SBIમાં મ્યુલ એકાઉન્ટની માહિતી મળી અને સાયબર ગેંગ પકડાઈ

સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ભાડે લેનાર ગેંગના સભ્યોને ઝડપતી નડિયાદ સાયબર ક્રાઈમ પોલીસ
(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી સાહેબ અમદાવાદ વિભાગ અમદાવાદનાઓની સૂચના તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ ખેડા નડીઆદની સુચના અને માર્ગદશન તેમજ નાયબ પોલીસ અધિક્ષક વી.આર.વાજપાઇ નડીઆદ વિભાગ નડીઆદ નાઓના સીધા સુપરવિઝન
અને માર્ગદર્શન હેઠળ ખેડા જીલ્લાના નાગરીકો સાથે થતા સાબયર ફ્રોડના ગુન્હાઓ બનતા અટકાવવા સારૂ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નડીઆદના પીઆઈ વી.ડી.મંડોરા નાઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ. જેના ભાગે રૂપે મહેમદાવાદ ખાત્રજ ચોકડી પાસે આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયામાં એક મ્યુલ એકાઉન્ટની માહિતી મળી આવેલ હતી.
જે બેન્ક ખાતાની તપાસ કરતા તેમાં ભારતના અલગ અલગ રાજયોમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો પાસેથી ગુનાહિત કાવતરાના ભાગે રૂપે છેતરપીંડી કરી કોઇપણ રીતે સાયબર ફ્રોડના નાણાં ઓનલાઇન કુલ ઇજ.૧૩,૫૬,૦૪,૮૯૩/- જમા કરી-કરાવડાવી આગળ તેમના મળતીયા બેન્ક ખાતાઓમાં ઓનલાઇન ટ્રાન્સફર કરી મોકલી આપેલાની હકીકત મળી આવેલ હતી.
જેથી સાયબર ક્રાઇમ પો.સ્ટે નડીઆદના ગુ.ર.ન ૧૧૨૦૪૦૬૯૨૫૦૦૦૩/૨૦૨૫ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ની કલમ ૧૧૧ (૨ )(બી), ૬૧ (૨), ૩૩૬ (૩ ),૩૩૮,૩૪૦(૨),૩૧૮(૪) તથા આઇ.ટી એક્ટ ૨૦૦૦ની કલમ ૬૬(સી), ૬૬(ડી).૭૧,૭૪ મુજબ શ્રી સરકાર તરફે ગુન્હો નોંધી તપાસ કરતા આ વાંધાજનક SBI ખાત્રજ બ્રાન્ચ એક્ટીવ સંડોવાયેલ વ્યક્તિઓ તપાસ કરતા UDYAM REGISTRATION CERTIFICATE સ્થાનિક તથા સુરતના રહીશોની સંડોવણી મળી આવતા
જે બાબતે ઉડાણપુર્વક તપાસ કરતા આરોપીઓએ ગુનાહિત કાવતરાના ભાગરૂપે જાણીજોઇને ગેરકાયદેસર હેતુથી છેતરપીડી કરવાના ઇરાદે ,ખોટી બનાવટી ભાગીદાર પેઢી ઉભી કરી, તેમા ખોટા નામની પેઢીની ઓળખ ધારણ કરી, તેમજ ભૌતિક હકીકતને ખોટી રીતે મેળવી, આ સર્ટીફિકેટનો ખરા તરીકે ઉપયોગ કરી બેન્કમાં જમા કરાવી, બનાવટી ભાગીદારી પેઢીના નામે બોગસ બેન્ક એકાઉન્ટ ખોલાવતા હતા.
સાયબર ફોડમાં લોકોના ગયેલ રૂપીયાની આપ-લે કરાવવા સારુ આ બેન્ક ખાતુ ઓપન કરાવી, ઇન્ટરનેટ બેન્કીંગ શરૂ કરાવી, સદર બેન્ક ખાતું ખોલાવ્યા બાદ તેનું ઓનલાઇન બેન્કીંગ એક્સેસ અન્ય વ્યક્તિઓને આગળ આપી, કમીશન પેટે મોટી રકમ કેશથી મેળવતા હતા. જે સંબધે પાંચ આરોપીઓ શોધી કાઢી અટક કરી પોલીસ કસ્ટડી રીમાન્ડ હેઠળ રાખવામાં આવેલ છે.
જે ગુન્હાની આગળની તપાસ પીઆઈ વી.ડી.મંડોરા સાયબર ક્રાઇમ પો.સ્ટે નડીઆદનાઓ ચલાવી રહેલ છે. પકડાયેલ આરોપીઓઃ-આરોપી (૧) ગિરિશભાઇ બાલુભાઇ ચૌહાણ રહે ગામ સુંઢા વણસોલ બારૈયાવાળુ ફળિયુ તા.મહેમદાવાદ જી ખેડા
(૨)પિયુષભાઇ ભગુભાઇ પટેલ રહે ગામ અકલાચા મંદીરવાળુ ફળીયુ અકલાચા તા. મહેમદાવાદ જી ખેડા (૩)નિતેષભાઇ અજીતભાઇ ચૌહાણ રહે ગામ સુંઢા વણસોલ નવાઘરા ફળીયુ તા.મહેમદાવાદ જીખેડા
(૪)જીગ્નેશ વલ્લભભાઇ મારકણા (પટેલ) રહે ૨૬૦ વિજયનગર સોસાયટી-૨ યોગીચોક પુણા ગામ સુરત શહેર (૫)ધવલ શંકરલાલ સાધુ ઉવ-૩૪ રહે સુમનકાવ્યા સી-૪૦૨ રાહુલ રાજ મોલની પાછળ પીપલોદ વિસ્તાર સુરત નાઓને ગુન્હાના કામે અટક કરવામાં આવેલ છે.