Western Times News

Gujarati News

AMCના મિશન ફોર મિલિયન ટ્રીઝ-૨૦૨૫માં  અત્યાર સુધીમાં ૪૦.૮૦ લાખ રોપાઓનું વાવેતર પૂર્ણ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મિશન ફોર મિલિયન ટ્રીઝઅભિયાન અંતર્ગત સાબરમતી વોર્ડ ખાતે વૃક્ષારોપણ કર્યું

૪૩૦૦ ચોરસ મિટર વિસ્તારમાં આયુર્વેદિક વૃક્ષો સહિત ૧૪ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરાશે

દરેક વાવેતર સ્થળના જીઓ ટેગીંગ અને LIDAR સર્વે  ટેક્નોલોજી દ્વારા વૃક્ષોની વૃદ્ધી અને સર્વાઈવલ રેટનું મોનિટરીંગ

Ahmedabad, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન ફોર મિલિયન ટ્રીઝ‘ અભિયાન અંતર્ગત રાણીપ વોર્ડમાં સાબરમતી જેલ પાછળના ગાર્ડનમાં આયોજીત વૃક્ષારોપણ કાર્યક્રમમાં પદાધિકારીઓ સાથે સામુહિક વૃક્ષારોપણ કર્યું હતું.

તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પેડ માં કે નામ‘ અને મિશન ફોર મિલિયન ટ્રીઝ‘ અભિયાનમાં વૃક્ષારોપણ કરીને હરિત ગુજરાતનો સંદેશ આપ્યો હતોસાથે સાથે નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવવાતેમનું સંરક્ષણ કરવા અને હરિયાળું ગુજરાત બનાવવામાં સહભાગી થવા માટે આહ્વાન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કેશહેરનું ગ્રીન કવર વધારવાના ઉમદા આશય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન ફોર મિલિયન ટ્રીઝ‘ અભિયાન શરૂ કરવામાં આવ્યું છેજે અંતર્ગત  મોટી સંખ્યામાં વૃક્ષો વાવવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. આ વર્ષે ફોર મિલિયન ટ્રીઝ અભિયાન માટે કરવામાં આવેલ સચોટ સૂક્ષ્મ આયોજન અને તે મુજબની વાસ્તવિક અમલવારીના કારણે તારીખ ૭ સપ્ટેમ્બર સુધીમાં ૪૦ લાખ ૮૦ હજાર ૧૮૦ રોપાનું વાવેતર પૂર્ણ થયું છે.

એટલું જ નહિપવિત્ર શ્રાવણ માસના ચાર સોમવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ઝોનમાં કુલ ૫૪,૮૮૩ તુલસીનું વિતરણ-વાવેતર કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસમાં આવતી અગિયારસના દિવસે તમામ ઝોનમાં ધાર્મિક મહત્વ ધરાવતા કદમ, પીપળો, સમી, સેવન, સીતાઅશોક અને બીલી જેવા વૃક્ષો મળી કુલ ૪૯૧ વૃક્ષોનું વિતરણ-વાવેતર કરવામાં આવેલું હતું.

વડાપ્રધાનશ્રીના જન્મદિન 17મી સપ્ટેમ્બરે અમદાવાદ શહેરના દરેક વોર્ડમાં એક ધાર્મિક સ્થળે તુલસી વિતરણના કાર્યક્રમ દ્વારા 12,820 તુલસીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ મિશન ૪ મિલિયન ટ્રીઝ અંતર્ગત વૃક્ષારોપણ માટેના સ્થળો ગુગલ મેપથી શોધવામાં આવે છે આ ઉપરાંત દરેક વાવેતર સ્થળનું જીઓ ટેગિંગ કરવામાં આવ્યું છે અને LIDAR સર્વે ટેકનોલોજી દ્વારા વૃક્ષોની વૃદ્ધિ અને સર્વાઇવલ રેટનું મોનિટરીંગ પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પુત્રજીવા વૃક્ષનું વાવેતર સાથે રાણીપ વોર્ડમાં સાબરમતી જેલ પાછળના ગાર્ડનમાં ગુરૂવારે યોજવામાં આવેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમ અન્વયે આ વિસ્તારમાં મિયાવાંકી પધ્ધતિથી ૪૩૦૦ ચોરસ મીટરમાં આર્યુવેદીક સહિત ૧૪ હજાર જેટલા વૃક્ષોના વાવેતરનું આયોજન છેઆ ઉપરાંત સેવા સપ્તાહ અંતર્ગત આ કાર્યક્રમમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓધાર્મિક સંસ્થાઓ અને સોસાયટીઓ પણ જોડાઈ હતી.

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબહેન જૈનસાંસદ શ્રી નરહરિ અમીનધારાસભ્ય શ્રી ડો  શ્રી હર્ષદભાઈ પટેલશ્રી જીતેન્દ્રભાઈ પટેલશ્રી અમુલભાઇ ભટ્ટ મ્યુનિ કમિશનર બંછાનીધી પાની, ડેપ્યૂટી મેયર શ્રી જતીનભાઈ પટેલસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણીચેરમેન હેરિટેજ કમિટી  જયેશ ત્રિવેદીશાસક પક્ષનેતા ગૌરાંગ પ્રજાપતિ, દંડક શીતલ બહેન ડાગા, મ્યુનિ. કાઉન્સિલરશ્રીઓ તથા AMCના પદાધિકારીઓ/કર્મચારીઓજેલના અધિકારીઓ,પ્રબુદ્ધ નાગરિકોસ્વૈચ્છિક અને ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓસહિત શહેરીજનો વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સૌએ પર્યાવરણ બચાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.