‘મારે શ્રાધ્ધ માટે કાગડાઓને ખવડાવવા બહાર જવું પડતું નથી’

AI Image
દરરોજ કાગડાને ખવડાવતા સેટેલાઈટમાં રહેતા અર્ચનાબેન કહે છે
Ahmedabad, દેવલોક પામેલા સ્વજનોને યાદ કરીને શ્રાધ્ધમાં કાગડાને અને દુધના મિશ્રણથી તૈયાર કરેલી ખીર અને પુરી કે રોટલી ખવડાવવામાં આવે છે. આથી પિતૃપક્ષમાં કાગડાઓનું મહત્વ ખુબ વધી જાય છે. ઘણાને અનુભવ થાય છે કે સામાન્ય દિવસોમાં કાગડાઓ ખુબ જોવા મળતા હોય છે. પરંતુ શ્રાધ્ધ પક્ષમાં કાગડાઓ ખુબ ઓછા નજરે ચડે છે. કાગડા દુરથી દેખાય તો પણ જલદી આવતા નથી.
કાગડા આવીને શ્રાધ્ધની ખીર આરોગે એવું સૌ કોઈ ઈચ્છતું હોય છે. પરંતુ કાગડા માણસોનો જલદી વિશ્વાસ કતા નથી પરંતુ સેટેલાઈટ વિસ્તારમાં આર્ષ એપાર્ટમેન્ટમાં રહેતા અર્ચનાબેન નાગોરીની બાલ્કનીમાં કાગડાઓ દરરોજ કા.કા. દકરતા આવી ચડે છે. જયાં સુધી તેમને ખોરાક ના મળે ત્યાં સુધી ખસતા નથી. તેઓ સોળ શ્રાધ્ધના દિવસો જ નહી કાયમ કાગડાને દુધ, રોટલી, અને બ્રેડ ખવડાવે છે. પીવા માટે પાણી પણ મુકે છે.
અર્ચનાબેન કહે છે કે ‘મારે શ્રાધ્ધ માટે કાગડાઓને ખવડાવવા બહાર જવું પડતું નથી. ઘરે આંગણે આવીને કાગડા ખીર ખાય છે. આ માત્ર શ્રાધ્ધ પક્ષ જ નહી કાયમને માટે સેવા ચાલતી રહે છે. શરૂઆતમાં ખોરાક મુકીને બારી બંધ કરવામાં આવે ત્યારે જ ખાતા હતા. પરંતુ ધીમે ધીમે એટલા ટેવાઈ ગયા છે કે મારશા હાથેથી ખાવા લાગ્યા છે.
એક કાગડો ખાઈને પોતાના બચ્ચા માટે ખોરાક લઈ જાય પછી બીજા વારાફરતી આવતા રહે છે. આક્રમ સવારે ૯.૩૦ વાગ્યાથી શરૂ થાય છે. જે બપોરે અને કયારેક તો સાંજ સુધી ચાલતો રહે છે. કાગડાને ખવડાવ્યા અમોને પણ વિના ચેન પડતુ નથી. તેમના માટે રોજ દુધ રોટલી, ખીર બનાવવામાં આવે છે. કયારેક બહાર જવાનું થાય ત્યારે પણ કાગડા આવશે તો શું ખાશે તેની પણ ચિંતા કરીને બે થી ત્રણ દિવસ ચાલે તેટલા ખોરાકનો સ્ટોક મુકવામાં આવે છે.