અમને સમયના બંધનમાં બાંધી દેવાય છે, પણ હિરોને નહીં: શાન

મુંબઈ, સામાન્ય રીતે જુના કલાકારો નવા રીક્રિએશનથી ખુશ હોતા નથી પરંતુ બોલિવૂડ સિંગર શાન ખુશ છે કે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર તેના કેટલાંક જુના ગીતો નવી પેઢીને આજે પણ પસંદ પડી રહ્યા છે. શાનના જુના ગીતો આજે પણ રીલ્સ અને સોશિયલ મીડિયાથી પોતાનું નવું ઓડિયન્સ શોધી રહ્યા છે, જેના માટે શાન બધાનો આભારી છે.
છતાં તેને એક ફરિયાદ છે, તેને અને તેના સમયના ગાયક કલાકારોને ૯૦ના કલાકારો ગણાવાય છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં શાને આ અંગે વાત કરી હતી. શાન પોતાના ગીતોનું રીમીક્સ કે રીપ્રાઇઝ કરવામાં માનતો નથી, આ અંગે તેણે કહ્યું, “ટેન્કિકલ પ્રશ્ન એવો છે રે ગીતો માત્ર અમારા નથી હોતા. ગાયક તરીકે અમે માત્ર ગીતો ગાયા છે. એમના પર સંગીતકારોના અધિકાર છે.
ખરેખર તો એ તેમના પણ નથી. મ્યુઝિક લેબલ ગીતોની માલિકી ધરાવે છે. જ્યાં સુધી મ્યુઝિક લેબલ મંજુરી ન આપે ત્યાં સુધી અમે કંઈ જ કરી શકતા નથી.”લોકો તેને ૯૦ના દાયકાનો ગાયક ગણાવે છે, તે વાત શાનને ખટકે છે. તેણે કહ્યું, “ગાયકોને સમયના ચોકઠાંમાં પુરી દેવા યોગ્ય વાત નથી. તમે કોઈ ગાયકને કહો કે તમે ૯૦ના દાયકા જેવું ગીત ગાઓ છો, એ બરાબર નથી.
આ એક વિચારધારા છે. જો ઉદિતજી આજે કોઈ નવું ગીત ગાય છે, તો લોકો કહેશે એ ગીત ૯૦ના જમાના જેવું લાગે છે. જ્યારે શાન કે સોનું ગીત ગાય છે તો તેમને ૨૦૦૦ જેવું લાગે છે. પરંતુ જ્યારે શાહરુખ ખાન પઠાણ કરે છે, તો લોકો નથી કહેતા કે એ બાઝીગર કે રામજાને જેવી લાગે છે. પરંતુ આ જ માનસિકતા છે. અમને સમયના બંધનમાં બાંધી દેવાય છે, પણ હિરોને નહીં.”SS1MS