દૂબઈમાં શરૂ થયું IIM અમદાવાદનું પહેલું વિદેશી કેમ્પસ

(એજન્સી)નવી દિલ્હી, દુબઈમાં ઈન્ડિયન ઇÂન્સ્ટટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના નવા આંતરરાષ્ટ્રીય કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તોમે દુબઈ ઈન્ટરનેશનલ એકેડેમિક સિટી ખાતે ઈન્ડિયન ઇÂન્સ્ટટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના પ્રથમ વિદેશી કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું.
Inauguration was graced by H.E. Sheikh Hamdan bin Mohammed bin Rashid Al Maktoum, Crown Prince of Dubai, Deputy PM and Defence Minister of UAE, @dpradhanbjp , Hon. Minister of Education, GoI, several ministers, dignitaries from Dubai Govt, and Indian Embassy in UAE officials.
બીજી પહેલમાં, ભારતના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આઈઆઈટી દિલ્હી અબુ ધાબી ખાતે અટલ ઇન્ક્્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું, જે ભારતીય સંસ્થા દ્વારા આયોજિત પ્રથમ વિદેશી અટલ ઇન્ક્્યુબેશન સેન્ટર છે. આ ઐતિહાસિક પ્રસંગે દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તોમે હાજરી આપી હતી.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આ ભારત અને યુએઈ વચ્ચે શિક્ષણ સહયોગનો એક મહત્વપૂર્ણ પ્રકરણ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ વચ્ચેના અગાઉના કરારનો પણ ઉલ્લેખ કર્યો હતો.