GST ઘટાડાનો લાભ ગ્રાહકને નહીં આપે તો વેપારીને દંડ થઈ શકે છે

AI Image
વેરાના દરમાં નફો કરવાની વૃત્તિ દ્વારા નફાખોરી કરવામાં આવી રહી હોવાનું સરકારના ધ્યાનમાં આવશે તો સરકાર એટિપ્રોફિટિયરિંગની જોગવાઈનો અમલ કરશે.
નવી દિલ્હી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલે જીએસટીના દરમાં કરેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને ન આપનારા વેપારીઓ તોલમાપ ખાતાના કાયદા હેઠળ અને જીએસટી કાઉન્સિલ નક્કી કરે તો એન્ટિપ્રોફિયિટરિંગની જીએસટીની જોગવાઈ હેઠળ દંડ અને સજાને પાત્ર બનશે. સરકાર તેમના પર બારીક નજર રાખી રહી છે.
વાસ્તવમાં અત્યારે એન્ટિપ્રોફિટિયરિંગની કોઈપણ જોગવાઈ અમલમાં નથી. તેથી સરકાર આપણું કંઈ બગાડી શકશે નહિ તેમ માનીને ઘટાડો ન કરનારા વેપારીઓ બુરી રીતે ફસાઈ શકે છે. જીએસટી એક્ટમાં કલમ ૧૭૧માં ૦૧માં એન્ટિપ્રોફિટિયરિંગની જોગવાઈ કરવામાં આવેલી છે. આ કલમ હેઠળ જીએસટીના અધિકારીને વેપારી સામે પગલાં લેવાની સત્તા મળેલી છે.
જીએસટી કાઉન્સિલ દ્વારા વેરાના દરમાં કરવામાં આવેલા ઘટાડાનો લાભ કોઈપણ ગ્રાહકને ન આપે તો તે વેપારી સામે પગલાં લેવાની સત્તા અધિકારીઓ પાસે છે. જોકે કેન્દ્ર સરકારે કલમ ૧૭૧(૨)ની સત્તાનો ઉપયોગ કરવાની કલમને પહેલી એપ્રિલ ૨૦૨૫થી નિષ્ક્રિય કરી દીધી છે. છતાં સરકારના ધ્યાનમાં આવશે કે જીએસટી કાઉન્સિલે જીએસટીના દરમાં કરેલા ઘટાડાનો લાભ ગ્રાહકને આપવામાં આવતો નથી તો તેવા સંજોગોમાં આ કલમને એક્ટિવ કરવા માટે એક જ નોટિફિકેશન બહાર પાડવાથી વિશેષ કશું જ સરકારે કરવું પડશે નહિ.
સરકારે વેપારી આલમ પર વિશ્વાસ મૂક્યો છે. તેનો લાભ જનતાને મળશે તેવા વિશ્વાસને આધારે જ જીએસટીના રેટ ઘટાડ્યા છે. ડીલરો પણ ટેક્સ કોઈએ રાખવી ન જોઈએ. વેપારીઓ ઘટાડીને ચીજવસ્તુઓનું વેચાણ કરશે. વેરાના દરમાં નફો કરવાની વૃત્તિ દ્વારા નફાખોરી કરવામાં આવી રહી હોવાનું સરકારના ધ્યાનમાં આવશે તો સરકાર એટિપ્રોફિટિયરિંગની જોગવાઈનો અમલ કરશે. તેમાં વેપારીના બે ચાર હિસાબો નહિ, પૂરે પૂરા હિસાબોની અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.
બાર ટકાના સ્લેબમાંથી પ ટકાના સ્લેબમાં વસ્તુઓને મૂકી આપવામાં આવી હોય તો તેવા સંજોગોમાં ચીજવસ્તુઓના ભાવ સીધા સાત ટકા ઘટી જશે તેવી માન્યતામાં ગ્રાહકોએ પણ રહેવું જોઈએ નહિ. બાર ટકા જીએસટીનો સ્લેબ નાબૂદ કરી દેવામાં આવ્યો છે. તેમાંથી ઘણી વસ્તુઓ પરના જીએસટીના દર ઘટીને પ ટકા થયા છે. હવે આ વસ્તુના વર્તમાન ભાવમાંથી સીધા સાત ટકાની બાદબાકી કરીને તેની ઘટાડેલી કિંમત નક્કી કરી શકાય નહિ.
જીએસટી ઘટ્યો હોય તે ચીજવસ્તુના નવા ઘટાડેલા ભાવ નક્કી કરવા માટે નીચે મુજબની ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકાય છે. બાર ટકા જીએસટીની વસ્તુ ૫ ટકા જીએસટીમાં જાય તો નવી ઘટાડેલી કિંમત નક્કી નીચે મુજબ કરી શકાશે રૂ.૧૦૦ની કિંમતની ચીજવસ્તુ પર ૧૨ ટકા જીએસટી છે. સો ગુણ્યા બાર ભાગ્યા ૧૧૨ કરતાં રૂ.૧૦.૭૧નો ઘટાડો આવશે.
આમ રૂ. ૮૯.૨૯ની કિંમત શૂન્ય જીએસટી પર થશે. પરંતુ બાર ટકા જીએસટીની વસ્તુ ૫ ટકા જીએસટીના સ્લેબમાં આવી હોય તો તેના પર ૫ ટકા જીએસટી ઉમેરવાનો આવે છે. રૂ. ૮૯.૨૯ની કિંમતની વસ્તુ પર ૫ ટકા જીએસટી ઉમેરતા તેમાં રૂ. ૪.૪૬નો ઉમેરો થાય છે. તેથી તેની બજારમાં વેચવાની કિંમત રૂ. ૯૩.૭૫ની થાય છે. આમ રૂ. ૧૦૦ના ભાવની અને બાર ટકા જીએસટીની વસ્તુ પાંચ ટકાના સ્લેબમાં જાય તો તેના ભાવમાં રૂ. ૬.૨૫નો ઘટાડો આવશે.
ગ્રાહકોની ગણતરી મુજબ આ ઘટાડો રૂ. ૭નો આવવો જોઈએ તે સાચુ નથી. આ જ રીતે રૂ. ૧૦૦ની કિંતની વસ્તુ પર ૧૨ ટકા જીએસટી લાગતો હતો તે વસ્તુને ૧૮ ટકા જીએસટીમાં મૂકી દેવામાં આવી હોય તો તેને પરિણામે તેના ભાવમાં ૬ ટકાનો નહિ, પરંતુ રૂ. ૫.૩૯નો વધારો આવશે.