સંમતિથી શારીરિક સંબંધો પછી લગ્નનો ઇનકાર કોઇ સજાપાત્ર ગુનો બનતો નથીઃ અલ્હાબાદ હાઈકોર્ટ

પ્રયાગરાજ, બળાત્કારનો આરોપ મૂકતી લિવ-ઇન પાર્ટનરની અરજી ફગાવી દઈ અલ્હાબાદ હાઈકોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે ચાર વર્ષ સુધી સંમતિથી શારીરિક સંબંધ બાંધ્યા પછી પુરુષ લગ્ન કરવાનો ઇનકાર કરે તે સજાપાત્ર ગુનો બનતો નથી.
ન્યાયાધીશ અરુણ કુમાર સિંહ દેશવાલે જણાવ્યું હતું કે અમારા મતે જો બે સક્ષમ બુદ્ધિવાળા પુખ્ત વયના લોકો બે વર્ષથી વધુ સમય માટે લિવ-ઇન કપલ તરીકે સાથે રહે છે અને એકબીજા સાથે સહવાસ કરે છે, તો એવી ધારણા ઊભી થશે કે તેમણે સ્વેચ્છાએ તે પ્રકારનો સંબંધ પસંદ કર્યાે છે અને તેના પરિણામોથી સંપૂર્ણપણે વાકેફ છે.
તેથી લગ્નનું વચન હોવાથી આવા સંબંધ બાંધવામાં આવ્યા હોવાનો આરોપ આ સંજોગોમાં સ્વીકાર્ય નથી, ખાસ કરીને જ્યારે એવો કોઈ આરોપ નથી કે જો લગ્નનું વચન ન હોત તો આવા શારીરિક સંબંધ સ્થાપિત ન થયા હોત.હાઇકોર્ટે ૮ સપ્ટેમ્બર તેના આદેશમાં આ અવલોકનો કર્યાં હતાં.
પુરુષના વકીલ સુનિલ ચૌધરીએ રજૂઆત કરી હતી કે મહિલાના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે તે અને તેમના અસીલ સંબંધમાં હતાં અને શરૂઆતમાં તેઓ લગ્ન કરવા પણ તૈયાર હતાં. આ પછી કેટલાંક ચોક્કસ કારણોસર પુરુષે લગ્ન કરવાના વચનથી પીછેહઠ કરી હતી. આ પછી મહિલા અરજદારે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને અન્ય વિભાગીય અધિકારીઓને ફરિયાદ કરી હતી.
જોકે પછીથી બંને પક્ષોએ વિભાગના અધિકારીઓ સમક્ષ પોતાનો વિવાદ પણ ઉકેલી દીધો હતો. તેથી મારા ક્લાયન્ટ સામે કોઈ ગુનો બનતો નથીકોર્ટે નોંધ્યું હતું કે એમાં કોઈ વિવાદ નથી કે અરજદાર અને સામેનો પક્ષ (બંને તાલુકાના કર્મચારીઓ) ચાર વર્ષથી સંબંધમાં હતાં અને આ હકીકતની તાલુકાના તમામ કર્મચારીઓ અધિકારીઓને ખબર હતી.
આ પછી પુરુષે અરજદાર મહિલા સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યાે હતો અને તેથી મહિલાએ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તેમજ પોલીસને ફરિયાદ કરી હતી. જોકે ફરિયાદ પર એસડીએમ અને પોલીસ અધિકારીઓ દ્વારા પૂછપરછ દરમિયાન બંને પક્ષોએ તેમના વિવાદનું સમાધાન કર્યું હતું અને અરજદારે કેસ આગળ ન ચલાવવાનો નિર્ણય કર્યાે હતો.SS1MS