વિદ્યુત જામવાલ ભારતીય યોગને હોલિવૂડમાં લઇ જશે

મુંબઈ, બોલિવૂડનો એક્શન હિરો વિદ્યુત જામવાલ હોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. તે હોલિવૂડ ફિલ્મ સ્ટ્રીટ ફાઇટરમાં ધાલસિમના રોલમાં જોવા મળશે. હાલ આ ફિલ્મનું ઓસ્ટ્રેલિયમાં શૂટિંગ ચાલી રહ્યું છે.
ત્યારે એક ઇન્ટરવ્યૂમાં વિદ્યુત જામવાલે કહ્યું કે ગેમિંગ આઇકોન ધાલસિમનો રોલ કરવો એ તકને હું મારા નસીબ તરીકે જોઉં છું.વિદ્યુત જામવાલે કહ્યું, “એવું લાગે છે, જાણે મેં આખી જિંદગી આ રોલ માટે જ મહેનત કરી છે. જાણે ઇશ્વરે બધી જ ગોઠવણ કરી દીધી છે. ક્રેક પછી લોકોએ મને નકામો જ માની લીધો હતો, પરંતુ મને સતત આ રોલ માટે કલ્પના કરી અને હવે લાગે છે, કંઈ પણ શક્ય છે.”
વિદ્યુત જામવાલે કહ્યું, “જ્યારે ક્રેક ન ચાલી તો, હું મારા ગુરુજી પાસે ગયો, બેંગ્લોરમાં ડૉ.નાગેન્દ્ર, એસ-વ્યાસ યુનિવર્સિટી(સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થાન). એમણે મારી સ્કિલ્સ પર સઘન તપાસ કરી.
તેમણે મને આંતરરાષ્ટ્રિય સ્તરે જઇને યોગના મોટા પ્રમાણમાં પ્રચાર પ્રસારની સલાહ આપી. તેનાં તરત પછી મેં સ્ટ્રીટ ફાઇટર માટે ઓડિશન આપ્યું – અને એ એક યોગગુરુ યોદ્ધા માટેનું જ નીકળ્યું.
ભારતીય યોગને હોલિવૂડમાં લઇ જવા એ એક આશીર્વાદ સાબિત થયા.”વિદ્યુતે ધાલસિમના પાત્રને “ભગવાન પરશુરામનો સીધો શિષ્ય” ગણાવ્યો અને ભારપૂર્વક કહ્યું કે તેનું પાત્ર ભારતીય યોગ વિજ્ઞાનમાં મૂળ ધરાવે છે.
“એ પૈસા કે પ્રસિદ્ધિ માટે નહીં પણ સેવા ને માનવતા માટે લડે છે.”આ ફિલ્મ જાપાનીઝ અમેરિકન ફિલ્મ મેકર કિતાઓ સાકુરાઈ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને સ્ટ્રીટ ફાઇટર વીડિયો ગેમ સિરીઝ પર આધારીત છે.
આ ફિલ્મ વિશે વિદ્યુતે કહ્યું, “ગેમિંગના આ પાત્ર માટેના મારા લૂકમાં ઘણી મહેનત કરવી પડી પણ તેની વાર્તા અને ફાઇટમાં કોઈ મુશ્કેલી પડી નથી. કદાચ એવું લાગે છે કે મેં મારી આખી જીંદગી એના માટે જ મહેનત કરી છે. જાણે ઇશ્વરે બધી જ ગોઠવણ કરી દીધી છે.
ક્રેક પછી લોકોએ મને નકામો જ માની લીધો હતો અને કહેતાં હતાં કે હવે કોઈ જ કામ થશે નહીં. પરંતુ મને સતત આ રોલ માટે કલ્પના કરી અને હવે લાગે છે, કંઈ પણ શક્ય છે. હોવિલૂડમાં કામ કરવું અઘરું અને અલગ છે અને મેં તેના વિશે ક્યારેય વિચાર્યું પણ નહોતું. પરંતુ મારા ગુરુજીના આશીર્વાદથી આ શક્ય બન્યું.”SS1MS