સુરતની હોટલમાંથી હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટ પકડાયુ, ૨૨ ઝડપાયા

સુરત, સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન નામની હોટેલમાં ચાલતા હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરી ૧૩ વિદેશી મહિલાઓની અટકાયત કરી છે.
૯ પુરુષ સાથે કુલ ૨૨ની ધરપકડ કરવામાં આવી છે.પોલીસને જહાંગીરાબાદ કેનાલ રોડ પર આવેલા વાસુપૂજ્ય ઈન્ળા બિલ્ડિંગના ચોથા માળે આવેલી આ પાર્ક પેવેલિયન હોટેલમાં ગેરકાયદેસર દેહવ્યાપાર ચાલતો હોવાની બાતમી મળી હતી. પોલીસે દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈએ જવાબ આપ્યો ન હતો. આથી પોલીસે તાત્કાલિક દરવાજાનો લોક તોડી અને અંદર પ્રવેશ કર્યાે હતો.
પોલીસને રૂમ નંબર ૪૦૩ માં ૭ લોકો હાજર મળી આવ્યા હતા. પોલીસે પૂછતા એક વ્યક્તિએ પોતાનું નામ રૂપેશ ઉર્ફે મેક્સી રમેશ મિશ્રા જણાવ્યું હતું અને પોતે મેનેજર તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું હતું. તે ગ્રાહકો પાસેથી પૈસા લઈને યુવતીઓને શરીર સુખ માણવા મોકલતો હોવાનું કબૂલ્યું હતું.
આ સિવાય સંજય હિંગડે અને રાહુલ સોલંકી હાઉસકીપિંગ તરીકે, જ્યારે બિપીન ઉર્ફે બંટી બાબરીયા મેનેજર તરીકે ત્યાં કામ કરતા હતા, તેમની પણ અટકાયત કરી હતી.પૂછપરછ દરમિયાન રૂપેશ મિશ્રાએ જણાવ્યું કે, આ રેકેટનો મુખ્ય સંચાલક વિજય મોહન કસ્તુરે છે, જે હોટલના ખર્ચા અને કર્મચારીઓના પગારનું સંચાલન કરે છે.
યોગેશ દિલીપભાઈ તાલેકર નામના વ્યક્તિના બેંક ખાતામાં ગ્રાહકો પાસેથી ઓનલાઈન પેમેન્ટ લેવામાં આવતું હતું. વધુમાં અશોકમામા નામનો ડ્રાઈવર મહિલાઓને લાવવા-લઈ જવાનું કામ કરતો હતો. પોલીસે હોટલના સંચાલકો અને ગ્રાહકો સહિત કુલ ૯ આરોપીઓની ધરપકડ કરી છે અને ૧૩ વિદેશી મહિલાઓની જહાંગીરપુરા પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.SS1MS