ડોનાલ્ડ ટ્રમ્પે એચ-૧બી વિઝા નિયમ બદલ્યાં, નવા અરજદારો પાસેથી ૮૮ લાખ રૂપિયા ફી વસૂલાશે

નવી દિલ્હી, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-૧બી વિઝા માટેના નિયમોમાં ફેરફાર કર્યાે છે. કેટલાક એચ-૧બી વિઝા ધારકો હવે નોન-ઇમિગ્રન્ટ વર્કર તરીકે સીધા અમેરિકામાં નહીં પ્રવેશી શકે.
દરેક નવી અરજી સાથે ૧૦૦,૦૦૦ ડૉલર એટલે કે ૮૮ લાખ રૂપિયાથી વધુની ફી ચૂકવવાની રહેશે. આ નવી ૧૦૦,૦૦૦ ડૉલરની ફી કંપનીઓ માટે ખર્ચમાં નોંધપાત્ર વધારો કરી શકે છે.
જ્યારે મોટી ટેક કંપનીઓ માટે આ મોટી સમસ્યા નહીં હોય, જે સામાન્ય રીતે ટોચના પ્રોફેશનલ પાછળ ભારે ખર્ચ કરે છે. જોકે આ ફીને કારણે તે નાની ટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ પર દબાણ વધશે. વ્હાઇટ હાઉસના સ્ટાફ સેક્રેટરી વિલ શાર્ફે કહ્યું, “એચ-૧બી નોન-ઇમિગ્રન્ટ વિઝા પ્રોગ્રામ સૌથી વધુ દુરુપયોગ થતી વિઝા સિસ્ટમમાંની એક છે.
આ વિઝાનો હેતુ હાઈ સ્કિલ્ડ ધરાવતા વ્યક્તિઓને અમેરિકામાં કામ કરવાની મંજૂરી આપવાનો છે, એવી નોકરીઓ ભરવાનો છે જે અમેરિકન કર્મચારી કરી નથી શકતા. અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે જણાવ્યું હતું કે, “મોટી ટેક કંપનીઓ અથવા અન્ય મોટી કંપનીઓ હવે વિદેશી કામદારોને તાલીમ નહીં આપશે.
તેમણે સરકારને ૧૦૦,૦૦૦ ડૉલર ચૂકવવા પડશે અને પછી કર્મચારીને પણ ચૂકવણી કરવી પડશે. જે આર્થિક રીતે નુકસાનકારક સાબિત થશે. જો તમે કોઈને તાલીમ આપવા જઈ રહ્યા છો, તો અમારી મહાન યુનિવર્સિટીઓમાંથી તાજેતરમાં સ્નાતક થયેલા અમેરિકન વિદ્યાર્થીઓને તાલીમ આપો, અમેરિકનોને નોકરી માટે તૈયાર કરો અને અમારી નોકરીઓ છીનવી લેવા માટે બહારના લોકોને લાવવાનું બંધ કરો.
આ જ નીતિ છે અને તમામ મોટી કંપનીઓ તેની સાથે છે.’’લગભગ બે તૃતીયાંશ એચ-૧બી વિઝા પોસ્ટ કમ્પ્યુટિંગ અથવા આીટી ક્ષેત્રમાં છે. પરંતુ એન્જિનિયરો, શિક્ષકો અને આરોગ્ય સંભાળ પ્રોફેશનલ્સ પણ આ વિઝાનો ઉપયોગ કરે છે.
સરકારી માહિતી અનુસાર, ગયા વર્ષે ભારત એચ-૧બી વિઝાનો સૌથી મોટો લાભાર્થી હતો, જે કુલ લાભાર્થીના ૭૧% હતો, જ્યારે ચીન બીજા ક્રમે હતું, જેને ફક્ત ૧૧.૭% લાભ મળ્યો હતો.
વર્તમાન સિસ્ટમ હેઠળ, એચ-૧બી વિઝા માટે અરજદારો લોટરીમાં પ્રવેશવા માટે પહેલા થોડી ફી ચૂકવતા હતા અને જો પસંદગી પામે તો તેમણે થોડા હજાર ડોલર સુધીની ફી ચૂકવવી પડતી હતી. ત્યારબાદ કંપનીઓ આ બધી ફી લગભગ રિફંડ કરે છે. એચ-૧બી વિઝા ત્રણથી છ વર્ષના સમયગાળા માટે મંજૂર કરવામાં આવે છે.SS1MS