Western Times News

Gujarati News

બેંક એફડી પર પાંચ લાખના વીમા કવચના નિર્ણયનો અમલ શરૂ

નવી દિલ્હી, બેંક ડિપોઝીટ પરના વીમા કવચની રકમ એક લાખ રૃપિયાાૃથી વાૃધારી પાંચ લાખ રૃપિયા કરવાના સરકારના નિર્ણયનો અમલ આજથી શરુ કરી દેવામાં આવ્યો છે તેમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)એ એક નિવેદનમાં જણાવ્યું છે.  આરબીઆઇની સંપૂર્ણ માલિકીની સબસિડરી ડિપોઝીટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન(ડીઆઇસીજીસી) દ્વારા આ વીમા કવચ પુરુ પાડવામાં આવે છે.

ડિપોઝીટરોના હિતોનું રક્ષણ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેમ આરબીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ અગાઉ નાણા સચિવ રાજીવકુમારે જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસીસે ડિપોઝિટ પરનો વીમો એક લાખ રુપિયાથી વધારી પાંચ લાખ રુપિયા કરવાના સરકારના નિર્ણયને મંજૂરી આપી દીધી છે.

સરકારના આ નિર્ણયથી લોકોનો બેકિંગ સિસ્ટમ પર વિશ્વાસ વાૃધશે. ગયા વર્ષે પંજાબ એન્ડ  મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક(પીએમસી)માં કૌભાંડ થયા પછી લોકોનો વિશ્વાસ ડગી ગયો હતો.  વીમા કવચ વધવાને પગલે બેેંકોને હવે ૧૦૦ રુપિયાની ડિપોઝીટ પર ૧૦ પૈસાને બદલે ૧૨ પૈસા પ્રિમિયમ ચૂકવવો પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.