ઈપીએફઓ સભ્યો માટે સારા સમાચાર: સરળ પાસબુક અને ટ્રાન્સફર સુવિધાનો પ્રારંભ

File PHoto
નવી દિલ્હી: કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ગુરુવારે જાહેરાત કરી કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા સભ્યો માટે ‘પાસબુક લાઈટ’ નામની નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા સભ્યોને તેમના યોગદાન, ઉપાડ અને બેલેન્સની વિગતો સરળતાથી જોઈ શકશે. આ માટે તેમને પાસબુક પોર્ટલ પર જવાની જરૂર રહેશે નહીં.
આ સુવિધા મેમ્બર પોર્ટલ પર એક સુધારાના ભાગ રૂપે ઉમેરવામાં આવી છે, જેનો હેતુ સભ્યોને કાર્યક્ષમ, પારદર્શક અને ઉપયોગમાં સરળ સેવાઓ પૂરી પાડવાનો છે. આ નવી પહેલથી ગ્રાહક અનુભવમાં સુધારો થશે, કારણ કે એક જ લોગિનથી પાસબુક સહિતની તમામ મુખ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.
ઈપીએફઓ દ્વારા શરૂ કરાયેલી મુખ્ય સુધારાઓ:
‘પાસબુક લાઈટ’ સુવિધા: આ નવી સુવિધાથી સભ્યો મેમ્બર પોર્ટલ પર જ પોતાના યોગદાન, ઉપાડ અને બેલેન્સની માહિતી સરળ ફોર્મેટમાં જોઈ શકશે. આનાથી પાસબુક પોર્ટલ પરનો ભાર ઓછો થશે.
એક જ લોગિનમાં બધી સેવાઓ: આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય સભ્યોને તમામ મુખ્ય સેવાઓ એક જ લોગિન દ્વારા પૂરી પાડવાનો છે, જેનાથી ઉપયોગની સરળતામાં વધારો થશે અને ફરિયાદ ઓછી થશે.
એનેક્સચર કે ડાઉનલોડ કરવાની સુવિધા: નોકરી બદલતી વખતે કર્મચારીઓનું પીએફ એકાઉન્ટ ઓનલાઈન ટ્રાન્સફર થાય છે. હવે સભ્યો એનેક્સચર કે (ટ્રાન્સફર સર્ટિફિકેટ) સીધું જ મેમ્બર પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકશે, જેનાથી પીએફ ટ્રાન્સફરની પારદર્શિતા અને દેખરેખ સુનિશ્ચિત થશે.
ડિજિટલ રેકોર્ડની જાળવણી: સભ્યો હવે એનેક્સચર કે નો કાયમી ડિજિટલ રેકોર્ડ રાખી શકશે, જે ભવિષ્યમાં ઈપીએસ (કર્મચારી પેન્શન યોજના)ના લાભોની ગણતરી માટે મહત્ત્વપૂર્ણ છે.
ઝડપી સેવાઓ અને ઓછી વિલંબ: ઈપીએફઓની સેવાઓ જેવી કે પીએફ ટ્રાન્સફર, સેટલમેન્ટ, એડવાન્સ, અને રિફંડ માટે મલ્ટિ-લેયર્ડ મંજૂરી પ્રક્રિયાની જરૂર પડતી હતી. આ સુધારાથી મંજૂરી પ્રક્રિયા સરળ બનશે અને સભ્યોના ક્લેમનો નિકાલ ઝડપી થશે.