Western Times News

Gujarati News

ટાટા એસેટ મેનેજમેન્ટે ઇનબાઉન્ડ રિટેલ ફંડ ટાટા ઈન્ડિયા ડાયનેમિક ઇક્વિટી ફંડ લોન્ચ કર્યું

ગાંધીનગર, ટાટા એસેટ મેનેજમેન્ટે વૈશ્વિક રોકાણકારોને ફંડ મેનેજમેન્ટ સર્વિસીઝનો વિસ્તાર કરવા અને તેમને ભારતના વાઇબ્રન્ટ ઇક્વિટી માર્કેટ્સની એક્સેસ પૂરી પાડવા માટે ગુજરાતના ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (આઈએફએસસી) ખાતે બ્રાન્ચ શરૂ કરી છે.

કંપનીને ટાટા ઈન્ડિયા ડાયનેમિક ઇક્વિટી ફંડ – ગિફ્ટ આઈએફએસસી લોન્ચ કરવા માટેની મંજૂરી પણ મળી ગઈ છે. આ એક રિટેલ-ફોકસ્ડ ઇનબાઉન્ડ ફીડર ફંડ છે જેમાં લઘુતમ 500 યુએસ ડોલરથી રોકાણ કરી શકાશે. આ ફંડ મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટી સ્કીમ્સ અને એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ)માં રોકાણ કરશે.

ટાટા એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર પ્રથિત ભોબેએ જણાવ્યું હતું કે “ભારત વસ્તીવિષયક, ડિજિટલ પરિવર્તન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર અને આર્થિક ઔપચારિકીકરણ દ્વારા સંચાલિત અનેક દાયકાના વિકાસ ચક્રના શિખર પર છે. ગિફ્ટ સિટી વૈશ્વિક રોકાણકારો માટે આ તકમાં ભાગ લેવા માટે વિશ્વકક્ષાનો પ્રવેશ દ્વાર બનવા માંગે છે. આઈએફએસસીમાં અમારા પ્રવેશ સાથે ટાટા એએમસી નવીનતમ તથા સુલભ હોય તેવી પ્રોડક્ટ્સ દ્વારા ભારતના વાઇબ્રન્ટ કેપિટલ માર્કેટ્સ સાથે આંતરરાષ્ટ્રીય અને એનઆરઆઈ રોકાણકારો સાથે જોડાવા માટે સારી સ્થિતિમાં છે.”

આ ફંડ બજારના ટ્રેન્ડ્સને પ્રતિસાદ આપે તેવી એક્ટિવ એલોકેશન સ્ટ્રેટેજી અપનાવે છે અને રિસ્ક એડજસ્ટેડ રિટર્ન્સ માટે લાર્જ, મીડ અને સ્મોલ કેપમાં એક્સપોઝરનું મિશ્રણ રજૂ કરે છે. ટેક્નોલોજી, એનર્જી અને હેલ્થકેર જેવી ઉભરતી થીમ્સમાં ટેક્ટિકટલ એક્સપોઝર આ તકોમાં વધારો કરે છે.

ટાટા એસેટ મેનેજમેન્ટના ઇન્ટરનેશનલ બિઝનેસ હેડ અભિનવ શર્માએ જણાવ્યું હતું કે “ગિફ્ટ આઈએફએસસીથી ટાટા ઈન્ડિયા ડાયનેમિક ઇક્વિટી ફંડ લઘુતમ 500 યુએસ ડોલરની ટિકિટ સાઇઝ, બિન-નિવાસીઓ માટે નોંધપાત્ર કરવેરાના લાભો તથા ભારતની ગ્રોથ સ્ટોરીમાં પ્રત્યક્ષપણે ભાગ લેવા નાના અને મોટા બંને પ્રકારના વૈશ્વિક રોકાણકારો માટેનો પ્રવેશદ્વાર રજૂ કરવાની અમારી ક્ષમતા સાથે સૌના માટે સુલભતા ધરાવે છે.

આ ફંડ પ્રવર્તમાન બજાર પરિસ્થિતિઓના આધારે ગતિશીલ રીતે એસેટ્સની ફાળવણી કરશે. વર્તમાન સ્થિતિમાં તે એયુએમના 50-100 ટકાની બ્રોડ-બેઝ્ડ ફંડ્સ અને 0-50 ટકાની સેક્ટરલ તથા થીમેટીક તકોમાં ફાળવણી કરશે જેથી મહત્તમ ફ્લેક્સિબિલિટી જાળવવા સાથે ભારતના વિકાસની સંભાવનામાં વૈવિધ્યપૂર્ણ એક્સેસ સુનિશ્ચિત થઈ શકે.”

બિન-નિવાસી રોકાણકારોને મોટો લાભ એ છે કે તેઓ આ ફંડ થકી મળનારી આવક પર ભારતીય કરવેરામાંથી સંપૂર્ણ મુક્તિ મેળવશે. રોકાણકારો પર તેમના રહેઠાણના દેશના કાયદા મુજબ જ કરવેરા લાગુ પડશે જેનાથી તેને ભારતીય ઇક્વિટીઝમાં રોકાણ માટેનો શ્રેષ્ઠ કરવેરા-સક્ષમ પ્રવેશ દ્વાર બનાવે છે.

ટાટા ઈન્ડિયા ડાયનેમિક ઇક્વિટી ફંડ વ્યક્તિઓ અને એકમો સહિતના વિદેશી રોકાણકારો, બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) તથા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) ધારાધોરણોનું અનુપાલન કરતા ન્યાયક્ષેત્રોના ભારતના વિદેશી નાગરિકો માટે ખુલ્લું છે.

આ લોન્ચ સાથે ટાટા એસેટ મેનેજમેન્ટનો ઉદ્દેશ્ય તેની વૈશ્વિક હાજરી મજબૂત બનાવવાનો તથા ભારતની વિકાસ ગાથાને વિશ્વ માટે સુલભ બનાવવાની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.