નવરાત્રીમાં પરંપરાગત ગરબાની તૈયારી માટે સોસાયટી- ફલેટોમાં મીટીંગોનો દોર શરૂ

file photo
ખેલૈયાઓમાં ભારે ઉત્સાહઃ વરસાદ વિધ્ન ન નાંખે તેવી પ્રાર્થના કરતા લોકો, ટ્રેડીશનલ ડ્રેસ ખરીદવા બજારોમાં ભીડ
(પ્રતિનિધિ) અમદાવાદ, ભારત એક ઉત્સવપ્રિય દેશ છે અહીંયા તમામ ધર્મના લોકો પોતાના તહેવારો ખૂબજ ઉમંગ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ઉજવે છે થોડા દિવસ પહેલા ગણપતિદાદાનું આગમન થયુ, ગણપતિ વિસર્જન પછી હવે શ્રાધ્ધપક્ષ પૂર્ણ થતા નવલા નોરતાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે યુવાનો-યુવતીઓ સહિત સૌ કોઈ નવ દિવસ ગરબે ઘૂમવા સજ્જ થઈ ગયા છે.
ટ્રેડીશનલ ડ્રેસના બજારમાં ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહયા છે. ખાસ કરીને યુવતીઓ- મહિલાઓ ટ્રેડીશનલ ડ્રેસ ખરીદવા માટે લો ગાર્ડન આવી રહી છે. અહીંયા ખરીદી માટે વિપુલ પ્રમાણમાં તક ઉપલબ્ધ હોય છે
આ સિવાય અમદાવાદમાં અનેક શો રૂમ- દુકનો- મોલ્સમાં ટ્રેડીશનલ ડ્રેસનું વેચાણ જબરજસ્ત શરૂ થઈ ગયું છે. આ વખતની નવરાત્રીમાં વરસાદ વિધી નાંખે તેવી આગાહી હવામાન નિષ્ણાંતો કરી રહયા છે. પરંતુ લોકોને અખૂટ શ્રધ્ધા કે વરસાદ આવશે નહિ, બીજી તરફ મોટા-મોટા મેદાનો, એ.સી. ડોમમાં પ્રોફેશનલી ગરબાની તૈયારીઓ શરૂ કરવા આયોજનો થઈ ચૂકયા છે.
ગુજરાતમાં તો નામાંકિત ગાયક કલાકારો તેમના સાથી મિત્રો સાથે ખેલૈયાઓને ગરબે રમવા માટે તૈયાર થઈ ગયા છે. તો પરંપરાગત રીતે સોસાયટી, ફલેટોમાં યોજાતા નોરતા માટે સોસાયટી ફલેટોમાં મીટીંગોના દોર શરૂ થઈ ચૂયા છે નવરાત્રી અને દશેરાએ હવન- જમણવાર માટે ફલેટ- સોસાયટીના ઘર દીઠ મીટીંગમાં કેટલી રકમ નકકી કરવી તેનું આયોજન થઈ રહયું છે એવરેજ રૂ.૧પ૦૦ થી લઈને રૂ.૩૦૦૦ની આસપાસ રકમ નકકી થાય છે
જેમાં નવ દિવસ નવરાત્રીમાં લાઈટીંગ- પૂજાની સામગ્રી સહિતની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે મોટેભાગે પ્રસાદ સ્વૈÂચ્છક રીતે માઈભક્તો લાવતા હોય છે જયારે દશેરાએ હવન પછી જમણવાર (પ્રસાદ) રાખવમાં આવતો હોય છે. અમદાવાદ શહેરમાં મોટાભાગની સોસાયટી, ફલેટોમાં આ પ્રકારની પધ્ધતિ અપનાવાતી હોય છે ઘણી સોસાયટીઓમાં તો દશેરાએ જલેબી-ફાફડાનો કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે
એટલે મોડીરાત સુધી ગરબા ગાઈને લોકો બીજા દિવ્સે એટલે કે દશેરાએ ફાફડા-જલેબીની જયાફત માણતા હોય છે. હવે તો સોસાયટી- ફલેટોમાં રાત્રે નાસ્તા રાખવામાં આવે છે ઘણી વખત સોસાયટી તરફથી અગર તો સ્વૈÂચ્છક વ્યક્તિગત પણ નાસ્તાનું આયોજન થાય છે. મોટી-મોટી સોસાયટીઓમાં તો જાહેરાતોના સ્પોન્સર મળી રહે છે જેથી નવરાત્રીનો ઘણો બધો ખર્ચો નીકળી જાય છે
ટુંકમાં નવરાત્રી રમવા માટે અમદાવાદના ખેલૈયાઓમાં ભારે થનગનાટ છે વરસાદ નહી પડે તો આ વખતે નવરાત્રીમાં ગરબે ઘૂમવા સૌ કોઈ માઈભક્તો ભારે ઉત્સાહમાં છે. રર સપ્ટેમ્બરથી નોરતાનો પ્રારંભ થઈ રહયો છે તેથી દિવસો ખૂબ ઓછા રહયા હોવાથી ખેલૈયાઓ ખરીદીમાં વ્યસ્ત થઈ ગયા છે.