Western Times News

Gujarati News

બેન્ક ઓફ ઈન્ડિયાની 120 વર્ષની યાત્રાઃ વારસાનું સન્માન, બેન્કિંગના ભવિષ્યને આગળ વધાર્યુ

મુંબઈ, ભારતની સૌથી વિશ્વાસપાત્ર  જાહેર ક્ષેત્રની અગ્રણી બેન્કો પૈકીની એક બેન્ક ઓફ ઈન્ડિયા(બીઓઆઈ) તેના 120માં સ્થાપના દિવસની મુંબઈ સ્થિત જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, બીકેસી ખાતે એક ભવ્ય કાર્યક્રમમાં ઉજવણી કરી છે.

સાંજના સમયે યોજાયેલ આ કાર્યક્રમમાં કર્મચારીઓ, હિતધારકો તથા ભાગીદારોને એક સાથે લાવવામાં આવ્યા હતા, જેથી વિશ્વાસ પર આધારિત વારસા અંગે વિચાર કરી શકાય, બેન્ક 120 મિલિયનથી વધારે ગ્રાહકોને ગર્વભેર તેની સેવા પૂરી પાડી રહી છે અને ભવિષ્ય માટે પોતાના સાહસિક એજન્ડાને પ્રદર્શિત કર્યો છે.

આ પ્રસંગે માહિતી આપતા બેન્ક ઓફ ઈન્ડિયાના એમડી અને સીઈઓ શ્રી રજનીશ કર્ણાટકે જણાવ્યું હતું કે, 120 વર્ષથી બેન્ક ઓફ ઈન્ડિયા એક ફાયનાન્શિયલ ઈન્સ્ટિટ્યુટથી વિશેષ છે, તે દેશની ગ્રોથ સ્ટોરીમાં ભાગીદારી રહી છે. જેમ-જેમ અમે ભવિષ્યની દિશામાં ડગલું આગળ વધારી રહ્યા છીએ અમારું સ્પષ્ટપણે ફોકસઃ ડિજિટલ બેન્કિંગમાં અગ્રેસર બનવા, સમાવેશી વિકાસને ઉત્તેજન આપવા, તથા સમાજના દરેક વર્ગ માટે ઈનોવેશન કરી ખેડૂતો તથા ગિગ વર્કર્સથી લઈ કોર્પોરેટ તને વંચિતોને ઉમદા સર્વિસ પૂરી પાડવાનો છે. અમારી કટિબદ્ધતા ભારતની સર્વિસ સંબંધિત તત્પરતા, સહાનુભૂતિ અને દૂરદર્શિતાને લઈ સુવ્યવસ્થિત સંકલન કેળવવાનો છે.

આ સમારંભમાં નેક્સ્ટ-જનરેશન બેન્કિંગ સોલ્યુશન્સને જાહેર કરવામાં આવ્યા,જેનો ઉદ્દેશ ભારતની ડિજિટલ ઈકોસિસ્ટમ તથા આર્થિક સમાવેશિકરણને વધુ મજબૂત કરવાનો છે. સ્ટાર એગ્રી સ્માર્ટ ફાયનાન્શિયલ સ્કીમ સાથે આધુનિક કૃષિને સશક્ત બનાવવાથી લઈ બીઓઆઈટી ટ્રેડઈઝી પ્લેટફોર્મના માધ્યમથી નિરંતર વ્યાપારને સક્ષમ કરવા તથા ગિગ વર્કર્સને માટે ખાસ ઉત્પાદનો એટલે કે એક્સક્લુઝિવ પ્રોડક્ટ્સ શરૂ કરવા સુધી બેન્ક ઓફ ઈન્ડિયા તેના સદીઓ જૂના મૂલ્યો પર આધારિત, ભવિષ્યના બેન્કના સ્વરૂપમાં પોતાને સ્થાપિત કરેલ છે.

બ્રેલ ડેબિડ કાર્ડની શરૂઆત સાથે બેન્કની સુગમતા તથા સમાવેશિતા પ્રત્યેની કટિબદ્ધતાની પુષ્ટિ કરી છે, જ્યારે સ્ટાર વ્યાપાર શક્તિ કરન્ટ અકાઉન્ટ તથા ઓમની નિયો કોર્પોરેટ ઈન્ટરનેટ બેન્કિંગે ઉદ્યોગ સાહસિકો તથા કોર્પોરેટ્સને સિક્યુર, ટેકનોલોજીથી સંચાલિત ઉકેલો સાથે સશક્ત કરવાની પોતાની કટિબદ્ધતાને રજૂ કરી હતી.

બેન્કિંગ ઉપરાંત આ સાંજના સમયે સંસ્થાની સામાજીક ચેતના પર પ્રકાશ પાડવામાં આવ્યો. બોર્ડ તથા સિનિયર અધિકારીઓની ઉપસ્થિતિમાં સીએસઆર યોગદાનને નીચે દર્શાવેલ ક્ષેત્રોમાં વિસ્તરીત કરવામાં આવેલઃ

  • જાન ફાઉન્ડેશન ટ્રસ્ટ ગેરવ્યવહાર તથા તસ્કરીથી પીડિતો માટે શેલ્ટર હોમ્સને સપોર્ટ કરશે
  • ડબાવાળા રોટી ફાઉન્ડેશન મુંબઈમાં ભૂખ નાબૂદી અને ખાદ્ય વિતરણ કાર્યક્રમોને મજબૂત કરશે.

બેન્ક ફાયનાન્સથી પણ આગળ સર્વશ્રેષ્ઠતાની ઉજવણી કરી અને એશિયન ઓપન શોર્ટ-ટ્રેક સ્પીડ સ્કેટિંગ ચેમ્પિયનશિપની મેડાલિસ્ટ સુશ્રી નયના શ્રી તલ્લુરીને ખેલ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

સુનીલ સેલ ટ્રમ્પ દ્વારા સાંસ્કૃતિક રજૂઆત તથા સુખવિંદર સિંહ તથા તેમના બેન્ડ દ્વારા વાઈબ્રન્ડ કન્સેર્ટથી સાંજના સમયને ઉર્જા તથા ગૌરવથી ભરી દીધો, જે પરંપરાગત અને આગળની દિશામાં ગતિ એમ બન્ને માટે પ્રતીકરૂપ હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.