Western Times News

Gujarati News

દિવાળી આસપાસ વિક્કી-કેટના ઘરે કિલકારી ગુંજશે

મુંબઈ, બોલિવૂડના સૌથી પોપ્યુલર કપલના ઘરે ટૂંક સમયમાં પારણું બંધાવાનું છે. એક્ટ્રેસ કેટરિના કૈફ અને એક્ટર વિક્કી કૌશલ ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં તેમના પહેલા બાળકને વેલકમ કરવા જઈ રહ્યાં હોવાની કપલની નજીકનાં સૂત્રોએ પુષ્ટિ કરી છે. બાળકના જન્મ બાદ માતૃત્વનો આનંદ માણવા કેટરિના લાંબી રજા પર જવાની હોવાનું ચર્ચા રહ્યું છે.

કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન બાદથી જ કેટરિનાની પ્રેગ્નન્સીના સમાચારો ચર્ચામાં રહે છે. અગાઉ અનેક વખત એક્ટ્રેસ પ્રેગ્નન્ટ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. થોડા સમય પહેલાં કેટ અને વિક્કી લાંબા સમય બાદ સાથે દેખાયાં હતાં.

મુંબઈ નજીક આવેલા અલીબાગ ખાતે વેકેશન માણવા માટે જઈ રહ્યાં હતાં એ સમયે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, જેમાં એક્ટ્રેસે પહેરેલાં ઢીલાં કપડાં અને વિક્કીને કેટરિનાની સંભાળ રાખતો જોઈને ફેન્સમાં પ્રેગ્નન્સીની અટકળો વહેતી થઈ હતી.જોકે અહેવાલો મુજબ કપલની નજીકનાં સૂત્રોએ કેટરિનાની પ્રેગ્નન્સીના સમાચારની પુષ્ટિ આપી છે.

એક અહેવાલ મુજબ, ‘કપલની નજીકનાં સૂત્રોએ પુષ્ટિ આપી છે કે વિક્કી અને કેટરિના ઓક્ટોબર કે નવેમ્બરમાં પહેલી વખત માતા-પિતા બનશે, પરંતુ તેમણે આ અંગે હજુ સુધી મગનું નામ મરી પાડ્યું નથી.સૂત્રોને ટાંકીને એમ પણ લખ્યું છે કે ‘બાળકના જન્મ પછી કેટરિના લાંબી મેટરનિટી લીવ પર જવાની છે, તે તેના બાળકનો જાતે ઉછેર કરવા માગે છે.’

નોંધનીય છે કે થોડા મહિના પહેલાં એક રેડિટ પોસ્ટ વાઇરલ થઈ હતી. આ પોસ્ટમાં વિક્કી અને કેટરિનાનો ફોટો અને બાળકનાં પગલાંનો ગ્રાફિક ફોટો જોવા મળ્યો હતો, જેની કેપ્શનમાં લખ્યું હતું કે ‘૨૦૨૫માં અમે ત્રણ વ્યક્તિનો પરિવાર બનીશું.’ પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે બાળકનો જન્મ ઓક્ટોબર કે નવેમ્બર ૨૦૨૫માં થશે.

નોંધનીય છે કે ૩ વર્ષ પહેલાં સોશિયલ મીડિયામાં કેટરિના કૈફનો મુંબઈ એરપોર્ટનો એક વીડિયો વાઇરલ થયો હતો. કેટરિના એરપોર્ટથી પોતાની કારમાં બેસવા જતી હતી એ દરમિયાન ફોટોગ્રાફર્સે તેના ફોટો-વીડિયો લીધા હતા. આ વીડિયો વાઇરલ થતાં ચાહકો ચર્ચા કરવા લાગ્યા કે એક્ટ્રેસ પ્રેગ્નન્ટ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.