Western Times News

Gujarati News

iValue ઇન્ફોસોલ્યુશન્સનો IPO ગુરુવાર, 18 સપ્ટેમ્બર, 2025ના રોજ ખૂલશે

અમદાવાદ, આઇવેલ્યુ ઇન્ફોસોલ્યુશન્સ લિમિટેડ પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સ નો આઈપીઓ ગુરુવાર, 18 સપ્ટેમ્બર, 2025ના રોજ ખોલવાની દરખાસ્ત કરે છે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે બુધવાર, 17 સપ્ટેમ્બર, 2025 છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ સોમવાર, 22 સપ્ટેમ્બર, 2025 છે.

ઓફરનો પ્રાઇઝ બેન્ડ પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર માટે રૂ. 284થી રૂ. 299 નક્કીકરવામાં આવ્યો છે. પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના લઘુતમ 50 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 50 ઇક્વિટી શેર્સના ગુણાંક માટે બિડ્સ કરી શકાય છે.

iValue Infosolutions Limited: Initial public offering to open on Thursday, September 18, 2025

આઈપીઓમાં વેચાણકર્તા શેરધારકો દ્વારા 1,87,38,958 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. તેમાં સુનીલ કુમાર પિલ્લઇ દ્વારા 7,62,115 સુધીના ઇક્વિટી શેર્સ, કૃષ્ણા રાજ શર્મા દ્વારા 11,64,645 સુધીના ઇક્વિટી શેર્સ, શ્રીનિવાસન શ્રીરામ દ્વારા 9,21,048 સુધીના ઇક્વિટી શેર્સ (સંયુક્તપણે “Promoter Selling Shareholders”), હિલ્દા સુનીલ પિલ્લાઇ દ્વારા 1,10,12,539 સુધીના ઇક્વિટી શેર્સ (the “Promoter Group Selling Shareholder”), સુંદરા (મોરિશિયસ) લિમિટેડ દ્વારા 1,10,12,539 સુધીના ઇક્વિટી શેર્સ (the “Investor Selling Shareholder”) અને વેંકટેશ આર દ્વારા 6,32,196 સુધીના ઇક્વિટી શેર્સ, સુબોધ અંચન દ્વારા 5,92,726 સુધીના ઇક્વિટી સેર્સ, રોય અબ્રાહમ યોહન્નાન દ્વારા 4,77,949 સુધઈના ઇક્વિટી શેર્સ, બ્રિજેશ શ્રીવાસ્તવ દ્વારા 4,57,159 સુધીના ઇક્વિટી શેર્સ, એલ નાગભુષણ રેડ્ડી દ્વારા 4,49,915 સુધીના ઇક્વિટી શેર્સ, રણ વિજય પ્રતાપ સિંહ દ્વારા 4,49,916 સુધીના ઇક્વિટી શેર્સ, રવિન્દ્ર કુમાર શંખલા દ્વારા 3,77,099 સુધીના ઇક્વિટી શેર્સ અને વેંકટ નાગ સ્વરૂપ મુવ્વલા દ્વારા 4,41,415 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે (collectively “Individual Selling Shareholders”).

આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચવા સાથે એસસીઆરઆરના નિયમ 19(2) (બી)ના સંદર્ભે અને સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6 (1) ના સંદર્ભે બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે જેમાં ઓફરના કમસે કમ 50 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs” and such portion, the “QIB Portion”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે અમારી કંપની સેબી આઈસીડીઆર નિયમનો મુજબ બુક રનિંગ લીડ મેનેજર્સ સાથેની ચર્ચા બાદ ક્યુઆઈબી હિસ્સાનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (“Anchor Investor Portion”)ને ફાળવી શકે છે,

જે પૈકી એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ તરફથી ઇક્વિટી શેર્સની જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવણી કરવામાં આવી હોય (“Anchor Investor Allocation Price”) તે અથવા તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબ્સ્ક્રીપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી પોર્શનમાં નેટ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.

આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલ માન્ય બિડ્સને આધીન રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે.

આ ઉપરાંત, ઓફરના લઘુતમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને ઓફરના લઘુતમ 35 ટકા સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સને આધીન રહેશે.

નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનનો એક તૃત્યાંશ હિસ્સો રૂ. 0.20 મિલિયનથી વધુ અને રૂ. 1.00 મિલિયન સુધીની બિડ સાઇઝ ધરાવતા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવણી માટે અને નોન ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનનો બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 1.00 મિલિયનથી વધુની બિડ સાઇઝ ધરાવતા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનની આ બંને સબ-કેટેગરીઝ પૈકી ગમે તેને સેબી આઈસીડીઆર નિયમનોના અનુસંધાનમાં નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનની અન્ય સબ કેટેગરીઝમાં રહેલા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવવામાં આવી શકે છે, એ શરતે કે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય.

તમામ સંભવિત બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) તેમના સંભવિત ASBA ખાતા અને યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડીની વિગતો પૂરી પાડીને બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા સમર્થિત એપ્લિકેશન દ્વારા ઓફરમાં ભાગ લેવાનો રહહેશે જેના અનુસંધાનમાં સંબંધિત બિડની રકમ જેટલી રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”)  અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ સ્પોન્સર બેંકો દ્વારા બિડની સંબંધિત રકમની મર્યાદામાં બ્લોક કરવાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા ઓફરમાં ભાગ લેવાની પરવાનગી નથી.

કંપનીના ઇક્વિટી શેર્સને બીએસઈ લિમિટેડ (“BSE“) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (“NSE”) (BSE and NSE together, the “Stock Exchanges”) પર લિસ્ટ કરવાની યોજના છે.

આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીઝ લિમિટેડ અને મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs”) છે.

 Disclaimer: IVALUE INFOSOLUTIONS LIMITED (the “Company”) is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial public offering of its Equity Shares and filed the RHP dated September 13, 2025 (the “RHP”) with the RoC. The RHP is available on the website of SEBI at www.sebi.gov.in, as well as on the websites of the Stock Exchanges i.e. BSE and NSE at www.bseindia.com and www.nseindia.com, respectively, on the website of the Company at www.ivaluegroup.com; and on the websites of the BRLMs, i.e. IIFL Capital Services Limited (formerly known as IIFL Securities Limited) and Motilal Oswal Investment Advisors Limited at www.iiflcap.com and www.motilaloswalgroup.com, respectively. Any potential investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, see ‘Risk Factors’ beginning on page 42 of the RHP. Potential investors should not rely on the DRHP filed with SEBI and the Stock Exchanges, and should instead rely on the RHP, for making any investment decision.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.