Western Times News

Gujarati News

રાજ્યભરમાં ૭૫ સ્થળે આયોજિત ‘મેદસ્વિતા નિવારણ’ યોગ કેમ્પનો શુભારંભ કરતાં હર્ષ સંઘવી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસરે આયોજિત અનેક સામાજિક કાર્યક્રમો થકી લાખો ચહેરાઓ પર ખુશી આવશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

મેદસ્વિતા મુક્ત અભિયાનને સાકાર કરવા દરેક કેમ્પમાં માત્ર યોગ જ નહીં પરંતુ ડાયટ પ્લાનઆયુર્વેદનો ઉપયોગ જેવા વિવિધ વિષયો પર નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે

Gandhinagar, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં “સ્વસ્થ ગુજરાતમેદસ્વિતા મુક્ત ગુજરાત”ના સંકલ્પને સાકાર કરવા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મ દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ ૭૫ સ્થળોએ મેદસ્વિતા નિવારણ ‘યોગ કેમ્પ’નો આજે ગાંધીનગર ખાતેથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભવ્ય શુભારંભ કરાવ્યો હતો.

રાજ્યવ્યાપી યોગ કેમ્પનો શુભારંભ કરતાં યુવા સાંસ્કૃતિકરમત-ગમત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કેઆજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસરે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અલગ અલગ સામાજિક સંસ્થાઓધાર્મિક સંસ્થાઓ તેમજ નાના નાના ગ્રુપ દ્વારા વડાપ્રધાનશ્રીના જન્મ દિવસને ખાસ રીતે મનાવવામાં આવી રહ્યો છે. જે કદાચ દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ઇતિહાસમાં એવો કાર્યક્રમ બનશેજેમાં કોઈ રાજ નેતાના જન્મ દિવસે અનેક સામાજિક કાર્યક્રમો થકી લાખો ચહેરાઓ પર ખુશી આવશે.

ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ આજે યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાનશ્રીના જન્મ દિવસથી તા. ૧૭  ઓક્ટોબર સુધી આયોજિત પ્રથમ તબક્કાના ૭૫ કેમ્પમાં પ્રત્યેક કેમ્પ દીઠ ૧૦૦થી વધુ એટલે કે ૭,૫૦૦થી વધારે નાગરિકોને ભાગ લેવા અનુરોધ કર્યો હતો. આ કેમ્પમાં માત્ર યોગ જ નહીં પરંતુ નિરોગી શરીર માટે ડાયટ પ્લાનઆયુર્વેદનો ઉપયોગ જેવા વિવિધ વિષયો પર નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવશે. જેના પરિણામે વડાપ્રધાનશ્રીના મેદસ્વિતા મુક્ત અભિયાનના સંકલ્પને સાકાર કરવામાં આવશે

ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે આજે દેશભરમાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે આંખનું ઓપરેશનહાર્ટનું ઓપરેશનગરીબ બાળકો માટે સ્કૂલ ફીની વ્યવસ્થા જેવા અનેક માનવતાના કાર્યો કરવામાં આવી રહ્યાં છે. વધુમાંઅમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે એક લાખ નાગરિકોએ બ્લડ ડોનેશનનો સંકલ્પ લીધો છે તેમજ તેરાપંથ યુવક પરિષદ દ્વારા પણ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તદુપરાંત ૫૭ હજાર જેટલા કર્મચારીઓએ પણ વડાપ્રધાનશ્રીના જન્મદિવસના આગળના દિવસે એક દિવસની અંદર મોટા પ્રમાણમાં બ્લડ ડોનેશન કરીને ઇતિહાસ રચ્યો છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શીશપાલે શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કેરાજ્ય યોગ બોર્ડ દ્વારા તા.૧૭ સપ્ટેમ્બરથી ૩૦ ડિસેમ્બર-૨૦૨૫ સુધી મેદસ્વિતા મુક્તિ અભિયાનનું ત્રણ તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર-૨૦૨૫ સુધી શરૂ થતાં પ્રથમ તબક્કામાં રાજ્યના વિવિધ ૭૫ સ્થળે ‘યોગ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે. દેશ અને રાજ્યનો દરેક નાગરિક સ્વસ્થ અને નિરોગી બને તે માટે યોગને ઘર ઘર સુધી પહોચાડવો ખૂબ જ જરૂરી છે. 

આ યોગ કેમ્પમાં બ્રહ્માકુમારીના કૈલાશદીદીગાંધીનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર શ્રી અંકિત બારોટશ્રીમતી દિપીકાબેન સોલંકીયોગ બોર્ડના OSD શ્રીમતી મૃણાલદેવી ગોહિલસ્ટેટ કો ઓર્ડિનેટર શ્રી અનિલભાઈ ત્રિવેદીગાંધીનગરના કો ઓર્ડીનેટર શ્રીમતી ભાવનાબેન જોશીગાંધીનગર હોમગાર્ડના કમાન્ડર શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.