યુએઈ સાથેનો દ્વિપક્ષીય વેપાર વધારીને ૧૦૦ અબજ ડોલર કરાશે

અબુ ધાબી, ભારત અને યુએઈએ આગામી ૩-૪ વર્ષમાં ક્‰ડ ઓઇલ અને કિંમતી ધાતુઓ સિવાયના બંને દેશો વચ્ચેના વેપારને બમણો એટલે કે ૧૦૦ અબજ ડોલર કરવાનો ટાર્ગેટ નિર્ધારિત કર્યાે છે. હાલમાં બંને દેશો વચ્ચે વેપાર આશરે ૫૦થી ૫૫ અબજ ડોલર છે.
વેપાર અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યુ હતું કે બંને પક્ષોએ યુએઈની રોકાણ શક્તિ અને ભારતના પ્રતિભા પૂલનો ઉપયોગ કરીને આફ્રિકા અને ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલ જેવા પ્રદેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરવા માટેની કાર્યપદ્ધતિ નક્કી કરવાનો પણ નિર્ણય કર્યાે છે.
રોકાણો અંગેના ભારત-યુએઈ ઉચ્ચ-સ્તરીય સંયુક્ત ટાસ્ક ફોર્સની અબુ ધાબીમાં ૧૩મી બેઠક દરમિયાન આ મુદ્દા પર ચર્ચાવિચારણા કરાઈ હતી. આ બેઠક પીયૂષ ગોયલ અને અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના એમડી શેખ હમેદ બિન ઝાયેદ અલ નાહ્યાની વડપણ હેઠળ યોજાઈ હતી.
આ બેઠક પછી ગોયલે જણાવ્યું હતું કે અમે આગામી ૩-૪ વર્ષમાં ક્‰ડ ઓઇલ અને કિંમતી ધાતુઓ સિવાયના બંને દેશો વચ્ચેના વેપારને બમણો એટલે કે ૧૦૦ અબજ ડોલર કરવાનો ટાર્ગેટ નિર્ધારિત કર્યાે છે.
બંને પક્ષોએ પરસ્પર વિકાસને વેગ આપવા માટે ખાસ કરીને દરિયાઈ, સંરક્ષણ, એરોસ્પેસ અને અવકાશ ક્ષેત્રોમાં રોકાણ અને સહયોગની પણ ચર્ચાવિચારણા કરી હતી. બંને દેશો વચ્ચે સ્થાનિક ચલણોમાં વેપારમાં પણ વધારો થઈ રહ્યો છે.
સ્થાનિક ચલણોમાં વેપારથી વેપારીઓના ખર્ચમાં ઘટાડો થાય છે અને વેપારની સરળતા પણ વધે છે. હાલમાં ગોયલના વડપણ હેઠળ ભારતનું ૭૦ સભ્યોનું બિઝનેસ પ્રતિનિધિમંડળ યુએઇમાં છે.SS1MS