યમનની હોટેલના કેમ્પસમાં જોરદાર ધડાકા સાથે આગ ભડકી

નવી દિલ્હી, યમનથી છોડવામાં આવેલો એક ડ્રોન ૧૮ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ઇઝરાયલના ઇલાત શહેરમાં એક હોટલ પાસે પડ્યો. આ ઘટનાથી હડકંપ મચી ગયો, જેમાં એક મોટો ધડાકો થયો અને આગ પણ લાગી ગઈ, પરંતુ રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિ થઈ ન હતી.આ ઘટનાના સીસીટીવી ફૂટેજ ઇઝરાયલી સેના દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
ન્યૂઝ એજન્સી રોયટર્સ દ્વારા તપાસ કરતા તેની પુષ્ટિ થઈ છે કે ઇલાતમાં ‘પૂર્વમાંથી’ છોડવામાં આવેલો એક ડ્રોન પડ્યો હતો. ડ્રોન આવતા પહેલા જ વિસ્તારમાં એર રેડ સાયરન વાગવા લાગ્યા હતા.વીડિયોની તારીખ સીસીટીવી ટાઇમસ્ટેમ્પ અને રિપો‹ટગ દ્વારા ચકાસવામાં આવી છે. ફૂટેજમાં દેખાતી ઇમારતો અને વૃક્ષો પણ ઇલાતની સેટેલાઇટ તસવીરો સાથે મેળ ખાય છે.
આ તમામ બાબતો પરથી ઇઝરાયલી મીડિયાએ પુષ્ટિ કરી છે કે આ ડ્રોન યમનથી છોડવામાં આવ્યો હતો અને સીધો ઈલાતના હોટલ વિસ્તારમાં પડ્યો હતો.આ હુમલાની જવાબદારી યમનના ઈરાન સમર્થિત હૂતી સંગઠને લીધી છે.
તેમણે નિવેદન બહાર પાડીને કહ્યું કે ઈલાત ‘હંમેશા નિશાના પર રહેશે.’ હૂતી સંગઠન ઇઝરાયલ અને આંતરરાષ્ટ્રીય શિપિંગ લેન પર હુમલા કરતું રહ્યું છે. તેમનું કહેવું છે કે આ બધું ગાઝાના પેલેસ્ટીનીઓના સમર્થનમાં કરવામાં આવી રહ્યું છે.
અત્યાર સુધી હૂતીઓ દ્વારા છોડવામાં આવેલા મોટાભાગના મિસાઈલ અને ડ્રોન કાં તો રસ્તામાં જ પડી ગયા છે અથવા ઇઝરાયલી સુરક્ષા દળોએ તેમને તોડી પાડ્યા છે. જવાબમાં ઇઝરાયલ પણ સતત હૂતી બળવાખોરો પર હવાઈ હુમલા કરી રહ્યું છે.SS1MS