ચીન સાથે વાટાઘાટોથી ટ્રમ્પ ખુશ, યુએસમાં ફરી ટીકટોક શરૂ થવાના સંકેત આપ્યા

વોશિંગ્ટન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એક સમયે આંખના કણાની જેમ ખૂંચી રહેલા ચીન માટે સદભાવ વધી રહ્યો છે. મેડ્રિડ ખાતે ચીન સાથે ટ્રેડ વાટાઘાટો સકારાત્મક દિશામાં આગળ વધી રહી હોવાનું જણાવતા ટ્રમ્પે યુએસમાં ફરી વાર ટીકટોક શરૂ થવાના સંકેત આપ્યા છે.
શુક્રવારે ચીનના પ્રમુખ શી જિનપિંગ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સીધી વાતચીત થવાની છે, જેમાં ટ્રેડ ડીલ અંગે મહત્ત્વની જાહેરાત થઈ શકે છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, યુરોપમાં યુએસ અને ચીન વચ્ચે મોટી ટ્રેડ મીટિંગ ખૂબ સરસ રહી છે.
અમેરિકાના યુવાનો ચીનની જે ચોક્કસ કંપનીને સેવ કરવા માગી રહ્યા છે તે બાબતે પણ ડીલ થઈ છે. શુક્રવારે જિનપિંગ સાથે સીધી વાત થવાની છે. ટ્રમ્પની આ ટિપ્પણી ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટીકટોક સંદર્ભે હોવાનું મનાય છે.
આ બેઠકમાં યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટ અને ચીનના નાયબ પ્રમુખ હે લિફેંગ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રમ્પે જી૭ અને નાટો રાષ્ટ્રોને રશિયા પાસેથી ક્‰ડ આયાત કરતા દેશો પર ટેરિફ ઝીંકવા હાકલ કરી છે. અમેરિકાના આ પગલાને ચીને એક તરફી જોહુકમી ગણાવ્યું છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિઆને કહ્યું હતું કે, અમેરિકાનું પગલું આર્થિક ધમકી છે. તેનાથી આંતરરાષ્ટ્રીય ટ્રેડ રુલ્સનો ભંગ થઈ રહ્યો છે. ચીનના હિતો અને અધિકારોને કોઈ નુકસાન થાય તો વળતા પગલાં લેવાની ચીમકી પણ લિને આપી હતી. ભારત પર ૫૦ ટકા ટેરિફ ઝીંક્યા પછી પણ અમેરિકાએ વાટાઘાટોનો માર્ગ ખુલ્લો રાખ્યો છે.
મંગળવારે બંને દેશ વચ્ચે નવેસરથી વાટાઘાટો શરૂ થવાની છે અને તેના માટે યુએસના ચીફ નેગોશિએટર ભારત આવી રહ્યા છે. યુએસ ટ્રેડ પ્રતિનિધિ બ્રેન્ડન લિંચ દ્વિપક્ષી વ્યાપાર કરાર પર ચર્ચા માટે ભારત આવી રહ્યા છે. ભારત તરફથી વાણિજ્ય મંત્રાલયના સ્પેશિયલ સેક્રેટરી રાજેશ અગ્રવાલ ચીફ નેગોશિએટર તરીકે ભૂમિકા ભજવશે.SS1MS