વકફ સુધારા બિલ પર સ્ટે મુકવા સુપ્રીમનો ઈનકાર

બોર્ડના સભ્ય બનવા પાંચ વર્ષ સુધી ઈસ્લામ ફોલો કરવું જરૂરી નહીં
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે વક્ફ (સંશોધન) અધિનિયમ ૨૦૨૫ના કાયદેસરતાને પડકારતી અરજીઓ પર ચુકાદો આપતા કાયદાની કેટલીક જોગવાઈઓ પર પ્રતિબંધ લગાવ્યો છે, કોર્ટે અત્યારે તે જોગવાઈ પર પ્રતિબંધ લગાવ્યો છે, જેમાં વક્ફ બોર્ડના સભ્ય બનવા માટે ઓછામાં ઓછા ૫ વર્ષ સુધી ઇસ્લામનું પાલન કરવાની શરત રાખવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે આ સંબંધમાં યોગ્ય નિયમ બનાવવા સુધી આ જોગવાઈ લાગૂ થશે નહીં.
સુપ્રીમ કોર્ટે સોમવાર (૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫) ના કહ્યું કે કલેક્ટર વક્ફ જમીન વિવાદનું સમાધાન ન કરી શકે, આવા મામલા ટ્રિબ્યૂનલમાં જવા જોઈએ. કોર્ટે વક્ફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોની સંખ્યા પણ સીમિત કરવાનું કહ્યું છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય વક્ફ બોર્ડ અને કેન્દ્રીય વક્ફ પરિષદમાં બિન-મુસ્લિમોની સંખ્યા ત્રણથી વધુ ન હોઈ શકે. અમે દરેક કલમ સામેના પ્રથમ દૃષ્ટિએ પડકારનો વિચાર કર્યો છે અને જાણવા મળ્યું છે કે સમગ્ર કાયદાને રોકવા માટે કોઈ કેસ બનાવવામાં આવ્યો નથી.
વક્ફ બોર્ડની રચના પર ટિપ્પણી કરતા કોહ્યું કે બોર્ડમાં વધુમાં વધુ ત્રણ સભ્યો બિન-મુસ્લિમ હોઈ શકે છે, એટલે કે ૧૧માંથી બહુમત મુસ્લિમ સમુદાયમાંથી હોવો જોઈએ. સાથે જ્યાં સુધી સંભવ હોય બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી પણ મુસ્લિમ હોવા જોઈએ. કોર્ટે સ્પષ્ટ કર્યું કે તેમનો આ આદેશ વક્ફ એક્ટની કાયદેસરતા પર અંતિમ અભિપ્રાય નથી
અને સંપત્તિના રજીસ્ટ્રેશન સંબંધિત જોગવાઈમાં કોઈ ભૂલ નથી. મુખ્ય વાંધો કલમ ૩(િ), ૩(ષ્ઠ), ૩(ઙ્ઘ), ૭ અને ૮ સહિતની કેટલીક કલમો પર હતો. આમાંથી, કોર્ટે કલમ ૩(િ) ની જોગવાઈ પર રોક લગાવી દીધી હતી, જેમાં વકફ બોર્ડના સભ્ય બનવા માટે પાંચ વર્ષ સુધી ઇસ્લામનું પાલન કરવાની શરત રાખવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી સરકાર આ અંગે સ્પષ્ટ નિયમ ન બનાવે ત્યાં સુધી આ જોગવાઈ લાગુ કરવામાં આવશે નહીં, અન્યથા તે મનસ્વી સાબિત થઈ શકે છે.
કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે કલેક્ટર અથવા એક્ઝીક્યુટીવને મિલકતના અધિકારો નક્કી કરવાની મંજૂરી આપવી એ સત્તાના વિભાજનની વિરુદ્ધ છે. કોર્ટે નિર્દેશ આપ્યો કે જ્યાં સુધી કલમ ૩(ષ્ઠ) હેઠળ વકફ મિલકતની માલિકી અંગે અંતિમ નિર્ણય વકફ ટ્રિબ્યુનલ અને હાઇકોર્ટ દ્વારા લેવામાં ન આવે ત્યાં સુધી, ન તો વકફ મિલકતમાંથી ખાલી કરવામાં આવશે કે ન તો મહેસૂલ રેકોર્ડ સાથે ચેડા કરવામાં આવશે. ઉપરાંત, આ સમય દરમિયાન, કોઈ તૃતીય પક્ષ અધિકારો બનાવવામાં આવશે નહીં.