Western Times News

Gujarati News

સાબરમતી સ્થિત ઈન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD)નું કામ પૂરજોશમાં ચાલી રહ્યુ છે

અપર મહાપ્રબંધક પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી સ્ટેશન તથા ઈન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો,સાબરમતીનું નિરીક્ષણ કરવામાં આવ્યું.

Ahmedabad, પશ્ચિમ રેલવેના અપર મહાપ્રબંધક શ્રી પ્રદીપ કુમારે 13 સપ્ટેમ્બર 2025ના રોજ અમદાવાદ મંડળના સાબરમતી રેલવે સ્ટેશન તથા ઈન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD) સાબરમતીનું વ્યાપક નિરીક્ષણ કર્યું.

નિરીક્ષણ દરમિયાન શ્રી પ્રદીપ કુમારે સાબરમતી સ્ટેશન પર પુનર્વિકાસ કાર્યો અંતર્ગત નવનિર્મિત મુસાફરોની સુવિધાઓ જેમ કે કોન્કોર્સ હોલ, વેઈટિંગ એરિયા, ટિકિટ બુકિંગ વિન્ડો, મુસાફરો માટે અલગ-અલગ એન્ટ્રી અને એક્ઝિટ માર્ગ, લિફ્ટ તેમજ સ્ટેશન પર ઉપલબ્ધ અન્ય સુવિધાઓનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું. તેમણે તમામ પ્લેટફોર્મ પર જઈને ત્યાંની વ્યવસ્થાનું  અવલોકન કર્યું  તથા નિર્માણધીન ફૂટ ઓવરબ્રિજ, એસ્કેલેટર, કવર શેડ વગેરે વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી.

આ અવસરે ઉપ મુખ્ય પરિયોજના પ્રબંધક (અમદાવાદ) શ્રી અનંત કુમારે સાબરમતી સ્ટેશન પર ચાલી રહેલા પુનર્વિકાસ કાર્યોની વિગતવાર માહિતી અપર મહાપ્રબંધકને આપી તથા આ પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિથી અવગત કરાવ્યા.

અપર મહાપ્રબંધકે સાબરમતી સ્થિત ઈન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD)નું પણ નિરીક્ષણ કર્યું, જ્યાં તેમણે કોચોના રખાવટ તથા સંચાલન સંબંધિત પ્રક્રિયાઓનું મૂલ્યાંકન કર્યું. ખાસ કરીને તેમણે વંદે ભારત ટ્રેનસેટ માટે વિકસાવવામાં આવી રહેલા મેન્ટેનન્સ ડિપોની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી અને સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા.

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સેવાઓના ઉન્નયન, આધારભૂત સુવિધાઓના મજબૂતીકરણ તેમજ આધુનિક તકનીકોના અસરકારક અમલીકરણની દિશામાં સતત વિવિધ કડક  પગલાં લેવામાં આવી રહ્યા છે. મુસાફરોને વધુમાં વધુ સુવિધા અને વિશ્વસ્તરીય સેવાઓ પૂરી પાડવા માટે નિરંતર પ્રયત્નશીલ છે.

આ અવસરે ઉપ મહાપ્રબંધક સાથે મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ, અપર  મંડળ રેલ પ્રબંધક શ્રીમતી મંજુ મીના તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.