હાઇકોર્ટને વધુ એક વાર ધમકીભર્યો ઇ-મેઇલ મળતા ખળભળાટ મચ્યો

અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટને ફરી એક વાર ધમકીભર્યાે ઇ-મેઇલ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સોમવારે વહેલી સવારે રજિસ્ટ્રારને ધમકીભર્યાે ઇ-મેઇલ મળ્યો હતો. જેમાં નવ આરડીએક્સ બોમ્બ પ્લાન્ટ કર્યા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. ત્રણ ચાર કલાક બાદ આ મામલે સોલા પોલીસને જાણ કરાતા પોલીસે બીડીડીએસ અને ડોગ સ્ક્વોડ સાથે સમગ્ર હાઇકોર્ટમાં સર્ચ કર્યું હતું.
અનેક કલાકો સુધી ચાલેલા સર્ચ બાદ કંઇ વાંધાજનક વસ્તુ ન મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે ત્રણ માસમાં ચોથી વાર આ પ્રકારનો ઇ-મેઇલ આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રારને વહેલી સવારે સાત વાગ્યા બાદ એક ધમકીભર્યાે ઇ-મેઇલ મળ્યો હતો. જેમાં કોર્ટ પરિસરમાં ૯ આરડીએક્સ બોમ્બ પ્લાન્ટ કર્યાે હોવાની ધમકી આપવામાં આવી હતી.
સાથે જ પાકિસ્તાન, આઇએસઆઇ-તમિલનાડુ ડીએમકે જીંદાબાદ તેવા સૂત્રો લખ્યા હતા. બીજીબાજુ આ ઇ-મેઇલમાં તમિલનાડુ ડીએમકે સરકાર ૨૦૨૧માં તમિલનાડુમાં મીડિયાને ઉથલાવી પાડવા માગતી હોવાના વિષયને લગતી કેટલીક માહિતી લખવામાં આવી છે. આ પ્રકારના ઇ-મેઇલને લઇને પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવતા સોલા પોલીસની ટીમો તાત્કાલિક પહોંચી હતી.
સોલા પોલીસે બીડીડીએસ અને ડોગ સ્ક્વોડની ટીમોને બોલાવીને ચાલુ કામગીરી દરમિયાન જ સમગ્ર હાઇકોર્ટમાં તપાસ કરી હતી. જોકે અનેક કલાકોના સર્ચ દરમિયાન કંઇ વાંધાજનક ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. આ મામલે સોલા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ હાથ ધરી છે.SS1MS