અમદાવાદમાં ગરબાના આયોજન પર લટકતી તલવાર! એકપણ આયોજનને મંજૂરી મળી નથી

પ્રતિકાત્મક
ગરબા આયોજકોને મંજૂરી આપતા પહેલાં ફાયર સેફ્ટી NOC, પાર્કિંગ વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા, ઈલેક્ટ્રિકલ સર્ટિફિકેટ અને PWD ના મંજૂરી પત્ર જેવા તમામ નિયમોનું પાલન કરવું ફરજિયાત
અમદાવાદ: નવરાત્રિ નજીક આવતા જ ગરબા આયોજકોએ પોલીસ પાસેથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં કુલ ૬૬ જેટલા મોટા ગરબાના આયોજકોએ મંજૂરી માટે અરજી કરી છે, પરંતુ પોલીસ દ્વારા નિર્ધારિત કડક SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) નું પાલન ન થવાને કારણે હજી સુધી એક પણ આયોજનને મંજૂરી આપવામાં આવી નથી.
પોલીસના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે, ગરબા આયોજકોને મંજૂરી આપતા પહેલાં ફાયર સેફ્ટી NOC, પાર્કિંગ વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા, ઈલેક્ટ્રિકલ સર્ટિફિકેટ અને PWD ના મંજૂરી પત્ર જેવા તમામ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. આ તમામ નિયમોનું પાલન થયા બાદ જ મંજૂરી આપવામાં આવશે. હાલમાં પણ આયોજકો દ્વારા અરજીઓ કરવામાં આવી રહી છે, જેથી આ વખતે મોટા આયોજનોની સંખ્યા ૮૦ સુધી પહોંચે તેવી શક્યતા છે.
અમદાવાદમાં નવરાત્રીમાં ખેલૈયાઓને ગરબા રમાડવા માટે આયોજકો તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહયા છે.ત્યારે શહેરમાં ૬૬ જેટલા ગરબા આયોજકોએ મોટા ગરબાના આયોજન માટે પોલીસ પરમીશન માગી છે. જેને લઈને પોલીસ દ્વારા તૈયાર કરેલી એસઓપી મુજબ એક પણ આયોજકોને મંજુરી આપવામાં આવી નથી. પોલીસે તૈયાર કરેલી માર્ગદર્શીકા તમામ નિયમોના પાલનક બાદ મંજુરી મળશે તેવું ઉચ્ચ અધિકારીઓનં કહેવું છે કે
જેમાં ખાસ કરીને ફાયરની એનઓસી સીસીટીવી સિકયોરીટી પોઈન્ટ ઈલેકટ્રીક સટીફીકેટ પીડબલ્યુડીના મંજુરી પત્ર બાદ જ પોલીસ વિભાગના ગરબા આયોજકોએ મંજુરી આપશે. જોકે ગરબા આયોજકોએ મંજુરી માટે હજી પણ અરજી કરી રહયા હોવાની આગામી સમયમાં શહેરમાં મોટાભાગે યોજાનાર ગરબાની સંખ્યા ૮૦ આસપાસ થાય તેવી શકયતા છે.
૧૨ વાગ્યા સુધીની મંજૂરી અને ટ્રાફિક વ્યવસ્થા
શહેર પોલીસ દ્વારા રાત્રે ૧૨ વાગ્યા સુધી ગરબાની મંજૂરી આપતું જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ સાથે જ, ટ્રાફિક પોલીસ ગરબા સ્થળોની આસપાસ ખોટી રીતે પાર્ક થયેલા વાહનોને ટો કરવાની કામગીરી પણ કરશે.
ટ્રાફિક વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, એસ.જી. હાઈવે અને એસ.પી. રિંગ રોડ જેવા વિસ્તારોમાં વધુ ગરબાનું આયોજન થતું હોવાથી ત્યાં ટ્રાફિક જામની સમસ્યા વધુ રહે છે. આવા હોટસ્પોટ શોધી કાઢીને ત્યાં પૂરતી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. હજારોની સંખ્યામાં પોલીસ શહેરમાં પેટ્રોલિંગ કરશે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેશે.