દૃશ્યમ ૩: ૫ ડ્રાફ્ટ પછી સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ, આગામી મહિનાથી શૂટિંગ શરૂ થશે

મુંબઈ, મૂળ મલયાલમ દૃશ્યમ ૩ના ડિરેક્ટર જીતુ જોસેફે ળેન્ચાઇઝીની આગામી ફિલ્મ અંગે મોટી અપડેટ આપી છે. તેમણે ખુલાસો કર્યાે કે સ્ક્રિપ્ટ પૂરી થઈ ગઈ છે અને શૂટિંગ આવતા મહિને શરૂ થશે. આ ફિલ્મમાં મોહનલાલ મુખ્ય ભૂમિકામાં છે, આ ફિલ્મ હિન્દીમાં ડબ થઈને પણ રીલીઝ થવાની છે.
એક પોડકાસ્ટની વાતચીત દરમિયાન જીતુ જોસેફે એમ પણ કહ્યું હતું કે સ્ક્રિપ્ટ પૂર્ણ કરવા માટે તેને પાંચ ડ્રાફ્ટ લાગ્યા હતા, કારણ કે શરૂઆતમાં તેમની દિકરીઓને સ્ક્રિપ્ટ ગમી ન હતી. જોસેફે પ્રેક્ષકોને ખાતરી આપી હતી કે દૃશ્યમ ૩ પહેલા બે ભાગોથી અલગ હશે, પરંતુ ચેતવણી પણ આપી હતી કે જો ચાહકો બીજી ફિલ્મ જેવી વધારે પડતી સસ્પેન્સની અપેક્ષા રાખશે તો તેઓ નિરાશ થઈ શકે છે.
જીતુ જોસેફે આગળ જણાવ્યું કે, “મને ખાતરી છે કે દૃશ્યમનો ત્રીજો હપ્તો દર્શકોને પસંદ આવશે.” જોસેફે જણાવ્યું હતું કે, “હું દૃશ્યમ ૧ અને ૨થી ખુશ છું અને દૃશ્યમ ૩ એક સારી ફિલ્મ બનવાની છે.
મને ખબર નથી કે બોક્સ ઓફિસ પર શું થશે, પરંતુ મેં મોહનલાલને અભિનેતા તરીકે નહીં પણ જ્યોર્જ કુટ્ટીના પાત્રની સહજ સફર પર જ ધ્યાન આપ્યું છે, ચાર વર્ષે તેમાં જે ફેરફાર થવા જોઈએ તે કરવાની કોશિશ કરી છે.” તેમણે ઉમેર્યું, “સ્ક્રિપ્ટનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે.
મારી એપ્રિલમાં યુરોપની ટુર હતી, તેથી મુસાફરી કરતી વખતે મેં સ્ક્રિપ્ટ લખી હતી, અને એમ્સ્ટરડેમથી દુબઈની ફ્લાઇટમાં, મેં સીનનો ક્રમ પૂરો કર્યાે. તે પછી હું અહીં આવ્યો અને મારે વલાડવિસ્તા કલાનનું આ શૂટિંગ હતું, તેથી હું દરરોજ સવારે ૩ઃ૩૦ વાગ્યે જાગી જતો, બે કે ત્રણ દ્રશ્યો લખતો અને તે રીતે મેં સ્ક્રિપ્ટ પુરી કરી.” તેમણે ઉમેર્યું કે તેમણે સ્ક્રિપ્ટ પૂરી કરી અને તેમની પુત્રીઓને આપી દીધી. “
ફર્સ્ટ હાફ પછી, હું તેમને મળ્યો, મેં ચર્ચા કરી અને પછી તેમણે બીજો ભાગ વાંચ્યો. તેથી એકવાર તે પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, મેં મારા કેમેરામેન અને એડિટરને પૂછ્યું કે આપણે ચારેય સાથે સ્ક્રિપ્ટ વાંચીએ અને તેમના કેટલાક સૂચનો હતા; એ સામાન્ય વાત છે.” પાછળથી, જોસેફે બીજા ડ્રાફ્ટ પર ફરીથી કામ કર્યું, પછી ત્રીજા અને તે પાંચ ડ્રાફ્ટ સુધી ગયું. ફિલ્મથી ચાહકોની અપેક્ષાઓ વિશે તેમણે દાવો કર્યાે હતો કે “જો દર્શકો દૃશ્યમ ૨ જેવી ભારે સસ્પેન્સની અપેક્ષા રાખે છે, તો તેઓ નિરાશ થશે.”SS1MS