રાજકોટ- ભાવનગર હાઈવે પર ખાડાથી વાહનચાલકો ત્રાહિમામ

પ્રતિકાત્મક
વરસાદ બંધ થયા બાદ પણ રોડની રીપેરીંગની કામ કરવામાં ન આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
(એજન્સી)રાજકોટ, રાજકોટના આટકોટ નજીક આવેલ રાજકોટ ભાવનગર હાઈવે નહિ પણ કમ્મરતોડ અને વાહન અકસ્માતને ખુલ્લુ આમંત્રણ આપતો રસ્તો જણાઈ રહ્યો છે ત્યારે તંત્ર અહીંયા કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોઈ તેવું જણાઈ આવે છે કેમકે વરસાદ બંધ થયા બાદ પણ રોડની રીપેરીંગની કામ કરવામાં ન આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
રાજકોટમાં આટકોટ નજીક આવેલ રાજકોટ ભાવનગર હાઈવે છેલ્લા ઘણા સમયથી અતિ ખરાબ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. આ રોડ પર એટલા ખાડાઓ છે કે જાણે આ રસ્તો કોઈ વિદેશી દુનિયામાં હોય અને જવાબદાર તંત્રને દેખાતો જણાતો કે નજરમાં ન આવતું હોય તેવું પણ સ્થાનિકોએ જણાવ્યું છે કારણ કે અહીંયા રસ્તાની હાલત એટલી ખરાબ છે કે આ રસ્તા પર વાહનો વારંવાર ખરાબ થઈ રહ્યા છે.
વાહનોમાં નુકસાન થઈ રહ્યું છે ઉપરાંત લોકોને પસાર થવામાં ખૂબ સમસ્યા અને મુશ્કેલીઓ વધી રહી હોવાનું પણ સામે આવ્યું છે.આ રસ્તાની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી રસ્તો જાણે તંત્રના વિસ્તારમાં ન આવતો હોય અથવા તો કોઈ વિદેશી દુનિયામાં હોય તેમ તંત્રની આ રસ્તા પર કોઈ નજર પડતી નથી અને લોકોની ફરિયાદોને ધ્યાને લેવામાં આવતી નથી.
ત્યારે રાહદારીઓના જણાવ્યા પ્રમાણે આ રસ્તો છેલ્લા ઘણા સમયથી ખરાબ બિસ્માર હાલતમાં છે. જેના કારણે હોસ્પિટલની સુવિધા લેવા માટે પણ ઘણી વખત દર્દીઓની હાલત હોસ્પિટલ પહોંચે તે પહેલા ખરાબ બની રહી છે.
જેને કારણે આગામી દિવસોની અંદર જો તંત્ર સમસ્યાનું નિરાકરણ કે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો મોટી દુર્ઘટના થશે તે પણ વાસ્તવિક વસ્તુ તારણ થાય છે ત્યારે જોવાનું એ રહ્યું કે જવાબદાર તંત્ર પોતાની જવાબદારી માર્ગ અને મકાન તેમજ સુરક્ષા વિભાગ એક્શન લે છે તે તો આવતા સમયની અંદર જ ખ્યાલ આવશે.