મસૂદ અઝહર સંસદ, ૨૬/૧૧ના હુમલાનો માસ્ટર માઈન્ડ હતો

ઇસ્લામાબાદ, વિશ્વભરમાં આતંકવાદ ફેલાવવા માટે કુખ્યાત પાકિસ્તાનનો ફરી એક વાર ચહેરો ખુલ્લો પડી ગયો છે. પાકિસ્તાનમાંથી ઓપરેટ થઈ રહેલા આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એક ટોપના આતંકવાદીએ જૈશના પ્રમુખ મસૂદ અઝહર અંગે દુનિયાને હકીકત જણાવી દીધી છે.
જૈશના આતંકવાદી મસૂદ ઇલિયાસ કાશ્મીરીએ જણાવ્યું છે કે દિલ્હીમાં સસંદ પરનો હુમલો અને મુંબઈના ૨૬/૧૧ના હુમલા પાછળ કોઈ અન્ય નહીં પરંતુ મસૂદ અઝહર જ હતો. આતંકી ઇલિયાસના આ નિવેદન પછી ફરી એક વાર દુનિયાને ખબર પડી ગઈ છે કે પાકિસ્તાન ભલે જ આતંકવાદ ફેલાવવાનો ઇનકાર કરતું હોય, પરંતુ તમામ આતંકવાદી હુમલાની પાછળ એ જ છે.
એક વીડિયોમાં મસૂદ ઇલિસાય કાશ્મીરીએ જણાવ્યું કે મસૂદ અઝહરે ભારતની જેલમાંથી છૂટ્યા પછી ભારત પર હુમલો કરવાની યોજના બનાવી હતી. તેણે એમ પણ કહ્યું કે અઝહરનો બેઝ બાલાકોટમાં હતો, આ બેઝ કેમ્પ(આતંકવાદીઓના)ને પુલવામાની ઘટના પછી ભારતે ૨૦૧૯માં કરેલી એરસ્ટ્રાઇકમાં નાબૂદ કર્યાે હતો.
વીડિયોમાં આતંકવાદી ઇલિસાયે કહ્યું કે, દિલ્હીની તિહાડ જેલમાંથી છૂટ્યા પછી મૌલાના મસૂદ અઝહર પાકિસ્તાન આવ્યો હતો. બાલાકોટની ધરતી પરથી તેણે પોતાના આતંકવાદ સંબંધિત વિઝન, મિશન અને દિલ્હી તથા મુંબઈના પ્રોગ્રામને આગળ વધારવાનો આધાર બનાવ્યો. મૌલાના મસૂદ અઝહરનું સ્વરુપ જ એવું જ છે.SS1MS