અમદાવાદ ખાતે ‘નમો કે નામ રક્તદાન’ કાર્યક્રમનું આયોજન

અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મંડળ તથા મદદગાર પરિવાર દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી અંતર્ગત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની પૂર્વસંધ્યાએ અમદાવાદ ખાતે ‘નમો કે નામ રક્તદાન‘ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે એક જ દિવસમાં 56 હજારથી વધુ રક્તદાન કરી ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ’માં સ્થાન પ્રાપ્ત કરવા બદલ આયોજકો, ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મંડળો તેમજ બ્લડ બેન્કના સૌ હોદ્દેદારોને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા.