દહેજ ભૂખ્યા પતિના ત્રાસથી કંટાળીને પત્નીનો ગળા ફાંસો ખાઈ આપઘાત

અમદાવાદ, બાપુનગરમાં દહેજ ભૂખ્યા પતિના ત્રાસથી કંટાળેલી પત્નીએ ૧૪ સપ્ટેમ્બરે પોતાના ઘરે પંખે લટકીને ફાંસો ખાઈને આપઘાત કર્યાે હતો.
મૃતકના પિતાએ જમાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.મૂળ ઉત્તર પ્રદેશના વતની અને ઘણા વર્ષાેથી કામકાજ અર્થે બેંગલુરુમાં સ્થાયી લાલનપ્રસાદ રાજભર (ઉ.૫૪) ગ્લાસ બનાવતી કંપનીમાં મજૂરીકામ કરે છે.
બે વર્ષ અગાઉ તેમમે દીકરાના લગ્ન ઉત્તરપરદેશના વતની સોનુકુમાર રાજભર સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ દીકરી અને જમાઈ રાજકોટમાં દોઢેક વર્ષ રહ્યા હતા. આ ગાળામાં તેમને ત્યાં દીકરીનો જન્મ થયો હતો. ત્યારબાદ જમાઈને અમદાવાદમાં નોકરી મળતા તે બાપુનગરમાં ભાડાના મકાનમાં રહેતા હતા. બે મહિનાથી પતિ દહેજ માટે વારંવાર હેરાન કરી મારઝૂડ કરતો હતો.
તારા પિતાએ દહેજમાં કશું જ આપ્યું નથી, એના કરતા તું મરી જાય તો સારું કહી મેણાટોણાં મારતો હતો. દીકરીના માતાપિતાએ જમાઈને સમજાવવાનો પ્રયાસ કર્યાે ત્યારે તેણે ફોન પર ગાળો ભાંડી હતી. ૧૪ સપ્ટેમ્બરે પરિણીતાની દીકરીને દવાખાને લઇ જવાની હતી પરંતુ તેની પાસે રૂપિયા ન હોવાથી પિતાને ફોન કરી મદદ માગી હતી.
પિતાએ સારવાર શરુ કરાવી ત્યાંથી સ્કેનરનો ફોટો મોકલી આપજે, તેથી અમે અહીંથી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરી દઈશું તેમ હૈયાધારણ આપતા પરણિતા દીકરીને લઈને દવાખાને જતી હતી તેટલામાં પતિ આવ્યો અને દીકરીને માતા પાસેથી ઝુંટવીને દવાખાને લઈને જતો રહ્યો હતો. મોડી સાંજે દીકરીની સારવાર કરાવીને તે ઘરે આવ્યો ત્યારે દંપતી વચ્ચે ઝઘડો થયો હતો.
પરિણીતાને લાગી આવતા ઘરમાં જ પંખે લટકીને આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હતું. પતિએ સાળાને જાણ કરતા યુવતીના પરિવારજનો બેંગલુરુથી બાપુનગર દોડી આવ્યા હતા. દીકરીના અંતિમ સંસ્કાર મૃતકના પિતાએ બાપુનગર પોલીસ મથકે જમાઈ સોનુકુમાર શિવનારાયણ રાજભર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.SS1MS