પાકિસ્તાનની ‘નકલી ફૂટબોલ ટીમ’ને જાપાને કાઢી મૂકી!

સિયાલકોટ, એક તરફ એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની મેચ વખતે પાકિસ્તાનની ટીમને શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો, તેની ચર્ચા વિશ્વભરના મીડિયામાં છે. આ દરમિયાન ફરી એક વાર પાકિસ્તાનને શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું છે. વાત એવી છે કે, પાકિસ્તાનના કેટલાંક શખ્સોએ જાપાન જવા માટે એક આખી નકલી ફૂટબોલ ટીમ બનાવી દીધી હતી.
આ લોકોએ ખેલાડીઓના રૂપમાં વિઝા મેળવીને જાપાન પહોંચી ગયા હતાં. જોકે જાપાનીઝ ઈમિગ્રેશન અધિકારીઓને શંકા થતા આખો ભેદ ખુલી ગયો હતો. આ ઘટનાને માનવ તસ્કરીનો પ્રયાસ માનવામાં આવી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ પાકિસ્તાનના કેટલાંક લોકો ફૂટબોલ ખેલાડી તરીકેના નકલી ડોક્યુમેન્ટ લઈને જાપાન ગયા હતા અને તેમણે ખુદને સિયાલકોટની ફૂટબોલ ટીમનો હિસ્સો હોવાનું કહ્યું હતું. પાકિસ્તાનની ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ જણાવ્યું કે કુલ ૨૨ સભ્યો નકલી ફૂટબોલ ટીમનો હિસ્સો હતાં, જે સિયાલકોટ એરપોર્ટથી જાપાન ગયા હતા.
જાપાનના અધિકારીઓને ડોક્યુમેન્ટ દ્વારા ખબર પડી કે આખી ફૂટબોલ ટીમ નકલી છે, ત્યાર પછી જાપાની ઓથોરિટીએ પાકિસ્તાનની નકલી ફૂટબોલ ટીમને દેશમાં હાંકી કાઢી હતી. આ મામલામાં પાકિસ્તાનની તપાસ એજન્સીએ મુખ્ય આરોપી મલિક વકાસની ધરપકડ કરી છે.
આ મામલામાં ગુજરાંવાલા પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન ખુલાસો થયો કે આરોપી મલિક વકાસે ‘ગોલ્ડન ફૂટબોલ ટ્રાઇલ’ નામથી એક ફૂટબોલ ક્લબ બનાવી હતી અને તેમણે લોકોને ખેલાડી બનવાનું નાટક કરતા શીખવ્યા. વકાસે દરેક સભ્ય પાસેથી રૂપિયા ૪૦ લાખ લીધા હતા, જેથી તેમને વિદેશ યાત્રા કરાવવામાં મદદ મળી શકે.
આ મામલાની વધુ તપાસ ચાલું છે.આ નકલી ફૂટબોલ ટીમ જાપાન પહોંચી તો તેમણે વિદેશ મંત્રાલયની એનઓસી પણ દેખાડી અને આ એનઓસીનો ઉપયોગ કરીને સિયાલકોટ એરપોર્ટથી જાપાન રવાના થઈ હતી. વકાસે વિદેશ મોકલેલા લોકો ખેલાડી જેવા દેખાય એ માટે તાલીમ પણ આપી હતી.SS1MS