Western Times News

Gujarati News

મોરબી લેવિસ અને મેટ્રો ગ્રુપઃ આજે 12 લોકરો ખુલશે

સિક્રેટ ઓફિસમાંથી મળેલા ડિજિટલ પુરાવાની ચકાસણી હાથ ધરવામાં આવી છે-લેવિસ અને મેટ્રો ગ્રુપ પર ITના દરોડામાં ૨૫૦ કરોડથી વધુના બેનામી હિસાબો મળ્યા

મોરબી, મોરબીમાં લેવિસ અને મેટ્રો ગ્રુપ પર ITના દરોડાનો મામલે દિવસે દિવસે મોટા ખુલાસા થઈ રહ્યાં છે. બંને ગ્રુપની સિક્રેટ ઓફિસ હોવાનું સામે આવતા ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સિક્રેટ ઓફિસમાંથી ડિજિટલ પુરાવા હાથ લાગતાં એનાલિસિસ શરૂ કરાયું.

૧૨ બેંક લોકરની તપાસ હાથ ધરવામાં આવી છે. મંગળવારે શરૂ થયેલ સર્ચ હજુ શુક્રવાર રાત્રી સુધી ચાલે તેવી શક્્યતા છે. તપાસ દરમિયાન મળ્યા ૨૫૦ કરોડથી વધુના બેનામી હિસાબો મળ્યા છે. તપાસના બીજા જ દિવસે ૧૧ કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. સિક્રેટ ઓફિસમાંથી મળેલા ડિજિટલ પુરાવાની ચકાસણી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મોરબીમાં આવેલા સિરામિક ઉદ્યોગ અને બાંધકામ ક્ષેત્રમાં મોટા નામ ધરાવતા લેવિસ અને મેટ્રો ગ્રુપ પર આઇટી વિભાગે મંગળવારથી દરોડા શરૂ કર્યા છે. આ ત્રણ દિવસ ચાલેલા દરોડામાં આવકવેરા વિભાગની ટીમને કરોડો રૂપિયાની રોકડ રકમ અને શંકાસ્પદ દસ્તાવેજો મળ્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, આ રકમ ૩ કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. આ ઉપરાંત, બંને કંપનીઓની ગુપ્ત ઓફિસો પણ શોધી કાઢવામાં આવી છે.

આ ગુપ્ત ઓફિસોમાંથી મળેલા ડિજિટલ પુરાવાઓનું વિશ્લેષણ હાલમાં ચાલી રહ્યું છે. તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઓફિસોમાંથી મળેલા પુરાવાઓ ગંભીર પ્રકૃતિના છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્્યતા છે. મહત્વની વાત એ છે કે, આઇટી વિભાગે ૧૨ બેન્ક લોકર્સને પણ તપાસ માટે ચિÂહ્નત કર્યા છે.

આ લોકર્સની તપાસ શુક્રવારથી શરૂ થશે. આ સમગ્ર કાર્યવાહીના પરિણામે મોટા પાયે બેનામી રોકડ અને ઝવેરાત મળી આવે તેવી શક્્યતા છે. મોરબી અને રાજકોટમાં સક્રિય આ બંને ગ્રુપની પ્રવૃત્તિઓ પર આઇટી વિભાગની કડક નજર છે. આગામી દિવસોમાં વધુ માહિતી સામે આવે તેવી શક્્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.