Western Times News

Gujarati News

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં PMના ૭૫ માં જન્મદિવસ પર 75 હજાર બ્લડ યુનિટ એકત્ર થાય તેવો અંદાજ

૭૫થી વધુ દેશમાં ૭૫૦૦થી વધુ કેમ્પ એકસાથે યોજાશે, તમામ કેમ્પનું પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે

અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા આ આયોજન કરાશે. અખિલ ભારતીય તેરાપંથના ૬૨ વર્ષ પૂર્ણ થતાં અને ૬૨માં વર્ષમાં પ્રવેશ અને એ જ દિવસે પ્રધાનમંત્રીનો જન્મ દિવસનો સમન્વય જેની ભવ્ય ઉજવણી કરાશે. કાર્યક્રમમમાં ૫૦ થી વધુ સંસ્થાઓ જોડાશે.

૨૦૨૦ કોરોના સમયે ૩ હજારથી વધુ પ્લાઝમા એકત્ર કરવામાં એશિયા અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ નોંધાવ્યો છે.

Photo : J P Nadda met the Akhil Bhartiya Terapanth Yuvak Parishad team today & had discussions about their Mega Blood Donation Drive.

અમદાવાદ, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫માં જન્મદિવસે અમદાવાદના આંગણે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાવાનો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સૌથી મોટો મેગા રક્તદાન કેમ્પ યોજાશે. જેમાં ૧૭ સપ્ટેમ્બરે ૭૫ થી વધુ દેશમાં ૭૫૦૦ થી વધુ કેમ્પ એકસાથે યોજાશે. ૧૭ સપ્ટેમ્બરે ૭૫ થી વધુ દેશમાં ૭૫૦૦ થી વધુ કેમ્પ એકસાથે યોજાશે.

આ વિશે માહિતી આપતા કાર્યક્રમના આયોજક મુકેશ ગુગલીયાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૭૫ માં જન્મદિવસ નિમિત્તે વિશ્વનો સૌથી મોટો રક્તદાન કેમ્પ યોજાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેઘા બ્લડ ડોનેશન ડ્રાઈવ રક્તદાન અમૃત મહોત્સવ ૨.૦ નું આયોજન કરાયું છે.

Akhil Bharatiya Terapanth Yuvak Parishad is organizing 7,500 blood donation camps across 75 countries on 17th September.

તો અન્ય આયોજક રાજેશ સુરાણાએ કહ્યું કે, પીએમ મોદીના જન્મદિવસે ૧૭ સપ્ટેમ્બરે ૭૫ થી વધુ દેશમાં ૭૫૦૦ થી વધુ કેમ્પ એકસાથે યોજાશે. તમામ કેમ્પનું પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર કેમ્પમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રી હાજર રહેશે. આ દિવસે ૩ લાખ યુનિટ કલેક્ટ થાય તેવો લક્ષ્યાંક છે.
૭૫ દેશોમાં બ્લડ ડોનેશન કાર્યક્રમ, ૭૫૦૦ થી વધુ કેમ્પ, ૭૫ હજાર યુવાનો, ૪ હજાર બ્લડ બેંક, ૫ હજાર ડોક્ટર, ૨૫૦૦ ટેÂક્નશિયન, ૧ લાખ સ્વયંસેવક, ૩ લાખ રક્તદાતા જોડાશે,૭૫ દેશોમાં યોજાશે કેમ્પ.

આ મેગા રક્તદામ કેમ્પ ૭૫ દેશોમાં યોજાશે. જેમાં નેપાળ, શ્રીલંકા, દુબઈ, ઓસ્ટ્રેલિયા, યુકે સહિતના દેશમાં કેમ્પ યોજાશે. કેમ્પમાં ભાગ લેવા લોકોએ https://amd.abtypmbdf.org/mbdd/register પર નોંધણી કરવાની રહેશે. કેમ્પ યોજનાર સંસ્થા ૨૦૧૪ માં સૌથી મોટા રક્તદાન માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી ચૂકી છે. ૨૦૨૦ કોરોના સમયે ૩ હજારથી વધુ પ્લાઝમા એકત્ર કરવામાં એશિયા અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ નોંધાવ્યો છે.

૨૦૨૨માં બ્રિટિશ સંસદ ખાતે ૬૧૪૯ બ્લડ કેમ્પ કરી એક દિવસમાં ૨.૫ લાખ યુનિટ બ્લડ એકત્ર કરી ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેમજ છેલ્લા ૧૦ વર્ષમાં સંસ્થાએ ૧૦ લાખથી વધુ યુનિટ બ્લડ એકત્ર કર્યું છે. આ ઉપરાંત લોકોમાં જાગૃતિ આવે માટે તે માટે ૧૪ સપ્ટેમ્બરે સાયકલોથોન, મેરેથોન અને વોકાથોનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કાર્યક્રમમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન, ગુજરાત યુનિવર્સિટી, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ભારતીય જનતા યુવા મોરચા સહિત વિવિધ સંસ્થા જોડાશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રધાનમંત્રીના ૭૫ માં જન્મદિવસ પર ઓછામાં ઓછી ૭૫ હજાર બ્લડ યુનિટ એકત્ર થાય તેવો અંદાજ છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧ નંબર ગેટ પરથી જનરલ એન્ટ્રી. ૨ અને ૩ પરથી કાર અને વાહન જઇ શકશે અને ૪ નંબર ગેટ પરથી વીવીઆઈપી એન્ટ્રી રહેશે

સ્ટેડિયમ ખાતે એએમસી અને હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ સહિતની પણ વ્યવસ્થા રહેશે.

મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે માં આમંત્રણ વગર લોકો એકત્ર થાય તેના કરતાં વધુ લોકો બ્લડ કેમ્પમાં આવે તેવો આયોજકોનો લોકોને આગ્રહ કેમ્પમાં એકત્ર કરેલ બ્લડ જરૂરતમંદ ને પહોંચાડવામાં અને મદદ કરવામાં આવશે

તો બીજી તરફ, સુરત પશ્ચિમ વિધાનસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરની ઉજવણી ડિસ્કાઉન્ટ દિવસ તરીકે કરાશે. આ વિશે માહિતી આપતા સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, સુરતમાં પીએમ મોદીના જન્મ દિવસની ઉજવણી ડિસ્કાઉન્ટ દિવસ તરીકે કરવામાં આવશે. છેલ્લા ૫ વર્ષથી આ પ્રકારની ડિસ્કાઉન્ટ ઓફર એક દિવસ માટે અપાય છે.

જેમાં હોસ્પિટલ, ઇલેક્ટ્રીક શોપ, મોબાઈલ શોપ, શાકભાજી માર્કેટ, રીક્ષા ભાડું, કરીયાણા શોપ, ફરસાણ શોપ, રેસ્ટોરન્ટ, જ્યુસ શોપ, હેર કટિંગની દુકાનોમાં ૫થી લઈને ૧૦૦ ટકા ડિસ્કાઉન્ટ લોકોને મળશે. આ ઉપરાંત સુરતની કેટલીક હોસ્પિટલોમાં બાળકીનો જન્મ થાય તો પ્રસુતિ ચાર્જ માફ કરવામાં આવશે.

આ સાથે જ વય વંદના કાર્ડનો લાભ મેળવેલા ૩૦૦૦ લાભાર્થી અંબાજીમાં શ્રી યંત્રની પૂજા કરશે. અંબાજીથી વડનગરની મુલાકાત વડિલોને આપવામાં આવશે. વડનગરમા હાડકેશ્વર મહાદેવ મંદિરે યોજાનારા યજ્ઞમાં ભાગ લેશે. ત્યારબાદ આ તમામ વડીલો પરત સુરત આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.