‘સની સંસ્કારી કી તુલસી કુમારી’નું ટ્રેલર રિલીઝ

મુંબઈ, કરણ જોહર ફરી એકવાર ફેમિલી ઓડિયન્સ માટે એક નવી મનોરંજક ફિલ્મ લઈને આવ્યો છે. તેની નવી ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ ટૂંક સમયમાં આવી રહી છે જેમાં વરુણ ધવન, જાહ્નવી કપૂર, રોહિત સરાફ અને સાન્યા મલ્હાત્રા જેવા કલાકારો છે.
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે.વરુણ-જાહ્નવીની નવી ફિલ્મનું ટ્રેલર કેવું છે? ‘સની સંસ્કાર કી તુલસી કુમારી’નું ટ્રેલર એક સામાન્ય પારિવારિક મનોરંજક ફિલ્મ જેવું લાગે છે. જેમાં રોમાંસની સાથે કોમેડીનો પણ સમાવેશ થાય છે.
ફિલ્મની સ્ટોરી સાથે જોડાયેલા કેટલાક સંકેતો પણ તેમાં જોવા મળ્યા હતા. વરુણ ધવનનું પાત્ર સાન્યા મલ્હાત્રાને પ્રેમ કરે છે, પરંતુ તે રોહિત સરાફ સાથે લગ્ન કરશે, જે ખરેખર જાહ્નવી કપૂરના પાત્રનો એક્સ બોયફ્રેન્ડ છે.
વરુણ અને જાહ્નવી બંને તેના પ્રેમીના લગ્નથી નારાજ છે.નવો વળાંક ત્યારે આવે છે જ્યારે વરુણ જાહ્નવીને કહે છે કે તેની એક્સ અને જાહ્નવીનો એક્સ લગ્ન કરી રહ્યા છે.
બંને પોતાના તૂટેલા દિલ સાથે નજીક આવે છે અને સાથે મળીને પોતાના જૂના પ્રેમને પાછો મેળવવાનો પ્લાન બનાવે છે. તેઓ પોતાના દેખાવ બદલી નાખે છે અને એકબીજાના બોયફ્રેડ-ગર્લફ્રેન્ડ હોવાનો ડોળ કરવાનું શરૂ કરે છે.
અહીંથી સ્ટોરીમાં હળવી કોમેડી, રોમાંસ અને ઈમોશન ટ્રેક આવે છે. બંને સાથે મળીને સોશિયલ મીડિયા પર રોમેન્ટિક રીલ્સ બનાવે છે, ફરવા જાય છે અને એકબીજાને પ્રેમ કરે છે તેવું નાટક કરે છે.
મનીષ પોલની વેડિંગ પ્લાનર તરીકે એન્ટ્રી થાય છે અને ફિલ્મમાં કોમેડી પણ ભરપૂર લાગી રહી છે.‘પ્યાર તો હોના હી થા’ની કોપી! ટ્રેલરમાં કોમેડી, રોમાંસ અને કન્ફયુઝનનો સમાવેશ થાય છે. ટ્રેલરમાં અન્ય બોલિવૂડ ફિલ્મોના ઘણા સંદર્ભાે પણ સામેલ છે, જેમાં વરુણ તેના પિતા ડેવિડ ધવનની ફિલ્મ રાજા બાબુનો ઉપયોગ કરીને એક ચોક્કસ સીનમાં એક ફની રોમેન્ટિક બોલી રહ્યો છે.
ઉપરાંત ફેન્સનું ધ્યાન ચોક્કસ કાજોલ અને અજય દેવગણની ફિલ્મ ‘પ્યાર તો હોના હી થા’ સાથે પણ મેચ થાય છે, જે ફ્રેન્ચ ફિલ્મ ‘કિસ’ની રિમેક છે.SS1MS