સુદાનમાં મસ્જિદ પર અર્ધ સૈન્ય દળ દ્વારા મોટો હુમલો, ૪૩ લોકોનાં મોત

ખાર્તૂમ, આફ્રિકન દેશ સુદાનમાં અર્ધ સૈન્ય દળ દ્વારા મસ્જિદ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ૪૩ લોકો માર્યા ગયા હતા. આ માહિતી સ્થાનિક ગુÙપ સુદાન ડોક્ટર્સ નેટવર્ક દ્વારા આપવામાં આવી હતી. શુક્રવારે જાહેર એક નિવેદનમાં સંગઠને દાવો કર્યાે હતો કે જે પણ લોકો માર્યા ગયા છે તેઓ મુસ્લિમ નમાઝીઓ છે, જેમાં બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે.
સુદાન ડોક્ટર્સ નેટવર્ક દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે સુદાનના રેપિડ સપોર્ટ ફોર્સ દ્વારા ડ્રોન સ્ટ્રાઇક કરવામાં આવી હતી. હથિયારધારી સરકારી અર્ધ સૈન્ય દળ દ્વારા સામાન્ય નાગરિકો પર ડ્રોન સ્ટ્રાઇક કરવી તેમની માનવતા, ધર્મ પ્રત્યે આદર ભાવ અને આંતરરાષ્ટ્રીય કાયદા પ્રત્યેની અવગણના દર્શાવે છે.
સુદાનમાં આર્મી અને અર્ધ સૈન્ય દળ રેપિડ સપોર્ટ ફોર્સ બન્ને વચ્ચે છેલ્લા કેટલાક સપ્તાહથી ઘર્ષણ ચાલી રહ્યું છે. આર્મી અને આરએસએફ વચ્ચે એપ્રીલ ૨૦૨૩થી ઘર્ષણ ચાલી રહ્યું છે.
જે બાદમાં ગૃહ યુદ્ધમાં ફેરવાઇ ગયું હતું અને તે જ વર્ષે આશરે કુલ ૪૦ હજાર લોકોનો ભોગ લીધો હતો. જ્યારે અત્યાર સુધીમાં ૧,૫૦,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હોવાનો દાવો સંયુક્ત રાષ્ટ્રએ કર્યાે છે.
મોટાભાગે દારફુર પ્રાંતમાં જ અર્ધ સૈન્ય દળ અને આર્મી વચ્ચે સામસામે હુમલા થઇ રહ્યા છે. દેશના જ બન્ને સુરક્ષદળો વચ્ચે ચાલી રહેલા આ ગૃહ યુદ્ધમાં અનેક લોકો માર્યા ગયા છે.
જ્યારે તાજેતરમાં થયેલા હુમલાને પગલે લોકોમાં ભયનો માહોલ છે કેમ કે અર્ધ સૈન્ય દળ દ્વારા રહેણાંકના વિસ્તારોમાં આ ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે. સુદાનમાં સૈન્ય સત્તા પોતાના હાથમાં લેવા માગે છે જ્યારે સરકારનું અર્ધ સૈન્ય દળ તેના વિરોધમાં સૈન્ય પર હુમલા કરી રહ્યું છે.SS1MS