Western Times News

Gujarati News

ગુજરાતના 280 બારની ચૂંટણી 19 ડિસેમ્બરના રોજ યોજાશે

ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન જે. જે. પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મિટીંગમાં ગુજરાતના ૨૮૦ બારની ચૂંટણી તા. ૧૯-૧૨-૨૦૨૫ ના રોજ યોજવાનો નિર્ણય

તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલની કચેરીની છે ! જયારે ડાબી બાજુની ઈન્સેન્ટ તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલની છે ! ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલના અધ્યક્ષસ્થાને મળલી જનરલ બોર્ડની સભામાં એવો નિર્ણય લેવાયો છે કે સમગ્ર ગુજરાતના ૨૮૦ વકીલોના બાર એસોસીએશનની ચૂંટણી ફરજીયાત રીતે યોજવામાં આવશે !

જેમાં તા. ૧૫-૧૧-૨૦૨૫ સુધી “વન બાર વન વોટ” હેઠળ બાર એસોસીએશનના સભ્ય બનનાર જે તે બાર એસોસીએશનમાં મતદાન કરી શકશે અને તા. ૨૦-૧૧-૨૦૨૫ સુધીમાં મતદાર યાદીનું લીસ્ટ તૈયાર કરી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને મોકલી આપવાનું રહેશે ! કોઈપણ બાર નિયમ મુજબ સભ્ય બનાવવાની આનાકાની કરે તો તે અંગેની રજૂઆત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને કરી શકશે !

ગુજરાત બાર કાઉન્સિલની મળેલી મિટીંગમાં પાંચ સભ્યોની ઈલેકશન કમિટીની રચના કરાઈ છે ! સુપ્રિમ કોર્ટે સ્પેશીયલ સીવીલ એપ્લીકેશન નં. ૮૧૯/૨૦૨૪ ના હુકમ મુજબ ટેÙઝરરની સીટ બારની ચૂંટણીમાં મહિલા ધારાશાસ્ત્રીઓ માટે અનામત રહેશે ! તેમજ ૩૦ ટકા પ્રતિનિધિત્વ બારની કારોબારીમાં પણ મહિલા વકીલો માટે અનામત રહેશે !

જનરલ મિટીંગમાં ગુજરાત બાર કાઉન્સિલના વાઈસ ચેરમેન શ્રી મુકેશ સી. કામદાર તથા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના શ્રી દિપક કે. પટેલ સહિત ૨૦ જેટલા સભ્યોએ હાજરી આપી હોવાનું જાણવા મળેલ છે ! ગુજરાતના ૨૮૦ વકીલ મંડળોની ચૂંટણી જાહેર થઈ છે !

ત્યારે બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલ ચૂંટણીનો ચક્રવ્યુહ ઘડવા માટે કામે લાગી ગયા છે ! અને યોગ્ય ઉમેદવારો ચૂંટો જેથી વકીલાતની વ્યવસાયિક ગરિમા જળવાય એ એમનો હેતુ છે ! ( તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)

તા. ૧૫-૧૧-૨૦૨૫ સુધીમાં સભ્ય તરીકે જોડાયેલા સભ્ય “વન બાર વન વોટ” હેઠળ મતદાન કરી શકશે અને ઉમેદવારી પણ કરી શકશે !

શ્રેષ્ઠ ઉમેદવાર ચૂંટવાની વકીલ મતદારોની કસોટીનો અવસર એટલે ચૂંટણી ?! ખજાનચી પદ મહિલાઓ માટે અનામત રહેશે ! ૩૦ ટકા કારોબારીમાં મહિલા અનામત રહેશે !!

ડેવીડ બ્રિંકલ નામના વિચારકે કહ્યું છે કે, “સફળ વ્યક્તિ એ છે કે, જે તેની પર બીજા દ્વારા ફેંકવામાં આવેલા ઈંટોના ઉપયોગ કરી પોતાનો પાયો મજબુત કરે”!! મહાન બ્રિટીશ વૈજ્ઞાનિક સર ફ્રાન્સીસ ગાલ્ડન કહે છે કે, “વધુ બહેતર માનવજાત પેદા કરવી એ હવે તાતી જરૂરિયાત બની ગઈ છે, સરેરાશ માણસ રોજીંદા કાર્યાે કરીને આધુનિક સભ્યતાને જ આગળ વધારી રહ્યો છે”!!

માનવી પોતે માનવતાવાદી, ભાવનાત્મક સચ્ચાઈ સાથે જીવનારો અને કર્મશીલ ન હોય તો એ જીવનમાં સફળ થઈ શકતો નથી ! અત્યાર સુધીમાં જે મહાન ન્યાયાધીશો ! વિખ્યાત વકીલો ન્યાયક્ષેત્રે થઈ ગયા માટે આજે “ન્યાયધર્મ” પર માનવજાત ભરોસો અને વિશ્વાસ મુકે છે ! અને વકીલાતનો વ્યવસાય ચાલે છે !

ગુજરાત બાર કાઉન્સિલના ઈન્ચાર્જ સેક્રેટરી સિÂધ્ધબેન ડી. ભાવસારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જનરલ બોર્ડમાં લેવાયેલા વકીલ મંડળોની ચૂંટણી અંગે જાણકારી આપતા કહ્યું છે કે, તા. ૧૯-૧૨-૨૦૨૫ ના રોજ ચૂંટણી યોજાશે ત્યારે વકીલોને ફરી યોગ્ય, કાબેલ અને નિષ્ઠાવાન પ્રતિનિધિ ચૂંટવાની તક મળશે !! આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.