Western Times News

Gujarati News

ભારત અગ્નિ મિસાઇલનું પરીક્ષણ કરશે: ચીન અને યુરોપમાં ફફડાટ

નવી દિલ્હી, ભારત બંગાળની ખાડીમાં ૨૪ અને ૨૫મી સપ્ટે.ના રોજ મિસાઇલ પરીક્ષણ માટે નોટિસ ટુ એરમેન (નોટમ) જાહેરનામુ જારી કર્યુ છે. સપ્ટે.માં થનારા આ મિસાઇલ પરીક્ષણની મારક ક્ષમતા ૧,૫૦૦ કિ.મી. સુધી છે.

અગાઉ ભારતે ૫,૦૦૦ કિ.મી. સુધીની મારક ક્ષમતાવાળા બેલેસ્ટિક અગ્નિ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યુ હતું. આ પરીક્ષણથી ચીન-યુરોપના કેટલાક દેશ ટેન્શનમાઁ આવી ગયા છે.

આ પહેલા પણ આ દેશ અગ્નિ-૫ મિસાઇલના પરીક્ષણથી પણ ગભરાઈ ગયા હતા. તેની હદમાં ચીન, પાકિસ્તાન અને યુરોપના કેટલાક દેશ પણ તનાવમાં આવી ગયા હતા. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ઓડિશાના ચાંદીપુર સ્થિત એકીકૃત પરીક્ષણ કેન્દ્રમાંથી કરવામાં આવેલા પરીક્ષણે બધા માપદંડ અને ટેકનિકલ માપદંડ પાર પાડયા છે.

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કોર્પાેરેશન (ડીઆરડીઓ)એ આ વર્ષના પ્રારંભમાં અગ્નિ-૫ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યુ છે. આ પરીક્ષણમાં પાંચ હજાર કિ.મી. સુધીની મારક ક્ષમતાનું પ્રદર્શન કર્યુ હતું. તેના લીધે ભારતના મિસાઇલની રેન્જમાં ચીનના પૂર્વ અને ઉત્તરના વિસ્તારો, યુરોપના કેટલાક હિસ્સા સહિત એશિયાના મોટાભાગના વિસ્તાર આવી ગયા હતા.

આ પરીક્ષણથી ચીન અને યુરોપ સુદ્ધા કાંપી ગયા હતા.ઇન્ડિયન ડિફેન્સ અપડેટ્‌સ આઇડીયુએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ભારતે ૨૪ અને ૨૫મી સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં ૧,૪૩૦ કિ.મી.ની પ્રહાર ક્ષમતાવાળા મિસાઇલનું પરીક્ષણ કરવાનું છે.

આ માપદંડ હાઇપરસોનિક લોંગ રેન્જ એન્ટિ શિપ મિસાઇલ એક મેક ૧૦ ક્લાસ ૧,૫૦૦ કિ.મી.ની રેન્જવાળુ પ્રોફાઇલ મુજબનું શસ્ત્ર છે. જો તેને સમર્થન મળે તો આ પ્રણાલિનું આ બીજું સફળ પરીક્ષણ હશે.

તાજેતરના મહિનાઓમાં ભારતે પોતાના મિસાઇલ પરીક્ષણ તેજ કરી દીધા છે. ઓગસ્ટ ૨૦૨૫માં ભારતે પરમાણુ શસ્ત્રો લઈ જવા સક્ષમ પૃથ્વી એક અને પૃથ્વી બે મિસાઇલનું પરીક્ષણ કર્યુ હતું. બંગાળની ખાડીમાં થનારું આગામી પરીક્ષમ અગાઉના પરીક્ષણથી અલગ છે. તેની રેન્જ ૧,૫૦૦ કિ.મી.ની જ છે. તેથી ૧,૫૦૦ કિ.મી.થી ઓછી રેન્જ પરીક્ષણનું અલગ જ સ્તર દર્શાવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.