અમેરિકામાં ઘૂસી આવેલા ક્રૂર વિદેશી ગુનેગારોને દેશમાંથી હાંકી કાઢવાનું એલાન

વોશિંગ્ટન, અમેરિકાના ડલાસ ખાતે ભારતીય મૂળના મોટેલ મેનેજર ચંદ્રા નાગમલ્લૈહની કરપીણ હત્યાના ગંભીર પડઘા પડ્યા છે. યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા આ ઘટનાની કડક આલોચના કરતા જણાવાયુ હતું કે, પ્રમુખ ટ્રમ્પ અને ડીએચએસ સેક્રેટરી ક્રિસ્ટી નોએમ હવે અમેરિકામાં નરાધમ અપરાધીઓને અનિશ્ચિત સમય સુધી રહેવા દેશે નહીં.
અમેરિકામાં ખૂંખાર અપરાધીઓને અલ સાલ્વાડોરના ટેકોલુકા ખાતે આવેલા ટેરરિઝમ કન્ફાઈનમેન્ટ સેન્ટરમાં ધકેલી દેવાય છે. આ સ્પેશિયલ જેલનો સંદર્ભ આપતાં ડીએચએસની એક્સ પોસ્ટમાં કહેવાયુ હતું કે, અમેરિકામાં ગેરકાયદે આવશે તેને ઈસ્વાટિનિ, યુગાન્ડા, સાઉથ સુદાન અથવા સીઈસીઓટીમાં જવું પડશે.
ગુનાઈત ઈતિહાસ ધરાવતા ૩૭ વર્ષીય ક્યુબન નાગરિક યોરડાનિસ કોબોસ-માર્ટિનેઝ ડેલાસ ખાતે ડાઉનટાઉન સ્યુટ્સમાં કામ કરતો હતો. તેના મેનેજર ૫૦ વર્ષીય ચંદ્રા નાગામલ્લૈહ હતા. યોરડાનિસે પરિવારની સામે ચંદ્રાનું માથું કાપી નાખ્યુ હતું.
યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે એક્સ પોસ્ટમાં કહ્યું હતું કે, અમેરિકામાં ક્યારેય બહારથી ગેરકાયદે આવેલા ગુનેગારો પ્રથમ હરોળમાં રોઈ શકે નહીં, યોરડાનિસ ક્‰ર રાક્ષસ છે. યોરડાનિસ કોબોસ-માર્ટિનેઝની અંગે વધુમાં ઈમિગ્રેશન વિભાગે કહ્યું હતું કે, હત્યારાને અગાઉ જેલમાં રખાયો હતો અને તેને પરત ક્યુબા મોકલવાનો હતો.
ક્યુબા સરકારે તેને સ્વીકારવાની ના પાડતા બાઈડન સરકારે તેને જેલમાંથી બહાર કાઢ્યો હતો. જેલમાંથી બહાર ન કઢાયો હોત તો ચંદ્રા નાગામલ્લૈહની હત્યા કરત નહીં. આવી ઘટનાઓ રોકવા માટે જ ડીએચએસ દ્વારા ખૂંખાર અપરાધીઓને ત્રીજા દેશમાં મોકલી દેવાય છે.SS1MS