Western Times News

Gujarati News

મને વિરાટ કોહલીની બાયોપિક બનાવવામાં રસ નથી: અનુરાગ

મુંબઈ, ભારતીય ક્રિકેટ ટીમના ઘણા દિગ્ગજ ખેલાડીઓની બાયોપિક બનાવવામાં આવી છે, જેમાં પૂર્વ કેપ્ટન એમએસ ધોની, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને મિતાલી રાજના નામ ટોપ પર છે. આજના યુગમાં વિરાટ કોહલીનો પણ એવો જ ક્રેઝ છે.

ભારતીય ક્રિકેટમાં તેનું ખાસ સ્થાન છે. તેના લાખો ફોલોઅર્સ છે. ત્યારે હવે આ વચ્ચેબોલિવૂડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપે પોતાના ફેવરિટ ક્રિકેટર્સમાંથી એક વિરાટ કોહલીની બાયોપિક પર વાત કરી છે. અનુરાગને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે, શું તમે વિરાટ કોહલીની બાયોપિક બનાવવા માગો છો? તેના જવાબમાં ડાયરેક્ટરે કહ્યું કે, ના મને વિરાટ કોહલીની બાયોપિક બનાવવામાં રસ નથી.

અનુરાગ કશ્યપે કહ્યું કે, ‘મને નથી લાગતું કે, હું આ કરવા માગીશ, કારણ કે, તે પહેલાથી જ ઘણા લોકોનો, ઘણા બાળકોનો હીરો છે. જો મારે કોઈ બાયોપિક બનાવવી હશે તો હું મુશ્કેલ સબ્જેક્ટ પસંદ કરીશ, કોઈ વ્યક્તિનું જીવન.’વિરાટ કોહલી અંગે ડાયરેક્ટરે કહ્યું કે, ‘તે ખૂબ જ શાનદાર માણસ છે. હું તેને પર્સનલી જાણું છું. તે ખૂબ જ ઓથેન્ટિક વ્યક્તિ છે. તે ખૂબ જ ઈમોશનલ છે.

તે એક અદ્ભુત વ્યક્તિ છે. વિરાટ કોહલી ભારતના સૌથી શાનદાર ક્રિકેટર્સમાંથી એક છે. તેણે ૧૮ વર્ષની ઉંમરે તેમના પિતા ગુમાવ્યા હતા. તેની લવ લાઈફ પણ ચર્ચામાં રહી છે.’અનુરાગ કશ્યપની વાત કરીએ તો તેની ફિલ્મ ‘નિશાનચી’ ૧૯ સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. બાલ ઠાકરેનો પૌત્ર ઐશ્વર્ય ઠાકરે આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.