સોલરવર્લ્ડ એનર્જી સોલ્યુશન્સનો રૂ. 490 કરોડનો IPO 23 સપ્ટેમ્બર,2025ના રોજ ખુલશે

અમદાવાદ, સોલરવર્લ્ડ એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (સોલરવર્લ્ડ અથવા કંપની) ઇક્વિટી શેરના આઈપીઓ માટે મંગળવાર, 23 સપ્ટેમ્બર 2025ના રોજ તેની બિડ/ઓફર ખોલશે.
ઇક્વિટી શેરની કુલ ઓફર સાઈઝ ₹4,900 મિલિયન [₹490 કરોડ] સુધીની છે, જેમાં ₹4,400 મિલિયન [₹440 કરોડ] સુધીના નવા ઇશ્યુ અને વેચનાર શેરધારકો દ્વારા ₹500 મિલિયન [₹50 કરોડ] સુધીના ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. કંપનીએ અગાઉ, 9 નવેમ્બર 2024ના રોજ, પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ દ્વારા ₹1,100.00 મિલિયન સુધીના ઇક્વિટી શેરનો વધારાનો ઇશ્યુ કર્યો હતો.
એન્કર ઇન્વેસ્ટર માટે બિડિંગની તારીખ સોમવાર, 22 સપ્ટેમ્બર 2025 રહેશે. બિડ/ઓફર મંગળવાર, 23 સપ્ટેમ્બર 2025ના રોજ ભરણાં માટે ખુલશે અને ગુરુવાર, 25 સપ્ટેમ્બર 2025ના રોજ બંધ થશે.
ઓફરની પ્રાઇસ બેન્ડ ₹333 થી ₹351 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવી છે. બિડ ઓછામાં ઓછા 42 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 42 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે.
કંપની નવા ઇક્વિટી શેર ઇશ્યુ અને પ્રી-આઈપીઓથી પ્રાપ્ત થયેલી રકમનો ઉપયોગ તેની પેટાકંપની, કાર્તિક સોલરવર્લ્ડ પ્રાઈવેટ લિમિટેડ (“KSPL”) માં રોકાણ કરવા માટે કરશે. આ રોકાણ મધ્ય પ્રદેશના પંઢુરણામાં 1.2 GW સોલર પીવી ટોપકોન સેલ ઉત્પાદન સુવિધા (પંઢુરણા પ્રોજેક્ટ) સ્થાપવા માટે આંશિક ભંડોળ પૂરું પાડશે જ્યારે બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.(ઓફરનો હેતુ)
ઓફર ફોર સેલમાં પાયોનિયર ફેકર આઈટી ઈન્ફ્રાડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા રૂ. 500.00 મિલિયન (રૂ. 50 કરોડ) સુધીના ઈક્વિટી શેરના વેચાણનો સમાવેશ થાય છે. નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, ઓફર માટેના બુક રનિંગ લીડ મેનેજર્સ (BRLMs) છે.
આ ઇક્વિટી શેર 17 સપ્ટેમ્બર, 2025ના રોજ નવી દિલ્હી ખાતે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, દિલ્હી અને હરિયાણા (“આરઓસી”) સમક્ષ ફાઇલ કરાયેલ કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“આરએચપી”) દ્વારા ઓફર કરવામાં આવી રહ્યા છે અને તેને બીએસઈ લિમિટેડ (“બીએસઈ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“એનએસઈ”) પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે.
આ ઓફર SEBI ICDR રેગ્યુલેશન્સના નિયમ 31ની સાથે વંચાણે લેવાયેલા SCRR ના નિયમ 19(2)(b) અંતર્ગત કરવામાં આવી રહી છે. આ ઓફર SEBI ICDR રેગ્યુલેશન્સના નિયમ 6(2) અનુસાર બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે જેમાં ઓફરનો ઓછામાં ઓછો 75 ટકા ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ (“QIBs”) (“QIB પોર્શન”) ને પ્રમાણસર ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે,
જો કે BRLMs સાથે પરામર્શ કરીને અમારી કંપની વિવેકાધીન ધોરણે QIB પોર્શનના 60% સુધી એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવી શકે છે (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”). એન્કર ઇન્વેસ્ટર પોર્શનનો એક તૃતીયાંશ ભાગ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે SEBI ICDR નિયમો અનુસાર સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી એન્કર ઇન્વેસ્ટર એલોકેશન ભાવ અથવા તેનાથી ઉપર માન્ય બિડ્સ પ્રાપ્ત થવાને આધીન છે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ઓછું સબ્સ્ક્રિપ્શન અથવા બિન-ફાળવણીના કિસ્સામાં, બાકીના ઇક્વિટી શેર્સ QIB પોર્શન (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) (“નેટ QIB પોર્શન”) માં ઉમેરવામાં આવશે.
આ ઉપરાંત, નેટ ક્યુઆઈબી પોર્શનનો 5% હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર કિંમત પર અથવા તેનાથી વધુ પ્રાપ્ત થનારી માન્ય બિડને આધિન રહેશે. જો કે, જો મ્યુચ્યુઅલ ફંડ્સની કુલ માંગ નેટ ક્યુઆઈબી પોર્શનના 5% કરતા ઓછી હશે, તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઈબી ભાગમાં ઉમેરવામાં આવશે.
આ ઉપરાંત, બિન-સંસ્થાકીય રોકાણકારોને ફાળવણી માટે ઓફરનો 15%થી વધુ હિસ્સો ઉપલબ્ધ નહીં હોય, (જેમાંથી એક તૃત્યાંશ ₹0.20 મિલિયનથી ₹1.00 મિલિયન સુધીની બિડવાળા બિડર્સ માટે અને બે-તૃત્યાંશ ₹1.00 મિલિયનથી વધુની બિડવાળા બિડર્સ માટે અનામત રહેશે). સેબી આઇસીડીઆરના નિયમો અનુસાર, ઓફર કિંમત પર અથવા તેનાથી વધુ પ્રાપ્ત થતી માન્ય બિડને આધિન રહેશે. વધુમાં, સેબી આઇસીડીઆરના નિયમો અનુસાર રિટેલ વ્યક્તિગત રોકાણકારો (‘આરઆઈઆઈ’) ને ફાળવણી માટે ઓફરના 10 ટકાથી વધુ ઉપલબ્ધ રહેશે નહીં, જે તેમની પાસેથી ઓફર કિંમત પર અથવા તેનાથી વધુ પ્રમાણમાં પ્રાપ્ત થતી માન્ય બિડને આધિન રહેશે.
એન્કર ઈન્વેસ્ટર્સ સિવાયના તમામ સંભવિત બિડર્સે ફરજિયાતપણે એપ્લિકેશ સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (આસ્બા) પ્રક્રિયાના માધ્યમથી ભાગ લેવાનો રહેશે અને તેમણે તેમના સંબંધિત આસ્બા એકાઉન્ટ (અહીં વ્યાખ્યા કર્યા મુજબ), અને યુપીઆઈ બિડર્સ (અહીં વ્યાખ્યા કર્યા મુજબ)ના કિસ્સામાં યુપીઆઈ આઈડીની વિગતો ઉપલબ્ધ બનાવવાની રહેશે, જે કેસ પ્રમાણે સેલ્ફ સર્ટિફાઈડ સિન્ડિકેટ બેન્ક્સ (એસસીએસબીએસ) અથવા સ્પોન્સર બેન્ક દ્વારા બિડની રકમના પ્રમાણમાં બ્લોક કરાશે. એન્કર ઈન્વેસ્ટર્સને આસ્બા પ્રક્રિયા દ્વારા એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની મંજૂરી નથી. વિગતો માટે, પૃષ્ઠ 423 પર “ઓફર પ્રક્રિયા” જુઓ.
એન્કર ઇન્વેસ્ટર્સ સિવાયના તમામ સંભવિત બિડરોએ ફરજિયાતપણે તેમના સંબંધિત, એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (એએસબીએ) એકાઉન્ટ (અહીં વ્યાખ્યાયિત કર્યા મુજબ) અને યુપીઆઈ બિડર (અહીં વ્યાખ્યાયિત કરાયેલ)ના કિસ્સામાં યુપીઆઈ આઈડીની વિગતો પૂરી પાડીને અરજી-સમર્થિત અરજી દ્વારા ઑફરમાં ભાગ લેવો ફરજિયાત છે, જે સ્વ-પ્રમાણિત સિન્ડિકેટ બેંકો (“એસસીએસબી”) અથવા પ્રાયોજક બેંકો દ્વારા અવરોધિત કરવામાં આવશે. કેસ મુજબ, તેમની સંબંધિત બિડની રકમની હદ સુધી. એન્કર રોકાણકારોને ASBA પ્રક્રિયા દ્વારા એન્કર ઇન્વેસ્ટર ભાગમાં ભાગ લેવાની મંજૂરી નથી. વિગતો માટે, પૃષ્ઠ 423 પર “ઓફર પ્રક્રિયા” જુઓ.
અહીં ઉપયોગમાં લેવાયેલા પરંતુ વ્યાખ્યાયિત ન કરાયેલા તમામ કેપિટલાઇઝ્ડ શબ્દોનો અર્થ RHPમાં દર્શાવેલ અર્થ મુજબ રહેશે.
Disclaimer: Solarworld Energy Solutions Limited (the “Company”) is proposing, subject to receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial public offer of its equity shares and has filed the red herring prospectus (“RHP”) with the Registrar of Companies, Delhi and Haryana at New Delhi. The RHP is available on the website of the Company at https://worldsolar.in/investors/, website of SEBI at www.sebi.gov.in as well as on the websites of the book running lead managers, Nuvama Wealth Management Limited and SBI Capital Markets Limited at www.nuvamawealth.in and www.sbicaps.com respectively, and the websites of National Stock Exchange of India Limited and BSE Limited at www.nseindia.com and www.bseindia.com, respectively. Any potential investor should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, see “Risk Factors” of the RHP. Potential investors should not rely solely on the DRHP filed with SEBI for any investment decision.