જાહન્વી કપૂર અને શિખર પહાડિયાના લગ્નના પ્લાનિંગની ચર્ચાઓ શરૂ

મુંબઈ, જાહન્વી કપૂરની એક પછી એક ફિલ્મ રિલીઝ થઈ રહી છે, હજુ તો ‘પરમ સુંદરી’ થિએટરમાં ચાલી રહી છે, ત્યાં તેની બીજી ફિલ્મની રિલીઝની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હવે તેની વરુણ ધવન સાથેની ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ આવી રહી છે.
તાજેતરમાં મુંબઇમાં આ ફિલ્મની ટ્રેલર લોંચની ઇવેન્ટ યોજાઈ હતી. જેમાં તેને તેનાં લગ્નના પ્લાનિંગ વિશે પ્રશ્ન પૂછાયો હતો. જેના જવાબે ઘણી ચર્ચાઓને વેગ આપ્યો છે.
જાહન્વી અને તેના બોયફ્રેન્ડ તરીકે ઓળખાતો શિખર પહાડિયા અનેક વખત મંદિરોમાં અને જાહેરમાં સાથે દેખાય છે. તેમના સંબંધો અંગે કરન જોહરના શો પર પણ વાત થઈ ચૂકી છે.
જાહન્વીની આવનારી ફિલ્મમાં લગ્નની વાત છે, ત્યારે આ ફિલ્મના ટ્રેલર લોંચમાં તેને તેનાં લગ્નના પ્લાનિંગ વિશે પ્રશ્ન પુછાયો હતો. તો જાહન્વીએ આ પ્રશ્નને ઉડાવી દેવાની કોશિશ કરી હતી. તેણે જવાબમાં કહ્યું હતું, “હાલ મારું પ્લાનિંગ માત્ર સુધી જ છે. લગ્નના પ્લાનિંગમાં હજુ ઘણો સમય બાકી છે.”જાહન્વી કપૂર અને શિખર પહાડિયા ઘણા સમયથી એકબીજા સાથે છે.
જોકે, તેણે આ સંબંધને ખુલીને ક્યારેય સ્વીકાર્યાે નથી, પરંતુ તેઓ એકબીજા સાથે જાહેરમાં દેખાતાં રહે છે. અગાઉ જાહન્વી શિખરના નામનું નેકલેસ પહેરીને પણ જોવા મળી હતી, તેઓ એકબીજાના હાથમાં હાથ નાખીને પણ જોવા મળ્યાં છે.
તાજેતરમાં એક મેગેઝિનના ઇન્ટરવ્યૂમાં પણ જાહન્વીને તેના લગ્ન અને હનીમૂનના પ્લાન વિશે પૂછાયું હતું. જેમાં તેણે કહ્યું હતું, “મને એટલી ખબર છે કે મારે તિરુપતિમાં લગ્ન કરવા છે.
મારે ત્યાં વધારો લોકો બ્લકુલ નથી જોઇતા. મારે જલદી લગ્ન કરી લેવા છે, પણ મારું હનીમૂન લાંબું હશે. મને એ પણ ખબર છે કે, હું લગ્નમાં જે પણ પહેરીશ તે મનીષ મલ્હાત્રાએ જ ડિઝાઇન કર્યું હશે કારણ કે એ મારો ફેવરીટ છે અને પરિવાર જેવો છે.”SS1MS