અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણીની હત્યામાં થયો સ્ફોટક ખુલાસો

તીક્ષ્ણ હથિયારથી મોતને ઘાટ ઉતારી મૃતદેહ ગાડીમાં વિરાટનગર બ્રિજ નીચે મુકી દીધો, ત્રણની ધરપકડ કરાઈઃબીજા બિલ્ડરે આપી હતી હત્યાની સોપારી
આરોપીઓની ધરપકડ –હિંમાશું ઉર્ફે રાહુલ હરીશભાઇ રાઠોડ (રહે.હિરાવાડી, ચાર રસ્તા અમદાવાદ શહેર) ,પપ્પુ હિરાજી મેઘવાલ (રહે.જાવલ શીરોહી) એક કાયદાના સંધર્ષમાં આવેલ સગીરની અટકાયત
અમદાવાદ, અમદાવાદમાં જાણીતા બિલ્ડર અને પાટીદાર અગ્રણી હિંમત રૂડાણીની હત્યાનો સનસનીખેજ ખુલાસો થયો છે. આ હત્યામાં બીજા બિલ્ડરની સંડોવણી બહાર આવી છે. બિલ્ડર મનસુખ લખાણી ઉર્ફે જેકીની આ હત્યામાં સંડોવણી ખૂલી છે.
૧૩ સપ્ટેમ્બરની મોડીરાત્રે વિરાટનગર બ્રિજ નીચેથી ઠક્કરનગર બ્રિજ પાસે આવેલી કૈલાસધામ વિભાગ ૧માં રહેતા પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલી લાશ મળી આવી હતી.
અમદાવાદના વિરાટનગર બ્રિજ પાસે એક મર્સિડીઝ કાર પાર્ક થયેલી હતી. ડીકીમાંથી લોહી બહાર આવી રહ્યું હતું અને દુર્ગંધ પણ આવી રહી હતી. ૧૧૨ પર કોઈએ ફોન કર્યો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસે મર્સિડીઝની ડીકી ખોલી તો લાશ દેખાઈ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ ઝોનની ઓફિસની સામેના ભાગે વિરાટનગર બ્રિજની નીચેથી સફેદ કલરની એક મર્સિડીઝ કાર તરફ લોકોનું ધ્યાન ગયું હતુ. કારણ કે આ કારમાંથી દુર્ગંધ આવી રહી હતી. રાતના સમયે લોકોએ જોયું તો કારમાં કોઈ વ્યક્તિનો મૃતદેહ પડ્યો હતો. તેથી લોકોએ પોલીસને જાણ કરી હતી.
પોલીસે તપાસ કરી તો ગાડીમાં કોઈ અજાણી વ્યક્તિનો મૃતદેહ મૂકાયો હતો. તેમનો મૃતદેહ ગાડીના ડેકીમાં મૂકાયો હતો. ગાડીમાંથી દુર્ગંધ આવી રહી હતી.
પોલીસે તપાસ કરતા મૃતદેહ હિંમત રુડાણી નામના શખ્સનો હોવાનું જાણવા મળ્યું. તપાસમાં સામે આવ્યું કે, તેઓ બિલ્ડર છે અને પાટીદાર સમાજના અગ્રણી છે. બિલ્ડર હિંમત રુદાણીની તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા નિપજવામાં આવી છે. હત્યા કરીને લાશ તેમના જ મર્સિડીઝમાં મૂકાઈ હતી અને ગાડી વિરાટનગર બ્રિજ પાસે પાર્ક કરી દેવાઈ હતી.
ઓઢવ પોલીસે ગણતરીના કલાકોમાં બિલ્ડરની હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે જેકી દ્વારા બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું. ઓઢવ પોલીસે બિલ્ડર મનસુખ લખાણી ઉર્ફે જેકીની પણ પૂછપરછ શરૂ કરી છે. બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા માટે ઝડપાયેલ ૩ આરોપીને બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ સોપારી આપી હતી.
વર્ષ ૨૦૨૪ માં પણ બંને બિલ્ડરના હિંમત રૂડાણીના પુત્રએ બિલ્ડર આરોપી મનસુખ લખાણીના પુત્ર સામે દોઢ કરોડ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
ઓઢવ પોલીસ તથા અન્ય ટીમે સાથે મળીને ગણતરીના કલાકમાં બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ઓઢવ પોલીસે ત્રણ આરોપીઓની રાજસ્થાન સિરોહીમાંથી ધરપકડ કરી છે. પોલીસને પહેલેથી જ આ કેસમાં રૂપિયાની લેતીદેતીમાં હત્યા થઈ હોવાનો કે અન્ય બિલ્ડર દ્વારા હત્યાની સોપારી આપ્યાની શંકા હતી. જેમાં આખરે પોલીસે ભેદ ઉકેલી લીધો છે.
ત્રણેય આરોપીઓને રાજ્સ્થાન સિરોહી પાસેથી હસ્તગત કર્યા છે. ઝોન-૫ ના રામોલ પીઆઈ, ઓઢવ પીઆઈ, નિકોલ પીઆઈ, ઝોન ૫ એલસીબી સ્કવોડના કુલ ૫૦ પોલીસ કર્મી અને અધિકારીએ આખી રાત ઓપરેશન પાર પાડ્યું. બનાસકાંઠા એલસીબી અને અમીરગઢ પોલીસે પણ આરોપીઓને ઝડપવામાં મદદ કરી છે. લેઉવા પાટીદાર સમાજમાં અગ્રણી એવા હિંમતભાઈ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે.
નરોડા, નિકોલ વિસ્તારમાં તેમની કન્સ્ટ્રકશન સાઈટો ચાલે છે. ઠક્કરબાપાનગર બ્રિજ પાસે પણ તેમણે પાટીદાર સમાજના બાળકો રહી અને ભણી શકે તેના માટે હોસ્ટેલ બનાવી છે. પાટીદાર સમાજના અગ્રણીની હત્યાને પગલે સમાજમાં પણ ભારે રોષ ફેલાયો છે.