અદાણી સિમેન્ટે મંદિર માટે સૌથી મોટા રાફ્ટ ફાઉન્ડેશનનો વિશ્વ વિક્રમ બનાવ્યો

24,000 M3 ECOMaxX લૉ-કાર્બન કોંક્રિટ, 3,600 ટન સિમેન્ટ અને 600થી વધુ કુશળ કારીગરો તેમજ 25થી વધુ RMX પ્લાન્ટ્સ અને 270થી વધુ ટ્રાન્ઝિટ મિક્સર્સના સહયોગથી 72 કલાક સુધી અવિરતપણે કામ કરીને આ સિદ્ધિ હાંસલ થઈ
અદાણી કોંક્રિટે 72 કલાકની અંદર મેગા રાફ્ટ પૉરનો સફળતાપૂર્વક અમલ કર્યો જેના પગલે મંદિર માટે સિંગલ સૌથી મોટા રાફ્ટ ફાઉન્ડેશન માટે વિશ્વ વિક્રમ* બની શક્યો
- અદાણી સિમેન્ટ વર્લ્ડ વન ટાવર તેમજ જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના ચેનાબ રેલ્વે બ્રિજ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા અને હવે ઉમિયા ધામ સાથે આધ્યાત્મિક કેન્દ્રના વિકાસ સહિત લેન્ડમાર્ક રિયલ્ટીમાં તેના વારસાને વધુ મજબૂત બનાવે છે
અમદાવાદ, અદાણી સિમેન્ટે તેની ગ્રુપ અસોસિયેટ મેસર્સ પીએસપી પ્રોજેક્ટ્સ લિમિટેડ સાથે અમદાવાદ નજીક ઉમિયા ધામ ખાતે વિશ્વના સૌથી મોટા ધાર્મિક મંદિરનું રાફ્ટ ફાઉન્ડેશન કાસ્ટિંગ પૂરું કરીને એક ઐતિહાસિક એન્જિનિયરિંગ સિદ્ધિ મેળવી છે. આ વિક્રમજનક કામગીરી લોજિસ્ટિકલ સ્કેલ, ટેક્નિકલ ચોક્સાઇ અને ટકાઉપણાની નવીનતાનો સમન્વય કરવાની અદાણી સિમેન્ટની અનોખી ક્ષમતા દર્શાવે છે.
આ અભૂતપૂર્વ સિદ્ધિ 24,000 ક્યુબિક મીટર્સ (M3) ECOMaxX M45 ગ્રેડ લૉ-કાર્બન કોંક્રિટનો ઉપયોગ કરીને સતત 72 કલાક સુધી કામગીરી કરીને હાંસલ થઈ હતી. આ કોંક્રિટ અદાણી સિમેન્ટ દ્વારા બનાવાયેલું પ્રોપરાઇટરી સસ્ટેનેબલ મિક્સ છે અને નવા માપદંડો સ્થાપે છે. આ કામગીરી વ્યૂહાત્મક રીતે સ્થિત 25થી વધુ રેડી-મિક્સ કોંક્રિટ (RMX) પ્લાન્ટ્સ, સિન્ક્રોનાઇઝ્ડ લોજિસ્ટિક્સ નેટવર્કમાં કાર્યરત 270થી વધુ ટ્રાન્ઝિટ મિક્સર્સ, 3,600 ટનથી વધુ હાઇ-પર્ફોર્મન્સ સિમેન્ટ અને ત્રણથી વધુ દિવસોમાં શિફ્ટ્સમાં કામ કરતા 600થી વધુ કુશળ કામદારો તેમજ ટેક્નિકલ નિષ્ણાંતોની મદદથી પૂરી થઈ હતી.
સમગ્ર કામગીરી એટલી કાળજીપૂર્વક રીતે બનાવવામાં આવી હતી કે કોલ્ડ જોઇન્ટ્સ વિના સતત રેડવાની કામગીરી સુનિશ્ચિત થઈ શકે, સમગ્ર પ્રોસેસ દરમિયાન શ્રેષ્ઠ તાપમાન નિયંત્રણ અને મિશ્રણની એકરૂપતા જળવાઈ રહે. ECOMaxX કોંક્રિટના ઉપયોગથી પ્રોજેક્ટની કાર્બન ફૂટપ્રિન્ટ્સ નોંધપાત્ર રીતે ઘટી હતી જે ગ્રીન કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસ માટે અદાણી સિમેન્ટની પ્રતિબદ્ધતા સાથે સંલગ્ન છે.
અદાણી ગ્રુપના સિમેન્ટ બિઝનેસના સીઈઓ શ્રી વિનોદ બહેતીએ જણાવ્યું હતું કે ઉમિયા ધામ એ 60 એકરથી વધુ જમીનમાં ફેલાયેલું એક પ્રતિષ્ઠિત આધ્યાત્મિક કેન્દ્ર બનવા જઈ રહ્યું છે જેમાં લગભગ રૂ. 2,000 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. શ્રી પ્રહલાદભાઈ એસ. પટેલના નેતૃત્વ હેઠળ અમારા પાર્ટનર્સ મેસર્સ પીએસપી પ્રોજેક્ટ્સ લિમિટેડ સાથેનો આ પ્રોજેક્ટ એ માત્ર વિશ્વ વિક્રમો બનાવવા વિશે નથી.
તે ગુણવત્તા, સ્કેલ, ઝડપ અને હેતુનું પ્રતીક છે જે અદાણી સિમેન્ટની ઓળખ છે. અમારા ચેરમેન માને છે તેમ આ કેવળ એન્જિનિયરિંગ સિદ્ધિઓ નથી પરંતુ શ્રદ્ધા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોડતો સેતુ છે. ઉમિયા ધામ ખાતે સફળ રાફ્ટ કાસ્ટિંગ એ આ ફિલોસોફીનું જીવંત પ્રમાણ છેઃ જ્યારે શ્રદ્ધા નવીનતાને આગળ ધપાવે છે અને નવીનતા સમગ્ર સમુદાયને ઊંચે લઈ જાય છે.
જ્યારે આપણે નવીનતા, લોકો અને ટકાઉ મટિરિયલ્સ એક કરીએ છીએ ત્યારે આપણે એવા સોલ્યુશન્સ તૈયાર કરી શકીએ છીએ જે પેઢીઓ સુધી ટકી રહે અને નવા વૈશ્વિક માપદંડો બનાવે. અમારા ECOMaxX લૉ કાર્બન કોંક્રિટથી સ્ટ્રક્ચરને તેના કાર્બન ઉત્સર્જન 60 ટકા સુધી ઘટાડવામાં પણ મદદ મળી હતી જે ટકાઉપણા અને ઉત્કૃષ્ટતા માટે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આર પી પટેલે જણાવ્યું હતું કે જગત જનની મા ઉમિયા (પાર્વતી) મંદિરના વિશ્વ વિક્રમી ફાઉન્ડેશન એ ભારતના સાંસ્કૃતિક અને એન્જિનિયરિંગ વારસા માટે ગર્વભરી ક્ષણ છે. અદાણી સિમેન્ટની મોટા પ્રોજેક્ટના અમલીકરણમાં પુરવાર થયેલી નિપુણતા તેમને અમારા સ્વાભાવિક ભાગીદાર બનાવે છે.
વિશ્વના આગામી સૌથી ઊંચા મંદિર માટેનો 450 ફૂટ x 400 ફૂટ x 8 ફૂટ માપનો રાફ્ટ ફાઉન્ડેશન 504 ફૂટ ઊંચા જગત જનની મા ઉમિયા મંદિર માટે 1,551 ધર્મ સ્તંભોને ટેકો આપશે, જેની કલ્પના જાસપુરમાં એક વિશાળ સામાજિક અને સાંસ્કૃતિક પરિસરના આધ્યાત્મિક કેન્દ્ર તરીકે કરવામાં આવી છે.
ECOMaxX M45 કોંક્રિટ મિશ્રણમાં 66 ટકા સપ્લીમેન્ટરી સિમેન્ટીશિયસ મટિરિયલ (SCM)નો સમાવેશ થાય છે, જેના પરિણામે કાર્બન ફૂટપ્રિન્ટમાં 60 ટકાનો ઘટાડો થાય છે. પ્રોપરાઇટરી કૂલક્રીટ ફોર્મ્યુલેશન, પ્લેસમેન્ટ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસથી નીચે જાળવી રાખે છે, જે થર્મલ સ્ટ્રેસ ઘટાડે છે. સ્ટ્રક્ચરમાં જડિત થર્મોકપલ્સ વાસ્તવિક સમયમાં તાપમાન અને ટકાઉપણુંનું નિરીક્ષણ કરતા રહે છે.
સ્થળ પર 1,000થી વધુ ઉપસ્થિતો તેમજ 10,000થી વધુ ઓનલાઇન લોકોની હાજરી દ્વારા આ સિદ્ધિ ભારતના એન્જિનિયરિંગ અને આધ્યાત્મિક સીમાચિહ્નોને આકાર આપવામાં અદાણી સિમેન્ટની વધતી જતી ભૂમિકાને દર્શાવે છે.
સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ્સના વારસાને મજબૂત બનાવતા, અદાણી સિમેન્ટ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. વર્લ્ડ વન ટાવર જેવા પ્રતિષ્ઠિત સ્ટ્રક્ચર્સથી લઈને જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ રેલ્વે બ્રિજ જેવી એન્જિનિયરિંગ અજાયબીઓ સુધી, કંપની હવે ઉમિયા ધામ મંદિર સાથે આધ્યાત્મિક માળખાગત સુવિધાઓ સુધી તેની કુશળતાનો વિસ્તાર કરે છે. આ સિદ્ધિ માત્ર અદાણી સિમેન્ટની ટેકનિકલ કુશળતાને જ નહીં પરંતુ ટકાઉ વિકાસ અને સાંસ્કૃતિક વારસા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે.