ભારતમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ સ્થાપવામાં મદદની રશિયાની ઓફર

મોસ્કો, રશિયાએ ભારતમાં નાના અને મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ સ્થાનિક ધોરણ સ્થાપિત કરવામાં સહયોગની ઓફર કરી છે. બંને દેશો વચ્ચે નાગરિક પરમાણુ ઉર્જા સહયોગના ભાગરૂપે રશિયાએ આ ઓફર કરી છે.
રશિયા હાલમાં તમિલનાડુમાં કુડનકુલમ પરમાણુ વીજ પ્લાન્ટનું નિર્માણ કરી રહ્યું છે.વિયેનામાંમાં યોજાઈ રહેલી આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીની જનરલ કોન્ફરન્સ દરમિયાન ભારતીય પ્રતિનિધિમંડળ સાથેની બેઠકમાં રશિયાની સરકારી માલિકીની એટોમિક એનર્જી કંપની રોસાટોમના ડાયરેક્ટર જનરલ એલેક્સી લિખાચોવે આ ઓફર કરી હતી.
રોસાટોમે જણાવ્યુ હતું કે ભારત રોસાટોમનું એક મહત્ત્વનું ભાગીદાર છે અને ભારત સાથેની વાતચીત શાંતિપૂર્ણ પરમાણુ ઊર્જામાં સહયોગ વધારવા પર કેન્દ્રિત હતી. આ સહયોગમાં રશિયાએ ડિઝાઇન કરેલા મોટા અને નાના પ્લાન્ટની નિર્માણનો સમાવેશ થાય છે. કુડનકુલમ એનપીપીના પ્રથમ તબક્કામાં રોસાટોમે બે યુનિટ કાર્યરત કરી દીધા છે.SS1MS