અપકમિંગ ગુજરાતી વેબ સિરીઝ “કર્માંત”નું શૂટિંગ પૂર્ણ

Ahmedabad, અપકમિંગ ગુજરાતી વેબ સિરીઝ “કર્માંત” નું શૂટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ગુજરાતમાં થ્રિલર અને સસ્પેન્સને નવી ઓળખ આપતી આ વેબ સિરીઝની વાર્તા શહેરમાં રહસ્યમય રીતે થતી મહિલાઓની હત્યાના ઇન્વેસ્ટિગેશન ને કેન્દ્રમાં રાખીને રચાઈ છે.
“કર્માંત”નું નિર્માણ “ફોર ફ્રેન્ડ્સ ફિલ્મ્સ” ના બેનર હેઠળ કલ્પેશ પટેલ, રાહુલ મોદી, ચિંતન મહેતા અને વર્ષા આર.હિંગુ દ્વારા કરવામાં આવ્યું છે. આ વેબ સિરીઝના કો-પ્રોડ્યુસર તરીકે આલાપ શાહ અને એમ્બી ગ્રામી (પાર્થ શુક્લા, પ્રેમલ ત્રિવેદી) જોડાયા છે. વેબ સિરીઝના દિગ્દર્શક વિનિત પીઠડિયા છે. “કર્માંત” એક સસ્પેન્સ થ્રીલર છે જે દર્શકોને અંત સુધી જકડી રાખશે. આ વેબસિરીઝ ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રહી છે.
આ વેબ સિરીઝમાં સ્ટારકાસ્ટમાં આલોક ઠાકર, અંશુ જોશી, અર્ચન ત્રિવેદી, રવિ રંજન, કર્તવ્ય શાહ, હિમાંશુ જોશી, દર્શન લશ્કરી, સોનિયા વેલેરા, વિપુલ પંચાલ, તેજસ દાવડા, બિપિન દવે, ઋત્વિક પટેલ, કેતન ચૌધરી, સત્યમ જોશી, હિમાંશુ પાઠક અને ચાઈલ્ડ આર્ટિસ્ટ વિહાન ગાંધી જોવા મળશે.
“કર્માંત” વેબ સીરીઝનો વિચાર, વાર્તા અને કૉન્સેપ્ટ રાજેશ પી. હિંગુના છે, જ્યારે સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સનું કામ પૃથ્વી પાટીલ એ સંભાળ્યું છે. આ વેબ સિરીઝના ડીઓપી હિતાર્થ ગજ્જર અને હિરેનકુમાર પટેલે સંભાળી છે. આ વેબ સિરીઝના એડિટર ભૌમિક ગાધિયા છે. કાસ્ટિંગ મોહસીન ખાન (એમકે કાસ્ટિંગ ) દ્વારા કરાયું છે.
અન્ય ટીમમાં આસિસ્ટન્ટ ડીઓપી પાર્થ રાવલ, એસોસિએટ ડિરેક્ટર અક્ષર પટેલ, ડિરેક્શન ટીમમાં સેમ પ્રજાપતિ, યશ શ્રીમાળી અને વિહાર હિંગુ, ક્રિએટિવ ડિરેક્ટરમાં પૃથ્વી પાટીલ, લાઈન પ્રોડ્યુસર જયદીપ બાવળીયા, પ્રોડક્શન મેનેજર અભિષેક ખીમસુરિયા, આર્ટ ડિરેક્ટર જુહી શાહ, આર્ટ આસિસ્ટન્ટ સંજુ વાળા, મેક અપ એન્ડ હેર આર્ટિસ્ટ ભૂમિ જોશી, આસિસ્ટન્ટ મેક અપ એન્ડ હેર આર્ટિસ્ટ શ્વેતા શાહ, કોસ્ચ્યુમ ડિઝાઈનર રુચિ પંચાલ, કોસ્ચ્યુમ આસિસ્ટન્ટ સાકીર ખાન, ડ્રેસ મેન દિપક ધોબી, ફૂડ મેનેજમેન્ટ કર્માના ફૂડ વગેરેનો સમાવેશ થાય છે.
આ વેબ સિરીઝની સ્ટોરી લાઈનની વાત કરીએ તો, એક ઇન્સપેક્ટરને કેસ દરમિયાન એવી લિન્ક મળે છે જે પ્રભુવિલા વૃદ્ધાશ્રમ તરફ દોરી જાય છે. ખાસ વાત એ છે કે જેમની હત્યા થાય છે તેમના પરિવારના વડીલો આ વૃદ્ધાશ્રમમાં રહે છે.
એવામાં શંકા ઊભી થાય છે કે ક્યાંક કોઈ એવી વ્યક્તિ તો નથી જે વડીલોને વૃદ્ધાશ્રમમાં મોકલનારા તેમના સંતાનો કે પુત્રવધુ પ્રત્યે અદૃશ્ય વેર ઝાલવી બેઠી છે અને આ હત્યાઓનું કારણ બની રહી છે? તો શું આ હત્યારો વૃદ્ધાશ્રમમાં રહેતા જ વડીલોમાંથી કોઈ છે કે પછી કોઈ બહારનો વ્યક્તિ? આ જ સસ્પેન્સ સાથે આગળ વધતી કથા દર્શકોને અંત સુધી બાંધી રાખશે.
તાજેતરના સમયમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સતત પ્રગતિના પંથે આગળ વધી રહી છે. કન્ટેન્ટ-ડ્રિવન સિનેમા, નવા વિષયો, ટેક્નોલોજી અને નવી પેઢીના કલાકારોના આગમન સાથે ગુજરાતી સિનેમાને એક નવી દિશા મળી રહી છે. હવે ફિલ્મ્સની સાથે વેબ સિરીઝ જેવા નવા માધ્યમો પર પણ ગુજરાતી સર્જકો પોતાનું પ્રભુત્વ જમાવી રહ્યા છે.
“કર્માંત” જેવી વેબસિરીઝ એ જ પ્રગતિનો સાક્ષી પુરવાર થશે અને ઓડિયન્સને ગુજરાતી એન્ટરટેઇનમેન્ટમાં એક નવો અનુભવ આપશે.