાં જ મોટી સંખ્યામાં નાગરિકોએ સરકાર વિરુદ્ધ ઉગ્ર દેખાવો કર્યા હતા.
ટોમી રોબિન્સન, જેમનું સાચું નામ સ્ટીફન યાક્સલી-લેનોન છે, તે એક જાણીતા બ્રિટિશ જમણેરી કાર્યકર્તા અને ભૂતપૂર્વ કટ્ટરવાદી છે. તેઓ બ્રિટનમાં ઇસ્લામ અને ઇસ્લામવાદી આતંકવાદ વિરુદ્ધના વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કરવા માટે જાણીતા છે. તેઓ ખાસ કરીને બહુસાંસ્કૃતિકતા અને ઇમિગ્રેશન નીતિઓ પર આકરા ટીકાકાર છે.
શા માટે વિરોધ કરે છે?
ટોમી રોબિન્સનના વિરોધ પ્રદર્શનો મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર કેન્દ્રિત હોય છે:
- ઇસ્લામ અને ઇસ્લામવાદી આતંકવાદ: રોબિન્સનનો દાવો છે કે બ્રિટનમાં ઇસ્લામવાદી કટ્ટરવાદ વધી રહ્યો છે અને સરકાર આ મુદ્દે પૂરતું ધ્યાન આપી રહી નથી. તેઓ ઇસ્લામ અને શરિયા કાયદાની ટીકા કરે છે.
- ઇમિગ્રેશન નીતિઓ: તેઓ બ્રિટનની વર્તમાન ઇમિગ્રેશન નીતિઓનો વિરોધ કરે છે. તેમનું માનવું છે કે અનિયંત્રિત ઇમિગ્રેશન દેશની સંસ્કૃતિ અને સુરક્ષા માટે જોખમ ઊભું કરે છે.
- મુક્ત વાણી અને અભિવ્યક્તિ: રોબિન્સન પર ઘણીવાર ઇસ્લામ-વિરોધી અને ભેદભાવપૂર્ણ ભાષણનો આરોપ મૂકવામાં આવે છે. તેઓ પોતાનો બચાવ કરતા કહે છે કે તેઓ મુક્ત વાણી અને અભિવ્યક્તિના અધિકાર માટે લડી રહ્યા છે, જે ઇસ્લામવાદી દળો દ્વારા જોખમમાં છે.
- બળાત્કાર ગેંગ: રોબિન્સને બ્રિટનમાં બળાત્કાર ગેંગના મુદ્દાને પણ ઉઠાવ્યો છે, જે મોટાભાગે પાકિસ્તાની મૂળના લોકો દ્વારા ચલાવવામાં આવતી હતી. આ મુદ્દો તેમના વિરોધનું મુખ્ય કારણ બન્યો છે.
ત્યારબાદ લંડનમાં મોટી સંખ્યામાં નાગરિકો રસ્તા પર ઉતરી આવતાં વાતાવરણ તંગ બની ગયું હતું. પોલીસ અને દેખાવકારો વચ્ચે ઠેર-ઠેર ઘર્ષણ થયું હતું. દેખાવકારોએ કેટલાંક સ્થળો ઉપર તોડફોડ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ ઘટના બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે દેખાવકારોની અટકાયત કરવા લાગી છે.
UK | People gathered on the streets of London in anti-immigration protests and headed towards Westminster, the seat of the UK parliament.
I’m in London. There are 3 MILLION people on the streets. It’s mindblowing. This is a revolution. pic.twitter.com/9TRrZC1gup
— Eva Vlaardingerbroek (@EvaVlaar) September 13, 2025
નેપાળ અને ફ્રાન્સ બાદ હવે વિરોધની આગ લંડન સુધી પહોંચી ગઈ છે. લંડનના સેન્ટ્રલ વિસ્તારમાં બ્રિટનના હાલના ઇતિહાસમાં સૌથી મોટું દક્ષિણપંથી પ્રદર્શન જોવા મળ્યું. આ પ્રદર્શનમાં એક લાખથી પણ વધુ પ્રદર્શનકારીઓએ જોડાયા હતા. લંડનમાં આ વિરોધ પ્રદર્શન યુનાઇટ ધ કિંગડમ માર્ચના નામે આયોજિત કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં લગભગ ૧૦ લાખ લોકો ભાગ લે તેવી અપેક્ષા હતી અને તે પ્રોટેસ્ટ માટે તૈયારીઓ પણ એવી જ કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનનું આયોજન જાણીતા દક્ષિણપંથી નેતા ટોમી રોબિન્સનના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં આવેલા લોકોના હાથમાં ધ્વજ અને પ્લેકાર્ડ હતા. સેન્ટ્રલ લંડનની રસ્તાઓ આ પ્રદર્શનકારીઓથી છવાયેલા હતા.
ટોમી રોબિન્સનના નેતૃત્વમાં એક લાખથી પણ વધુ પ્રદર્શનકારીઓએ એન્ટી-ઇમિગ્રેશન સામે માર્ચ કાઢી હતી. આ દરમિયાન ત્યાં તૈનાત કેટલાક પોલીસકર્મીઓએ જ્યારે આ આંદોલનને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે પ્રદર્શનકારીઓ સાથે તેમની અથડામણ થઈ. આ દરમિયાન પ્રદર્શનકારીઓ દ્વારા ઘણા પોલીસ અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો, જેમાં ઘણા પોલીસ અધિકારીઓ ઘાયલ થયા.
આના જવાબમાં પોલીસે પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે વધારાના દળો તૈનાત કર્યા, જેમાં સુરક્ષા દળો તેમજ ઘોડેસવારોનો પણ સમાવેશ થતો હતો. આમાંથી ઘણા પ્રદર્શનકારીઓએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાયેલી મેક અમેરિકા ગ્રેટ અગેઇન ટોપીઓ પણ પહેરી હતી. પ્રદર્શનકારીઓ વડાપ્રધાન કીર સ્ટાર્મરની ટીકા કરી રહ્યા હતા અને તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
બ્રિટનમાં હાલમાં ઇમિગ્રેશનના મુદ્દા પર સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. કમજોર પડી રહેલી અર્થવ્યવસ્થા છતાં સામાન્ય લોકો માટે ચિંતાનું કેન્દ્ર આ વિષય છે. આંકડા મુજબ આ વર્ષે અત્યાર સુધીમાં ૨૮ હજારથી વધુ લોકો નાની હોડીઓની મદદથી ઇંÂગ્લશ ચેનલ પાર કરીને બ્રિટન પહોંચ્યા છે. રસ્તાઓ પર લાલ-સફેદ અંગ્રેજી ધ્વજની સંખ્યા વધી રહી છે.
સમર્થકો તેને દેશભક્તિનું પ્રતીક માને છે, જ્યારે વિરોધીઓનું કહેવું છે કે, આ વાતાવરણ વિદેશી ઇમિગ્રન્ટ્સ સામે નફરતને પ્રોત્સાહન આપે છે. કેટલાક પ્રદર્શનકારીઓએ અમેરિકન અને ઇઝરાયલી ધ્વજ પણ લહેરાવ્યા હતા. ટોમી રોબિન્સનનું સાચું નામ સ્ટીફન યાક્સલી-લેનન છે. બ્રિટનના રાષ્ટ્રવાદી અને ઇસ્લામ વિરોધી સંગઠન ઇંÂગ્લશ ડિફેન્સ લીગના સ્થાપક અને દેશના સૌથી પ્રભાવશાળી દક્ષિણપંથી નેતાઓમાં રોબિન્સનની ગણતરી થાય છે.
હાલમાં જ થયેલી માર્ચને અભિવ્યક્તિની સ્વતંત્રતાના સમર્થનમાં પ્રદર્શન તરીકે રજૂ કરવામાં આવી હતી. આ આયોજનમાં સમગ્ર યુરોપના પ્રભાવશાળી નેતાઓ અને ઘણા રાજનેતાઓના નિવેદનો મુખ્યત્વે ઇમિગ્રન્ટ્સના જોખમો પર કેન્દ્રિત રહ્યા. ઇમિગ્રન્ટ્સનો આ મુદ્દો હાલમાં મહાદ્વિપના મોટા ભાગ માટે એક ગંભીર પડકાર છે, જેનો સામનો કરવા માટે ઘણા દેશો સંઘર્ષ કરી રહ્યા છે.