Western Times News

Gujarati News

સેનાની વર્દી પહેરીને ફોટો પડાવતી હતી સેનાની નકલી મહિલા ઓફિસર

પોલીસે તેના ઘરમાંથી ચાર મેડલ, કેટલાય એવોર્ડ, મોમેન્ટો અને આવા ઇનવિટેશન કાર્ડ જપ્ત કર્યા છે.

મુંબઈ, મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં પોલીસે ૪૮ વર્ષની એક મહિલાની ધરપકડ કરી છે, જે ખુદને આર્મી ઓફિસર ગણાવી લોકોમાં રૌફ જમાવતી હતી.આ મહિલાનું નામ રુચિકા જૈન છે.

પોલીસને શંકા હતી, જ્યારે તેના વિશે સતત આવી જાણકારી મળી રહી હતી કે તે કાર્યક્રમોમાં કેપ્ટન બનીને જતી હતી અને સેનાની વર્દી પહેરીને ફોટો પડાવતી હતી. દૌલતાબાદ પોલીસે જ્યારે તપાસ શરુ કરી તો મહિલા પાસેથી એવી એવી વસ્તુઓ મળી, જેનાથી તેનો આખો ખેલ ખુલી ગયો. પોલીસે ઘરેથી સેનાની વર્દી, પેરા લખેલો બેઝ અને ત્રણ સ્ટારવાળું ચિન્હ મળ્યું.

આ એજ સ્ટાર હોય છે, જે ફૌજમાં રેન્ક દેખાડવા માટે લગાવવામાં આવે છે. એટલું જ નહીં એક નેમપ્લેટ પણ મળી, જેના પર સ્પષ્ટ લખ્યું હતું-કેપ્ટન રુચિકા જૈન. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, મહિલાએ ખુદને આર્મી ઓફિસર ગણાવી કેટલાય કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

ત્યાં તેનું નામ કાર્ડ પર પણ કેપ્ટન તરીકે છપાવી રાખ્યું હતું. પોલીસે તેના ઘરમાંથી ચાર મેડલ, કેટલાય એવોર્ડ, મોમેન્ટો અને આવા ઇનવિટેશન કાર્ડ જપ્ત કર્યા છે. ત્યાં સુધી કે સેનાની વર્દી પહેરીને પડાવેલી તસવીરો પણ હાથ લાગી છે. સ્પષ્ટ છે, લાંબા સમયથી આ કેપ્ટન સાહિબા ખોટો રૌફ જમાવી લોકોને ગુમરાહ કરતી રહી.

હવે ખાલી મેડલ અને એવોર્ડ જ નહીં, પોલીસે મહિલા પાસેથી હથિયાર પણ જપ્ત કર્યા છે. તેમાં એક એર પિસ્ટલ અને એક એર ગન સામેલ છે. ખાસ વાત એ છે પિસ્ટલ પર સ્પષ્ટ લખ્યું હતું- નો લાઈસન્સ રિક્વાયર્ડ એટલે કે તેના માટે કોઈ લાઈસન્સની જરૂર નથી. પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.