શ્રદ્ધા કપૂર લક્ષ્મણ ઉટેકરની ફિલ્મનું શૂટિંગ નવેમ્બર મહિનામાં શરૂ કરશે

મુંબઈ, લક્ષ્મણ ઉટેકર છાવા ફિલ્મ પછી ફરી એક વખત મહારાષ્ટ્રીયન સંસ્કૃતિ પડદા પર ઉતારવાની તૈયારી કરી રહ્યો છે. જેમાં શ્રદ્ધા કપૂર મુખ્ય રોલમાં જોવા મળશે.શ્રદ્ધા કપૂર માટે આ એક પડકારજનક રોલ સાબિત થશે તેમ કહેવાઇ રહ્યું છે. તે એક એવું પાત્ર ભજવવાની છે, જેણે મહાષ્ટ્રીયન સંસ્કૃતિને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
કહેવાય છે કે, આ ફિલ્મ મોટા પાયા પર બનાવવામા ંઆવી રહી છે. જેની વાર્તા એક પુસ્તક પરથી લેવામાં આવી છે. જોકે હાલ આ પુસ્તકનું નામ જાહેર કરવામાં આવ્યુ નથી.
આ ફિલ્મનું કામચલાઉ શીર્ષક આઇટીએ હોવાનું કહેવાઇ રહ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવશે અને ફિલ્મને ૨૦૨૬ના અંત સુધી રિલીઝ કરવામાં આવશે.
એક રિપોર્ટના અનુસાર, આ ફિલ્મ મહારાષ્ટ્રના ઇતિહાસના એક બેહદ મહત્વપૂર્ણ પાત્ર પર આધારિત છે. શ્રદ્ધા કપૂર આ પાત્ર માટે સખત મહેનત કરી રહી છે. તે આ ફિલ્મમા એક નૃત્યાંગનાના રોલમાં જોવા મળશે.
અભિનેત્રી પોતાના પાત્રને ન્યાય આપવા માટે હાલ ડાન્સની વર્કશોપ્સની સાથેસાથે ગાયકીની પણ તાલીમ લઇ રહી છે.લક્ષ્મણ ઉટેકર ફિલ્મ છાવા પછી ફરી આ પ્રોજેક્ટ દ્વારા ફરી એક વખત મરાઠા સસ્કૃતિને મોટા પડદા પર પેશ કરવાની તૈયારી કરી રહ્યો છે.SS1MS